(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફોટોઝ સર્વિસમાં પરિવારના સભ્યોનાં આલ્બમ આપોઆપ કેવી રીતે તૈયાર કરી શકાય?

સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ગૂગલ ફોટોઝ આપણે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સમાંથી ચોક્કસ વ્યક્તિઓના આલ્બમ આપોઆપ બનાવી આપે છે. ગૂગલ ઉપરાંત ફેસબુક અને અન્ય કંપનીઓએ ફોટોગ્રાફમાંની વિવિધ બાબતો અત્યંત ચોકસાઈપૂર્વક ઓળખી લેવાની બાબતમાં ખાસ્સી પ્રગતિ કરી લીધી છે.

આ ટેકનોલોજીની મદદથી ગૂગલ ફોટોઝ એપ ફોટોમાં કઈ વ્યક્તિ છે તે ઓળખી શકે છે. અને પછી એ વ્યક્તિ જે જે ફોટોગ્રાફમાં હોય તે તમામ તારવીને તેના નામનું એક અલગ આલ્બમ બનાવી આપે છે. આ માટે આપણે ગૂગલ ફોટોઝ એપમાં કેટલાક સેટિંગ કરવા પડે છે.

  • તમારા ફોનમાં ફોટોઝ એપ ઓપન કરી તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો અને તેમાં ફોટોઝ સેટિંગ્સમાં જાઓ.
  • અહીં ‘ગ્રૂપ્સ સિમિલર સ્પેસિસ’ એવો એક વિકલ્પ જોવા મળશે. તેમાં અંદર જાઓ અને ફેસ ગ્રૂપિંગ ઓન કરી દો.
  • હવે તમારા ફોટોગ્રાફ્સના કલેકશનમાંથી જુદી જુદી વ્યક્તિઓના અલગ અલગ આલ્બમ બનવાનું શરૂ થઈ જશે. અને એ આલ્બમના મેઇન પિકચર તરીકે તે વ્યક્તિનો એક ક્લોઝઅપ જોવા મળશે.

તમે ઇચ્છો તો એ વ્યક્તિનું નામ લખી શકો છો. એ પછી તમે જ્યારે પણ નવા ફોટોગ્રાફ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરશો ત્યારે એ ફોટોગ્રાફમાં જે જે વ્યક્તિ હશે તે દરેકના આલ્બમમાં આ ફોટો ઉમેરાઈ જશે.

કોઈ ફોટોગ્રાફમાં તદ્દન ખૂણામાં રહેલી વ્યક્તિને પણ ફોટોઝ સિસ્ટમ ગજબની ચોકસાઈ સાથે પારખી લે છે. જો કે આ ચોકસાઈ સમય સાથે વિકસે છે. થોડા થોડા સમયે ફોટોઝ એપ આપણને એક સરખા લાગતા ફોટોગ્રાફ બતાવીને પૂછે છે કે આ એક જ વ્યક્તિ છે? આપણા જવાબના આધારે વ્યક્તિને ઓળખવાની એપની ક્ષમતા વધુ વિકસતી જાય છે.

એટલું ધ્યાન આપશો કે એક જ ફોટોગ્રાફ અલગ અલગ આલ્બમમાં જોવા મળે તો તેનો અર્થ એ નથી કે એ એપની સિસ્ટમ ફોટોગ્રાફની એટલી કોપી કરીને આપણા એકાઉન્ટમાં ભાર વધારે છે. ફોટો માત્ર એક રહે છે જુદા જુદા આલ્બમમાં માત્ર તેના ‘ઇન્સ્ટન્સ’ (એટલે કે માત્ર આભાસી, ડિજિટલ કોપી) ઉમેરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!