(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારા કમ્પ્યૂટરમાં ‘વાઇરસ ડેફિનેશન’ અપડેટેડ હોવી જોઈએ – આનો અર્થ શું?

આપણે પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં કે પછી સ્માર્ટફોનમાં એન્ટિ વાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તેનો જો આપણને અંદાજ ન હોય તો આપણે એક એવી ગંભીર ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે એન્ટિ વાયરસ પ્રોગ્રામ ખરીદવાના આપણા ખર્ચ પર સાવ પાણી ફરી વળી શકે છે.

એન્ટિ વાયરસ પ્રોગ્રામ આપણને ત્યારે જ ખરેખરો ઉપયોગી થઈ શકે જ્યારે આપણે તેને નિયમિત રીતે અપડેટ કરીએ. આ રીતે પ્રોગ્રામને અપડેટ કરીએ ત્યારે આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયેલ એન્ટિ વાયરસ પ્રોગ્રામમાં વાયરસની નવી નવી ડેફિનેશન ઉમેરાય છે અને તેને કારણે આ પ્રોગ્રામ નવા પ્રકારના વાઇરસનો હુમલો ખાળી શકે છે.

આ આખી વાત જરા વધુ વિસ્તૃત રીતે સમજવા માટે આપણે વાયરસ પોતે શું છે અને વાયરસ ડેફિનેશન શું છે એ સમજવું પડે.

તબીબી શાસ્ત્રની જેમ જ કમ્પ્યુટરને નુકસાન કરી શકતા ‘જીવાણું’ બે પ્રકારના હોય છે જે સામાન્ય રીતે વાયરસ અને વોર્મ તરીકે ઓળખાય છે. વાયરસ પરોપજીવી હોય છે એટલે કે તેને કોઈ કમ્પ્યુટર કે અન્ય સાધનમાં ઘૂસવા માટે કોઈ ને કોઈ પ્રોગ્રામ કે ફાઇલની જરૂર પડે છે. વાયરસ પણ એક પ્રકારનો પ્રોગ્રામ જ હોય છે જે બીજા પ્રોગ્રામના કોડની સાથો સાથ આપણા કમ્પ્યુટરમાં ઘૂસે છે અને પછી પેલો મૂળ પ્રોગ્રામ ચાલુ કરતા તેમાંનો વાયરસ પણ એક્ટિવેટ થાય છે. દરેક વાયરસ આખરે ઝીરો અને વનની બનેલી એક ખાસ પેટર્નથી લખાયેલો હોય છે. આ પેટર્નને આધારે જે તે નિશ્ચિત વાઇરસને ઓળખી શકાય છે. વાઇરસની ઓળખ કરતી આવી પેટર્નને ‘વાઇરસ ડેફિનેશન’ કહે છે.

સમગ્ર વિશ્વની વિવિધ એન્ટિવાઇરસ કંપની, જે તે સમય સુધીમાં ઓળખાયેલા વાઇરસની વિવિધ ડેફિનેશનનો એક વ્યપાક ડેટાબેઝ તૈયાર કરતી હોય છે. આ ડેટાબેઝ સતત અપડેટ થતો રહે છે.

આપણે કમ્પ્યુટરમાં પહેલી વાર કોઈ નવો એન્ટિવાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ ત્યારે એ પ્રોગ્રામની સાથોસાથ, એ તારીખ સુધીમાં ઓળખાયેલા વાઇરસની ડેફિનેશન્સ ધરાવતો ડેટાબેઝ પણ તેમાં ઇન્સ્ટોલ થાય છે. આપણે જ્યારે કમ્પ્યુટર કે તેમાંનું કોઈ ફોલ્ડર કે પછી પેનડ્રાઇવ એન્ટિવાઇરસ પ્રોગ્રામથી સ્કેન કરીએ ત્યારે આપણું કમ્પ્યુટર સાથે કનેક્ટેડ ન હોય તો પણ એન્ટિવાઇરસ પ્રોગ્રામ દરેક ફોલ્ડર કે ફાઇલમાંના કોડને  પોતાની પાસેના વાઇરસ ડેફિનેશન સાથેના ડેટાબેઝ સાથે સરખાવે છે અને પછી નક્કી કરે છે કે આપણી કોઈ ફાઇલમાં કોઈ વાઇરસની ડેફિનેશન સાથે મેચ થતો કોડ છે કે નહીં. આ રીતે નક્કી થાય છે કે આપણી કોઈ ફાઇલમાં વાઇરસ છે કે નહીં.

આપણે એન્ટિવાઇરસ પ્રોગ્રામ ખરીદ્યો હોય અને ત્યારે વાઇરસ ડેફિનેશનનો ડેટાબેઝ ઇન્સ્ટોલ થયો હોય ત્યાર પછી જગતમાં ઘણાં નવા વાઇરસ ઓળખાઈ ચૂક્યા હોય છે. અને તેમની ડેફિનેશન પેલા ડેટાબેઝમાં ઉમેરાઈ ચૂકી હોય છે. આથી જ આપણે આપણા એન્ટિવાઇરસ પ્રોગ્રામને નિયમિત રીતે અપડેટ કરવો જરૂરી છે જેથી તેમાંના ડેટાબેઝમાં નવા નવા વાઇરસની ડેફિનેશન પણ ઉમેરાઈ જાય અને આપણને આ નવા વાઇરસ સામે પણ રક્ષણ મળતું રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!