(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇમેજિસને યોગ્ય રીતે કમ્પ્રેસ કરી સાઇઝ ઘટાડી આપતી સાઇટ

તમે એડમિશન માટે કે અન્ય કોઈ હેતુ માટે ઓનલાઇન એપ્લિકેશન કરી રહ્યા હો ત્યારે એવું બને કે આપણે પોતાનો ફોટોગ્રાફ કે અન્ય ડોક્યુમેન્ટને ઇમેજ સ્વરૂપે ઇસાઇટ પર અપલોડ કરવાના થાય. આવી સાઈટ્સ પર ઇમેજની સાઇઝ માટે નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. આથી આપણે પોતાના સ્માર્ટ ફોનના કેમેરાથી લીધેલો કોઈ ફોટોગ્રાફ આવી સર્વિસ પર અપલોડ કરવા જઇએ તો મોટા ભાગે એરરનો સામનો કરવાનો થાય અને મેસેજ જોવા મળે કે તમે અપલોડ કરેલી ફાઇલની સાઇઝ નિશ્ચિત મર્યાદા કરતા વધુ છે.

બીજી તરફ જો તમે વેબ ડિઝાઇનર હો અને વેબસાઇટમાં ઉપયોગમાં લેવા માટેની ઇમેજિસને યોગ્ય રીતે કમ્પ્રેસ ન કરો તો તમારી વેબસાઈટના બધા પાના અત્યંત હેવી બને અને યૂઝરના બ્રાઝઉરમાં એ પેજ અપલોડ થવામાં ઘણી વાર લાગે.

આવી બધી તકલીફોનું નિવારણ એક જ છે આપણે પોતાની ફાઇલની ક્વોલિટીમાં મોટી બાંધછોડ કર્યા વિના તેને કમ્પ્રેસ કરવી પડે. આ કામ https://squoosh.app/ નામની એક વેબસાઇટ ખાસ્સી ચોકસાઈથી કરી આપે છે.

આપણે બ્રાઉઝરમાં આ સાઇટ પર પહોંચીએ એ પછી કમ્પ્યૂટરમાંની ફાઇલ સિલેક્ટ અથવા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આ સાઇટ પર ખેંચી લાવી શકીએ છીએ. મોબાઇલમાંનો ફોટોગ્રાફ પણ સિલેક્ટ કરીને આ સર્વિસમાં પહોંચાડી શકાય છે. એ પછી આપણા ફોટોગ્રાફને વિવિધ સાઇઝ અને ફોર્મેટ મુજબ કમ્પ્રેસ કરવાના વિકલ્પ દર્શાવતું એક મેનૂ ખુલે છે. મોટા ભાગે તમે જેપીઇજી ફોર્મેટ અને ૭૫ ટકા ક્વોલિટી પસંદ કરશો એટલે ગણતરીની સેકન્ડમાં આ સિસ્ટમ આપણા ફોટોગ્રાફ્સને કમ્પ્રેસ કરી આપે છે.

વેબસાઇટના મેઇન સ્ક્રીન પર આપણે અપલોડ કરેલી ઓરીજીનલ ફાઇલ ડાબી તરફ અને કમ્પ્રેસ કરેલી ફાઇલ જમણી તરફ જોવા મળે છે. વચ્ચેના સ્લાઇડરને કોઈ પણ તરફ ખસેડીને બંને ફાઇલનમાંનો તફાવત આપણે તપાસી શકીએ છીએ.

જો તમે જેપીઇજી ફોર્મેટ અને ૭૫ ટકા જેટલી ક્વોલિટીના વિકલ્પ પસંદ કર્યા હશે તો કમ્પ્રેસ થયેલી ફાઇલની સાઇઝ લગભગ ૮૦ જેટલી ઓછી થઈ જશે.

આ સર્વિસની એક માત્ર તકલીફ એ છે કે તેમાં એક એક ફાઇલ એક પછી એક કમ્પ્રેસ કરી શકાય છે. એક સાથે સંખ્યાબંધ ફાઇલ કમ્પ્રેસ કરવાનો રસ્તો તેમાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!