(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘‘મારા ફોનમાં ક્લોક ખોટો સમય કેમ બતાવે છે?’’

ક્યારેક કોઈ નાની વાતના ખોટકાથી ફોનમાં આપણને સતત અકળાવે એવી તકલીફ ઊભી થઈ શકે છે. આવી એક તકલીફનો ઉપાય જાણીએ.

આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી, ઘણા લોકોના કાંડા પરથી સાદી ઘડિયાળ ગાયબ થઈ છે (જ્યારે ઘણાના કાંડા પર સ્માર્ટવૉચ આવી ગઈ છે!). આ કારણે જ્યારે આપણે સમય જાણવા માટે સ્માર્ટફોન પર નિર્ભર હોઈએ એ જ ખોટો સમય બતાવે તો ભારે અકળામણ થઈ આવે. અલબત્ત, સ્માર્ટફોનના મોટા ભાગના પ્રોબ્લેમની જેમ, આનો ઉપાય પણ મોટા ભાગે સરળતાથી થઈ શકે છે.

એ માટે…

એન્ડ્રોઇડમાં

આમ થવાનું મુખ્ય કારણ એ હોય કે એન્ડ્રોઇડની ક્લોક એપમાં ટાઇમઝોનના સેટિંગમાં કંઈક ગરબડ થઈ હોય.

તેને ઠીક કરવા માટે સૌથી પહેલાં તો હંમેશની જેમ ફોન રિસ્ટાર્ટ કરી જુઓ. મોટા ભાગની સમસ્યાઓમાં બને છે તેમ કદાચ ક્લોક ફરી સાચો સમય બતાવવા લાગે!

જો એવું ન થાય તો ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં સિસ્ટમમાં ‘ડેટ એન્ડ ટાઇમ’ના વિકલ્પ સુધી પહોંચો (તમારા ફોનમાં આ પેજ કોઈ અન્ય જગ્યાએ હોઈ શકે છે, સેટિંગ્સમાં સીધું ‘ડેટ એન્ડ ટાઇમ’ સર્ચ કરી શકાય). અહીં તપાસો કે ઓટોમેટિક ડેટ એન્ડ ટાઇમ માટેનું બટન ઓન છે? એ જ રીતે, ‘ઓટોમેટિક ટાઇમ ઝોન’નું બટન પણ ઓન હોવું જોઈએ. આ બંને બટન ઓન હોય તો આ ફીચરથી ફોનની સિસ્ટમ આપણા નેટવર્ક દ્વારા આપવામાં આવતા ટાઇમ અને ટાઇમ ઝોનને અનુસરે છે. જેમ કે ભારતમાં જીએમટી+૫ઃ૩૦નો ટાઇમ ઝોન પસંદ થયેલો હોવો જોઈએ.

આ બંને બટન ઓન રાખવાં યોગ્ય રહેશે. જો તે ઓન હોય છતાં ફોનની સિસ્ટમ ખોટો સમય બતાવતી હોય તો બંને બટન ઓફ કરો. ફોન રિસ્ટાર્ટ કરો અને પછી ફરી ડેટ એન્ડ ટાઇમના પેજ સુધી પહોંચીને ઓટોમેટિક ડેટ એન્ડ ટાઇમ બટન તથા ઓટોમેટિક ટાઇમ ઝોન બટન ઓન કરો.

ઘણી વાર એવું બને છે કે ક્યારેક કોઈ લોકેશન પર, આપણી મોબાઈલ કંપનીના સેલ ટાવર સાથેના કમ્યુનિકેશનમાં ગરબડ થવાને કારણે ફોનની સિસ્ટમ નેટવર્ક તરફથી મળતા તારીખ અને સમય તથા ટાઇમઝોનને પારખવામાં ગરબડ કરી જાય છે. આથી ઉપરની રીત અજમાવવાને કારણે એવી કોઈ ખામી સર્જાઈ હોય તો તે સુધરી જશે.

આ રીત અજમાવ્યા પછી પણ ફોનની ક્લોક ખોટો સિસ્ટમ બતાવતી હોય તો આ જ પેજ પર આપણે જે તે તારીખ અને સમય તથા ટાઇમ ઝોન મેન્યુઅલી સેટ કરી શકીએ છીએ.

એ જ રીતે ફોનની સિસ્ટમ માટે કંપની તરફથી આપણને અપડેટ મળ્યો હોય તો તેને ઇન્સ્ટોલ કરવાથી પણ આ ખામી સુધરી શકે છે. ક્યારેક એવું પણ બને કે આપણે કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરી હોય તેને કારણે ફોનની સિસ્ટમ સમય બતાવવામાં ભૂલ કરવા લાગે. આવી સ્થિતિમાં એ એપ બહુ કામની ન હોય તો તેને અનઇન્સ્ટોલ કરી શકાય.

આઇફોનમાં

આઇફોન પણ આપણા લોકેશનને આધારે આપોઆપ તારીખ અને સમય બતાવતો હોય છે. તેમાં ખોટો સમય દેખાતો હોય તો બની શકે કે તમારા આઇફોનમાં લોકેશન સર્વિસ બંધ હોય અને એ કારણે ખાસ કરીને તમે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ ત્યારે આઇફોન લોકેશનમાં થયેલો ફેરફાર પારખી ન શકે અને તેથી તે તારીખ અને સમયમાં જરૂરી ફેરફાર ન કરે.


આના ઉપાય તરીકે આઇફોનના સેટિંગ્સમાં પ્રાઇવસીમાં લોકેશન સર્વિસિસમાં જાઓ. તેમાં લોકેશન સર્વિસિસ ઓન કરો. જો તે પહેલેથી ઓન હોય તો તેને ઓફ કરીને ફરી ચાલુ કરી શકાય. આ સમયે ફોન આપણને ચેતવશે કે લોકેશન સર્વિસ ઓફ કરવાથી આપણું લોકેશન જાણવા માગતી તમામ એપ માટે આ સર્વિસ બંધ થઈ જશે. આપણે થોડા સમય માટે જ લોકેશન બંધ કરવું હોવાથી તેને અવગણીને આગળ વધી શકીએ. આ પછી પણ જો આઇફોન ખોટો સમય બતાવતો હોય તો તેને મેન્યુઅલી સેટ કરી શકાય.

એ માટે ફોનના સેટિંગ્સમાં જનરલમાં ‘ડેટ એન્ડ ટાઇમ’માં જાઓ. અહીં ‘સેટ ઓટોમેટિકલી’ નો વિકલ્પ બંધ હોય તો તેને ઓન કરો. જો તે પહેલેથી ઓન હોય તો તેને બંધ કરીને ફરી ચાલુ કરી જુઓ. એ જ રીતે ટાઇમઝોનના પેજ પર જઇને તમારું કરંટ લોકેશન અથવા તો તમે જેની તારીખ અને સમય સેટ કરવા માગતા હોય તો તે લોકેશન આપો. અહીંથી તમે તારીખ અને સમય મેન્યુઅલી પણ સેટ કરી શકશો.

ક્યારેક એવું પણ બને કે સમયની ખામી સુધારવા ફોનને ફક્ત થોડો સમય આપવાની જ જરૂર હોય! એટલે કે આપણે ફોનની ભૂલ સુધારવા માટે કોઈ કોશિશ ન કરીએ અને માત્ર ધીરજ રાખીએ તો પણ થોડા સમય પછી ફોન આપોઆપ પાછો સમય બતાવવા લાગે એવું બની શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!