(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગ્રામર સંબંધિત ભૂલો સુધારતું કી બોર્ડ

સાયબરસફર’માં ઘણા સમય પહેલાં આપણે ગ્રામરલી નામની એક સર્વિસની વિગતવાર વાત કરી હતી. ઇન્ટરનેટ પર કે માઇક્રોસોફ્ટ વર્ડ જેવા ઓફલાઇન પ્રોગ્રામમાં આ સર્વિસનો ઉપયોગ કરીને આપણે પોતાના લખાણમાં ઇંગ્લિસ ગ્રામર સંબંધિત ભૂલો સુધારી શકીએ છીએ.

આ જ સર્વિસ સ્માર્ટફોન માટે એક આગવું કી બોર્ડ પણ આપે છે. આ કી બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી તેને આપણે પોતાના ડિફોલ્ટ કી બોર્ડ તરીકે પસંદ કરીએ તે પછી કોઈ પણ એપમાં કે ઇન્ટરનેટ પર બીજે ગમે ત્યાં આપણે કંઈ પણ ટાઇપ કરીએ તો તેમાં રહેલી ભૂલો તરફ આ કી બોર્ડ આપણું ધ્યાન દોરે છે.

વોટ્સએપ કે ફેસબુક પર પર આપણે સ્વજનો કે મિત્રો સાથે અમસ્તી જ વાતચીત કરી રહ્યા હોઇએ ત્યારે તેમાં ગ્રામર સંબંધિત ભૂલો રહી જાય તો ચાલી જાય પરંતુ લિન્ક્ડઇન જેવા પ્રોફેશનલ માટેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે જીમેઇલમાં એ ક્લાયન્ટને અથવા સંભવિત એમ્પ્લોયરને મેઇલ લખી રહ્યા હોય ત્યારે તેમાં ગ્રામર સંબંધિત ભૂલો રહી જાય એ કોઈ રીતે ચાલે નહીં. આવી ભૂલો આપણને ઘણી મોંઘી પડે શકે.

ગ્રામરલીનું કી બોર્ડ આવી ભૂલો પારખીને સુધારવામાં મદદ કરે છે.

અલબત્ત એ ધ્યાન રાખશો કે આ કી બોર્ડનો ઉપયોગ કરતા અન્ય એપની મોટા ભાગની એપની જેમ તે આપણો ઇમેઇલ એડ્રેસ તથા યૂઝર આઇડી જેવો ડેટા કલેક્ટ કરે છે. આ કી બોર્ડ જે કંઈ ડેટા ટ્રાન્સમીટ થાય તે એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં ટ્રાન્સમીટ થાય છે તેમજ આપણે ઇચ્છીએ તો આ એપ દ્વારા જે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હોય તે ડીલિટ કરી શકાય છે.

પ્રોડક્ટિવિટી- Grammarly – Grammar Keyboard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!