(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝની ભરમાર હવે ટૂંકાવવામાં આવશે
  • એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની માહિતી હવે સોશિયલ મીડિયા પર મળશે

ઇન્સ્ટાગ્રામ પર બે ફીચર કદાચ સૌથી વધુ પોપ્યુલર છે, રીલ્સ અને સ્ટોરીઝ.

સ્ટોરીઝ ફીચરનો હેતુ આપણે જેમને ફોલો કરી રહ્યા હોઇએ એ લોકો વિશેના લેટેસ્ટ અપડેટ્સ ફટાફટ જાણવાનો છે. પરંતુ થાય છે એવું કે ઘણા લોકો એક-બે સ્ટોરી અપલોડ કરીને સંતોષ માનવાને બદલે નાની નાની વાતોની ઢગલાબંધ સ્ટોરીઝ અપલોડ કરતા રહે છે! પરિણામે એવું બને કે આપણે જુદા જુદા લોકોની સ્ટોરીઝ જોવા માગતા હોઇએ ત્યારે કોઈ એક જ યૂઝરની પાર વગરની સ્ટોરીઝનો સામનો કરવો પડે અને એમાં કદાચ કંટાળો આવે.

હવે ઇન્સ્ટાગ્રામમાં આ તકલીફનો ઉપાય આવી રહ્યો છે. એ મુજબ જો કોઈ યૂઝર વધુ પડતી સ્ટોરીઝ અપલોડ કરશે તો અન્ય વ્યૂઅર્સને પહેલાં માત્ર પહેલી ત્રણ સ્ટોરી જોવા મળશે અને બાકીની સ્ટોરીઝ હિડન રહેશે. એ સ્ટોરીઝ જોવામાં કોઈને રસ હોય તો ‘શો ઓલ’ બટન ક્લિક કરીને બધી સ્ટોરી જોઈ શકાશે.

બાકી પહેલી ત્રણ સ્ટોરી પૂરી થયા પછી આપણે તરત, આપોઆપ બીજા યૂઝરની સ્ટોરી તરફ આગળ વધી શકીશું. અલબત્ત અત્યારે આ ફીચરનું હજી ટેસ્ટિંગ ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જો યૂઝર્સ તરફથી પોઝિટિવ ફિડબેક મળશે તો ભારત સહિત વિવિધ દેશોમાં બધા યૂઝર્સ માટે આ ફીચર રોલઆઉટ થશે.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યા મુજબ, હવે ઇપીએફ સંબંધિત વિવિધ માહિતી સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ જાણવા મળશે. આ માટે ઓર્ગેનાઇઝેશને ટ્વિટર, ફેસબુક અને યુટ્યૂબ માટે ત્રણ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ તૈયાર કર્યાં છે ઃ

આ ઉપરાંત સરકારની ‘ઉમંગ’ તથા ‘ડિજિલોકર’ એપમાં પણ ઇપીએફ સંબંધિત વિવિધ માહિતી મ્ેળવી શકાય છે. ઇપીએફ સંબંધિત કોઈ ફરિયાદ કે તકલીફ હોય તો તેના નિવારણ માટે વિવિધ રાજ્યો માટે વોટ્સએપ સંપર્ક કરી શકાય એવા હેલ્પલાઇન નંબર્સ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ એ યાદી બહુ લાંબી છે અને ગૂગલ પર સર્ચ કરવા જતાં ભળતા જ નંબર મળવાની પણ શક્યતા છે. સત્તાવાર અને સાચી માહિતી માટે ઇપીએફઓની વેબસાઇટ https://epfigms/gov.in પરથી જ વિગતો શોધવી હિતાવહ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!