તમારી પાસે કોઈ ફાઇલ એક ફોર્મેટમાં છે અને તમારે તેને બીજા કોઈ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની જરૂર પડી જેમ કે, તમારી પાસે મ્યુઝિકની ડબલ્યુ.એમવી ફોર્મેટની ફાઇલ હોય અને તમારે તેને વોટ્સએપ પર શેર કરવાનો પ્રયાસ કરો ત્યારે સામેની વ્યક્તિ તેને ઓપન કરી શકે નહીં કેમ કે એ વોટ્સએપ એ ફોર્મેટને સપોર્ટ કરતી ન હોય. આવા સંજોગમાં આપણે ફાઇલનું ફોર્મેટ બદલવાની જરૂર પડે.

વિવિધ ડોક્યુમેન્ટ ફાઇલ, મ્યુઝિક ફાઇલ, વીડિયો ફાઇલ વગેરે ઘણા બધા પ્રકારની ફાઇલ્સમાં આપણે તેને એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં ફેરવવાની જરૂર પડે. આવી સ્થિતિમાં આ વેબસાઈટ તમને મદદરૂપ થશે. એટલું યાદ રાખશો કે આપણે આ સાઇટ પર પોતાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે.
સાઇટનો ઇન્ટરફેસ તદ્દન સરળ છે. આપણે પોતાની ફાઇલ સિલેક્ટ કરી તેને ક્યા ફોર્મેટમાં ફેરવવી છે એ કહેવાનું છે. ફાઇલ નવા ફોર્મેટમાં તૈયાર થતા આપણે ડાઉનલોડ કરવા માટે મળી જશે. આ સર્વિસ ૨૦૦થી વધુ ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે.
