(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિલોકરનો વોટ્સએપ પર ઉપયોગ

જાતભાતનાં સર્ટિફિકેટ મેળવવાં, ઝેરોક્સ કરાવવી, ટ્રુ-કોપી કરાવવી, જાતે સબમિટ કરવી... આ ઝંઝટ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.

સમગ્ર દેશના ખૂણે-ખૂણે લોકો કોરોના સામેની રસી મેળવી રહ્યા હતા અને તેઓ વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ તેમને આપવું પણ જરૂરી હતું. ભારત કરતાં ઘણી ઓછી વસતી અને ટેક્નોલોજીની રીતે ઘણી વધુ ક્ષમતાવાળા દેશોમાં પણ આવાં કોઈ સર્ટિફિકેટ આપવામાં આવતાં નહોતાં, ત્યારે ભારતે નવા સમયના ડિજિટલ જિન – ચેટબોટ – ને કામે લગાડ્યો, જેને હવે વધુ કામઢો બનાવવામાં આવ્યો છે.

પેલી અલાદ્દીનના જાદુઈ ચિરાગવાળી વાર્તા યાદ કરો. એ વાર્તામાં અલાદ્દીન ફક્ત એક હતો, એના હાથમાં ચિરાગ પણ ફક્ત એક હતો અને અલાદ્દીનના આદેશ મુજબ કામ કરી આપતો જિન પણ એક હતો. એટલે આખી વાર્તામાં બધી કામગીરી સરળતાથી ચાલતી હતી. અલાદ્દીન જ્યારે ફુરસદ મળે ત્યારે ચિરાગ હાથમાં લઈ તેને ઘસતો, ચિરાગમાંથી જિન પ્રગટ થતો અને અલાદ્દીનના આદેશનું ફટાફટ પાલન કરી આપતો.

હવે સમય બદલાઈ ગયો છે.

ભારત જેવા વિરાટ અને વિશાળ વસતિવાળા દેશમાં સૌની વિવિધ જરૂરિયાતો પૂરી કરવી હંમેશાં પડકારભર્યું કામ રહ્યું છે.

ફક્ત ભારતની વાત કરીએ તો આપણા દેશમાં  ૧.૩ અબજ જેટલા અલાદ્દીન છે ને એમાંથી કમ સે કમ ૬૦-૬૫ કરોડના હાથમાં જાદુઈ ચિરાગ છે. સામે પક્ષે આટલા બધા અલાદ્દીનોના આદેશોનું પાલન જેણે કરવાનું છે તે વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વાર્તાવાળા જિન જેટલા એફિશિયન્ટ તો નથી જ! તમે જ વિચાર કરો – બધાના આદેશોનું પાલન કરવા જતાં જિન કેટલો ઘાંઘો થાય?!

હવે આપણો દેશ ધીમી પણ મક્કમ ગતિએ, ઘણી બધી બાબતોમાં પેપરલેસ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યો છે.

કોરોના મહામારી પછી આપણા દેશમાં વિરાટ રસીકરણ અભિયાન શરુ થયું ત્યારે લગભગ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર દેશના ખૂણે-ખૂણે લોકો કોરોના સામેની રસી મેળવી રહ્યા હતા અને તેઓ વેક્સિનેટેડ હોવાનું સર્ટિફિકેટ તેમને આપવું પણ જરૂરી હતું.

ડિજિલોકર એવી જ પહેલ છે. હવે તેને વોટ્સએપ જેવી લોકપ્રિય એપની મદદથી વધુ વિસ્તારવાની કોશિશ થઈ છે.

ભારત કરતાં ઘણી ઓછી વસતી અને ટેક્નોલોજીની રીતે ઘણી વધુ ક્ષમતાવાળા દેશોમાં પણ આવાં કોઈ સર્ટિફિકેટ આપવામાં આવતાં નહોતાં, ત્યારે ભારતે નવા સમયના ડિજિટલ જિન – ચેટબોટ – ને કામે લગાડ્યો, જેને હવે વધુ કામઢો બનાવવામાં આવ્યો છે.

આ ‘ડિજિલોકર’, ‘ચેટબોટ’ વગેરે તમને ગૂંચવતા હોય તો આગળ વાંચો!

આપણા જીવનમાં આપણે અનેક પ્રકારના સર્ટિફિકેટ પર આધાર રાખીને જીવવું પડે છે, જેમાં આધાર સર્ટિફિકેટ પોતે જ હવે બહુ મોટો આધાર બની ગયું છે! સર્ટિફિકેટ્સની આ રેન્જ બાળકના જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી પથરાયેલી છે. સમગ્ર જીવન દરમિયાન આપણને વિવિધ સરકારી કે અન્ય સંસ્થાઓ તરફથી જાતભાતના દસ્તાવેજો ઇસ્યૂ કરવામાં આવે છે.

સામે પક્ષે સ્કૂલ કોલેજમાં એડમિશનથી લઇને મોબાઇલ કનેકશન, પાસપોર્ટ, બેન્ક એકાઉન્ટ ખોલાવવું કે વીમો ખરીદવાથી માંડી સ્મશાન સુધીના તબક્કે આપણે આ સર્ટિફિકેટ્સ કાગળ પર આપવાં જરૂરી બને છે. અગાઉ આવા સર્ટિફિકેટની નકલ અસલી હોવાનું સાબિત કરવા માટે તેના પર ટ્રુકોપીનો સિક્કો લગાવવા આપણે ગેઝેટેડ ઓફિસર્સને શોધવા જવું પડતું હતું. એ પછી સેલ્ફ-એટેસ્ટેડ એટલે કે જાતે જ સહી કરેલી નકલ માન્ય ગણવામાં આવી અને હવે આખી વાતને બિલકુલ પેપરલેસ બનાવવામાં આવી રહી છે – ડિજિલોકરની મદદથી.

ભારત સરકારે વર્ષ ૨૦૧૬માં ડિજિલોકર સર્વિસ (digilocker.gov.in) લોન્ચ કરી (‘સાયબરસફર’માં આપણે ઓક્ટોબર ૨૦૧૬ના અંકમાં આ સર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો).

હવે તેમાં ભારત સરકાર, વિવિધ રાજ્ય સરકારો, શિક્ષણ સંસ્થાઓ, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ, પરિવહન, આરોગ્ય, સંરક્ષણ મંત્રાલય તથા જુદા જુદા બીજા ઘણા પ્રકારના કુલ ૨૦૧૫ વિભાગ/સંસ્થા જોડાઈ ગયાં છે.

અત્યાર સુધીમાં ૧૧ કરોડ જેટલા લોકોએ ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલાવી, કુલ ૫.૧૦ અબજ ડોક્યુમેન્ટ્સ ઇસ્યૂ કરાવ્યાં છે. બીજી તરફ હાલમાં ૩૭૫ વિભાગો/સંસ્થાઓ ડિજિલોકરમાંનાં ડોક્યુમેન્ટ્સ સ્વીકારે છે.

આપણે ડિજિલોકરની એપલ કે એન્ડ્રોઇડ માટેની એપ ડાઉનલોડ કરીને પોતાના આધાર નંબર તથા તેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી પોતાનું ડિજિલોકર એકાઉન્ટ ઓપન કરી શકીએ છીએ. આ પછી વિવિધ સરકારી વિભાગો કે સંસ્થાઓ તરફથી આપણા નામે જારી દસ્તાવેજો જે તે વિભાગ/સંસ્થા તરફથી ડાયરેક્ટ ડિજિલોકર એકાઉન્ટમાં મેળવી શકીએ છીએ.

ડિજિલોકર એકાઉન્ટમાં આ રીતે સત્તાવાર ચેનલ દ્વારા આવેલા ડોક્યુમેન્ટ્સ ‘ઇસ્યૂડ ડોક્યુમેન્ટ્સ’ તરીકે ઓળખાય છે. ઇસ્યૂડ ડોક્યુમેન્ટ્સ આપણે જે જગ્યાએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડોક્યુમેન્ટ્સ સ્વીકારવામાં આવતા હોય ત્યાં પોતાના ડિજિલોકર એકાઉન્ટમાંથી ડિજિટલ રીતે શેર કરી શકીએ છીએ અને તેને માન્ય ગણવામાં આવે છે.

ડિજિલોકર એકાઉન્ટ્સમાં આપણે પોતે અથવા મહત્ત્વના ડોક્યુમેન્ટ્સની પીડીએફ ફાઇલ્સ સેવ કરી શકીએ છીએ. પરંતુ આ રીતે જાતે સેવ કરેલાં સર્ટિફિકેટ્સ કાયદાની દૃષ્ટિએ વેલિડ ગણવામાં આવતાં નથી.

ભારત સરકાર ડિજિલોકર સર્વિસ પરનો ભાર ઘટાડવા માટે તથા તેના વિશે વધુ જાગૃતિ કેળવવા માટે હવે વોટ્સએપ જેવી લોકોમાં પહેલેથી અત્યંત લોકપ્રિય સર્વિસનો ઉપયોગ કરી રહી છે.

ડિજિલોકર સર્વિસનો ઉપયોગ ખાસ્સો સરળ હોવા છતાં ઘણા લોકોને હજી તેના ઉપયોગમાં ફાવટ આવતી નથી. બીજી તરફ વોટ્સએપનો તેઓ બહુ સહેલાઈથી ઉપયોગ કરી જાણે છે. આથી ડિજિલોકરમાં ઇસ્યૂ થતા વિવિધ ડોક્યુમેન્ટ્સ વોટ્સએપની મદદથી લોકો ડાઉનલોડ કરી શકે એવી સગવડ આપવામાં આવી છે.

ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરો

પ્રાથમિક વિગતો, મોબાઇલ, આધારથી રજિસ્ટ્રેશન કરો

વિવિધ વિભાગ/સંસ્થા તરફથી તમારાં સર્ટિફિકેટ્સ મેળવો

જરૂર મુજબ, ઇચ્છો ત્યાં સર્ટિફિકેટ ડિજિટલી શેર કરો

ડિજિલોકરમાં કયા કયા વિભાગ સંસ્થાઓ તરફથી આપણાં સર્ટિફિકેટ્સ મેળવી શકાય છે?

કેન્દ્ર સરકાર

રાજ્ય સરકારો

શિક્ષણ સંસ્થાઓ

બેન્ક અને વીમા કંપનીઓ

આરોગ્ય સેવાઓ

સંરક્ષણ સેવાઓ

અન્ય સેવાઓ

ડિજિલોકરમાં આપણાં સર્ટિફિકેટ ઇસ્યૂ કરતી સંસ્થાઓ અને તેમાંથી સર્ટિફિકેટ સ્વીકારતી સંસ્થાઓ વધી રહી છે.

લોકોને કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ સહેલાઈથી મળી રહે એ માટે ગયા વર્ષે સરકારે વોટ્સએપનો ચેટબોટ લોન્ચ કર્યો હતો. હવે તેનો સ્કોપ વિસ્તારવામાં આવી રહ્યો છે, આથી તેનું નામ ‘Mygov કોરોના હેલ્પડેસ્ક’માંથી બદલીને ‘Mygov હેલ્પડેસ્ક’ કરી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં આઠેક કરોડ લોકોએ વોટ્સએપના ચેટબોટ પર કોરોના સંબંધિત માહિતી મેળવી છે અને ૩.૨ કરોડ જેટલા લોકોએ વોટ્સએપના ચેટબોટની મદદથી તેમનાં વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યાં છે. હાલમાં આ હેલ્પડેસ્કની સેવાઓ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં તેમાં અન્ય ભારતીય ભાષાઓ પણ ઉમેરાશે. કેન્દ્ર સરકારની જેમ, ૧૪ રાજ્યોએ પણ પોતપોતાની ભાષામાં આ પ્રકારના ચેટબોટ લોન્ચ કર્યા છે.

હાલમાં વોટ્સએપ પર માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સીધાં જ ડાઉનલોડ કરી શકાય છે, પરંતુ અહીંથી જ ઘણા અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ તમારા ડિજિલોકર એકાઉન્ટમાં ઇસ્યૂ કરી શકાય છે. આગળ જતાં, આ ડોક્યુમેન્ટ્સ પણ વોટ્સએપમાં સીધા જ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.

ડિજિલોકર વાપરશો કે વોટ્સએપનો ચેટબોટ?

ડિજિલોકર સર્વિસ સરળ હોવા છતાં લોકોએ વ્યાપક પ્રમાણમાં તેનો ઉપયોગ શરૂ કર્યો નથી.  એપમાં સાઇન-અપ કે લોગ-ઇન થવામાં લોકોને તકલીફ પડતી હોય છે. પરંતુ તેની એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશનની વિધિ વોટ્સએપની વિધિ જેવી જ છે. ડિજિલોકર એપનો ફાયદો એ છે કે તેને તમે પિનથી પ્રોટેક્ટ કરી શકો છો, જેથી તમારા દસ્તાવેજો અન્ય કોઈ જોઈ શકે નહીં. વોટ્સએપમાં ડાઉનલોડ કરેલાં ડોક્યુમેન્ટ્સ ફોનમાં સેવ કરવા પડતા હોવાથી, ફોન બીજા કોઈના હાથમાં આવે તો તેના સુધી પહોંચી શકે છે (અલબત્ત તેમાં પણ હવે ફિંગરપ્રિન્ટ લોક શક્ય છે). ઉપરાંત, તે આખરે પીડીએફ હોવાથી તેમાં ચેડાં થઈ શકે છે, જોકે એ ડોક્યુમેન્ટ માગતી સંસ્થાની ચિંતાનો વિષય છે!

તમે ડિજિલોકર સર્વિસનો ઉપયોગ કરતા હો કે ન કરતા હો, હવે વોટ્સએપની મદદથી તમારે માટે મહત્ત્વના સર્ટિફિકેટ્સ કે ડોક્યુમેન્ટ્સ પળવારમાં મેળવી શકાય છે. એ માટે આપણે વોટ્સએપમાં ડિજિલોકરના ઓફિશિયલ ચેટબોટ સાથે ‘વાતચીત’ કરવાની રહે છે.

આ માટે નીચે મુજબનાં પગલાં લઈ શકાય…

જો તમે અગાઉ કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ મેળવવા માટે વોટ્સએપમાં સરકારી ચેટબોટની મદદ લીધી હશે તો તમારા ફોનમાં ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર સેવ થયેલો હશે. જો ન હોય તો આ નંબર Mygov કે DigiLocker નામથી તમારા ફોનમાં સેવ કરી લો. થોડી વારમાં આ નંબર વોટ્સએપના કોન્ટેક્ટ લિસ્ટમાં આવી જશે.

વોટ્સએપ પરથી ડાઉનલોડ કરી શકાતા ડોક્યુમેન્ટ્સનું પ્રમાણ હાલમાં મર્યાદિત છે, પણ ટૂંક સમયમાં વધશે.

હવે વોટ્સએપ ઓપન કરી નવી ચેટ ઓપન કરી, નવો સેવ કરેલો નંબર સર્ચ કરો. આ નંબર પર  ‘નમસ્તે’ મેસેજ મોકલતાં, પળવારમાં આપણને વળતો મેસેજ આવશે અને કહેવામાં આવશે કે આપણે ભારત સરકારના Mygov હેલ્પડેસ્ક સાથે વાતચીત કરી રહ્યા છીએ. અહીં આપણને કોવિડ સર્વિસિસ તથા ડિજિલોકર સર્વિસિસ મેળવવાના બે વિકલ્પ આપવામાં આવશે.

આપણે ડિજિલોકર સર્વિસિસ પર ક્લિક કરીશું તો પૂછવામાં આવશે કે આપણું પહેલેથી ડિજિલોકર એકાઉન્ટ છે? આપણે હા કહીએ કે ના કહીએ, આપણો આધાર નંબર પૂછવામાં આવશે, જે સ્પેસ વિના લખવાનો છે. જો આપણું ડિજિલોકરમાં એકાઉન્ટ હશે તો તરત આગળ વધી શકીશું. બાકી આપણા આધાર સાથે લિન્ક્ડ રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી આપણું વેરિફિકેશન કરવામાં આવશે અને ડિજિલોકરમાં આપણું એકાઉન્ટ એક્ટિવેટ થશે.

આ વિધિ પછી આપણને ડ્રાઇવિંગ લાયસન્સ તથા વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના વિકલ્પ મળશે. એ માટે આપણે એક અથવા બે નંબર ટાઇપ કરવાનો રહેશે.

એક નંબર ટાઇપ કરીને તેનો મેસેજ મોકલતાં એકાદ મિનિટમાં આપણું ડ્રાઇવિંગ લાયસન્સ વોટ્સએપ દ્વારા પીડીએફ સ્વરૂપે મળી જાય છે. આ પીડીએફ યોગ્ય ઓથોરિટી દ્વારા ડિજિટલી સાઇન્ડ છે, તેથી આઇટી એક્ટ ૨૦૦૦ મુજબ તેનો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપયોગ માન્ય છે.

વાત સરકારની હોય કે નાના-મોટા બિઝનેસની, એક સાથે હજારો-લાખો યૂઝર્સ-કસ્ટમર્સના પ્રશ્નોના જવાબ આપવાનું કામ કોઈ માટે સહેલું નથી. એ માટે સેંકડો લોકોની ટીમ કામે લગાડવી પડે, તેમને બરાબર ટ્રેઇન કરવા પડે અને પછી પણ યૂઝર્સ/કસ્ટમર્સને પૂરો સંતોષ તો કદાચ મળે જ નહીં. આ તકલીફના ઉપાય તરીકે ચેટબોટ્સ વિકસ્યા અને હવે આપણે વોટ્સએપ, ફેસબુક, મેસેન્જરથી માંડીને વિવિધ બેન્ક્સની સાઇટ્સ પર પણ ચેટબોટ સાથે ‘વાતચીત’ કરવા લાગ્યા છીએ, સામે છેડે કોઈ માણસ નહીં, મશીન છે એ હકીકત પ્રત્યે આપણે સભાન પણ હોતા નથી!

ચેટબોટ્સ ઘણા પ્રકારના હોય છે અને જુદી જુદી ઘણી જગ્યાએ તેને કામે લગાડી શકાય છે, પરંતુ હાલ પૂરતું આપણું ફોકસ વોટ્સએપમાંના ચેટબોટ પર સીમિત રાખીએ.

અત્યારે મેસેજિંગ માટે વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય સર્વિસ છે અને તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, એટલે યૂઝર-કસ્ટમર્સ સાથે કમ્યુનિકેશન અને સપોર્ટ પૂરો પાડવા માટે પણ વિવિધ બિઝનેસને વોટ્સએપમાં જબરજસ્ત સ્કોપ દેખાઈ રહ્યો છે.

આ વાત ધ્યાનમાં રાખીને વોટ્સએપે તેની બિઝનેસ એપ લોન્ચ કરી. આ મફત એપની મદદથી નાના બિઝનેસ પોતાના કસ્ટમર્સ સાથે વધુ સારી કનેક્ટેડ રહી શકે, તેમને પોતાની પ્રોડક્ટ્સનું કેટેલોગ બતાવી શકે, તેમના પ્રશ્નોને વધુ સારી રીતે મેનેજ કરીને ઝડપથી જવાબ આપી શકે… આ બધું કામ ઘણે અંશે આપોઆપ થાય એવી ગોઠવણ પણ કરી શકાય.

આ બધું નાના બિઝનેસ માટે બરાબર છે, પણ હજારો નહીં, લાખો લોકો સાથે કમ્યુનિકેશન કરવામાં વોટ્સએપ બિઝનેસ એપનો પનો પણ ટૂંકો પડે. આથી, વોટ્સએપે મધ્યમ કે વિશાળ બિઝનેસ ‘વોટ્સએપ એપીઆઇ’નો ઉપયોગ કરી શકે એવી સગવડ આપી છે.

ચેટબોટ આખરે મશીન હોવાથી એ કંટાળ્યા વિના, એકધાર્યું કામ કરી શકે અને એક સાથે હજારો-લોકોની જરૂરિયાતો સંતોષી શકે!

‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી છે તેમ, એપીઆઇની મદદથી બે કમ્પ્યૂટર એપ્લિકેશન એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે.

વોટ્સએપ એપીઆઇનો ઉપયોગ કરીને મધ્યમ-મોટા બિઝનેસ કે સરકારી વિભાગો પોતાની સિસ્ટમ અને તેમાંના ડેટાબેઝને વોટ્સએપ સાથે કનેક્ટ કરી શકે છે. આ પછી આપણા જેવા સરેરાશ યૂઝર્સ અને જે તે બિઝનેસ-સંસ્થા-સરકારી વિભાગ વચ્ચેની કડી તરીકે બે બાબત કામ કરે છે – વોટ્સએપ અને ચેટબોટ.

ચેટબોટ આખરે એક પ્રકારના ઓટોમેટેડ સોફ્ટવેર છે, જે નિશ્ચિત નિયમોનું પાલન કરી શકે (પોપટની જેમ પઢાવેલું બોલી શકે!) અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, યૂઝર્સ સાથેની ‘વાતચીત’ પરથી વધુ ને વધુ શીખી શકે. આવા ચેટબોટમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ થાય એટલે આપણે સામે કોઈ માણસ જ છે એમ ધારીને રોજિંદી ભાષામાં આપણી વાત મૂકીએ તો પણ ચેટબોટ આપણી જરૂરિયાત બરાબર સમજીને તેના જવાબ આપી શકે (જુઓ આ સાથેનો ગૂગલના ચેટબોટ વિશેનો બીજો લેખ). ચેટબોટ આખરે મશીન હોવાથી એ કંટાળ્યા વિના, એકધાર્યું કામ કરી શકે અને એક સાથે હજારો-લોકોની જરૂરિયાતો સંતોષી શકે!

આ બધું વાંચીને તમને તમારા બિઝનેસ કે સંસ્થા માટે વોટ્સએપ ચેટબોટ કામે લગાડવાની ઇચ્છા થઈ હોય તો તમારે નિરાશ થવું પડશે.

વોટ્સએપની એપીઆઇ ગમે તેને મળતી નથી. જોકે હવે એવી ઘણી કંપની વિકસી છે, જે પ્રમાણમાં નાના બિઝનેસને પણ વોટ્સએપ સાથે કનેક્ટ કરીને, વોટ્સએપ એપીઆઇની મદદથી તેને માટે ચેટબોટ બનાવી આપે છે. આવી કંપની શોધવા તમારે થોડું ગૂગલિંગ કરવું પડશે! હા, ‘જોઈએ તો બસ વોટ્સએપનો જ ચેટબોટ’ એવો તમારો હઠાગ્રહ ન હોય તો તમારી વેબસાઇટ, એપ વગેરે માટે પણ તમે પ્રમાણમાં વધુ સહેલાઈથી ચેટબોટ ડેવલપ કરાવી શકો છો.

હેકર્સ પણ ચેટબોટનો ઉપયોગ કરવા લાગ્યા છે!

દરેક સારી ટેક્નોલોજીનો દુરુપયોગ બહુ ઝડપથી શરૂ થઈ જાય છે – આ વાત ચેટબોટને પણ લાગુ પડે છે. હેકર્સ સામાન્ય રીતે આપણા કોઈ પાર્સલ કે ઇનામની ડિલિવરીમાં મુશ્કેલી હોવાનો મેઇલ/મેસેજ મોકલે છે અને તેને ઉકેલવાનાં સ્ટેપ્સ તરીકે પીડીએફમાં કોઈ પેજની લિંક્સ મોકલે છે (જેથી સ્પામ ફિલ્ટરમાંથી છટકી શકાય). આપણે લિંક પર ક્લિક કરીએ તો જે પેજ પહોંચીએ ત્યાં ચેટબોટ આપણી સાથે ‘વાતચીત’ શરૂ કરે છે.

તેમાં આપણા ‘પાર્સલ/ઇનામ’ની વિગતો, ફોટોગ્રાફ વગેરેની માયાજાળ ઊભી કરી, આખી વાત જેન્યુઇન હોવાનો દેખાવ ઊભો કરવામાં આવે છે.

હવે લોકોને માણસ કરતાં મશીન પર વધુ વિશ્વાસ હોવાથી, આવી ચેટમાં તેઓ પોતાની સંવેદનશીલ વિગતો આપી બેસે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!