(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હાલના વોટ્સએપમાં તમને કંઈ ખૂટતું હોય એવું લાગે છે?

એક-બે કે વધુ દાયકા પહેલાં આપણા હાથમાં સ્માર્ટફોન નહોતા ત્યારે આપણું જીવન નિરાંતે ચાલતું જ હતું. એ પહેલાં, ખર્ચ બચાવવા રાત્રે પીસીઓ બહાર લાઇન લગાવવામાં પણ આપણને વાંધો નહોતો. એ પહેલાંની પેઢીને, બીજે ગામ વાત કરવા માટે ટ્રંક કોલ બુક કરાવવામાં પણ તકલીફ નહોતી, એ પહેલાં…

મુદ્દો એ છે કે નવી ટેક્નોલોજી આપણા જીવનમાં એવાં ગજબનાં પરિવર્તન લાવી રહી છે, જેના વિના આપણને ચાલતું તો હતું, પણ એ પરિવર્તન આવ્યા પછી આપણને એ એવું ગોઠી જાય કે તેના વિના કેમ ચાલતું હતું એવો સવાલ થાય!

વોટ્સએપનું એવું જ છે.

બ્રાયન એક્ટન અને જેન કોઅમ નામના બે મિત્રો યાહૂમાંથી છૂટા થયા પછી, શું કરવું એનો વિચાર કરતા હતા. પહેલાં બંનેએ વર્લ્ડ ટુર પર નીકળવાનો વિચાર કર્યો, પણ ખિસ્સાં ઝડપથી ખાલી થયાં એટલે ફેસબુકમાં નોકરી માટે અરજી કરી. ત્યાં એમને નોકરી ન મળી અને આપણને વોટ્સએપની ભેટ મળી! આગળ જતાં, જે ફેસબુકે બંને મિત્રોને નોકરી નહોતી આપી, એ જ ફેસબુકે તેમની વોટ્સએપ કંપની ૧૯ અબજ ડોલરમાં ખરીદી!

પણ, ત્યાં સુધીમાં એ બંને મિત્રોની એપે આપણું જીવન  પણ બદલી નાખ્યું. વોટ્સએપની મજા એની સરળતામાં હતી, જે હજી ઘણે અંશે રહી છે. એટલે તો દાદા-દાદી અને નાના-નાનીને એમના સ્માર્ટફોનમાં બીજું કંઈ કરતાં ન આવડે કે ન આવડે, વોટ્સએપ પર ફેમિલી અને જૂના મિત્રો સાથે સંપર્કમાં રહેતાં ચોક્કસ આવડે.

આવા આ વોટ્સએપમં હજી કંઈક ખૂટે છે એવું કોઈ કહે તો? તમને કંઈક ખૂટતું હોય એવું લાગે છે?

એનો જવાબ વોટ્સએપમનો તમે કેટલો ને કેવો ઉપયોગ કરો છો એના પર છે.

તમે માત્ર ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે કનેક્ટેડ રહેવા વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો અત્યારની સ્થિતિ પણ ‘ભયો ભયો’ છે, પણ તમે કોઈ મોટી સ્કૂલના પ્રિન્સિપાલ હો, કોઈ સાવ નાની નહીં એવી કંપનીના માલિક હો ને તમે તમારા સ્ટુડન્ટ્સ કે કસ્ટમર્સ સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો તમે ચોક્કસ કહો કે ‘‘યે દિલ માંગે મોર!’’

આવા લોકો માટે, વોટ્સએપમાં એક ધરખમ ફેરફાર આવી રહ્યો છે. આપણા રોજિંદા ઉપયોગને તેનાથી કોઈ ફેર થશે નહીં, પણ જેમને અત્યારના વોટ્સએપમાં ઘણું ખૂટતું  લાગે છે એમની ફરિયાદનું ઘણે અંશે નિરાકરણ થઈ જશે.

નવી ટેક્નોલોજીની મજા આ જ છે – તેના વિના પણ આપણે મજાથી જીવીએ, બસ નાની મોટી ફરિયાદ કરીએ, પણ એના વિના કશું અટકી ન પડે. પછી જ્યારે કંઈક નવી જ સગવડ મળે, ત્યારે એનો આનંદ જુદો જ હોય!


આપણે પણ ઝડપથી વોટ્સએપ કમ્યૂનિટિમાં મળશું એવી આશા રાખીએ!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!