(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • એન્ડ્રોઇડ ઓટોનો નવો અવતાર
  • ફેસબુકની ચૂંટણીલક્ષી પહેલ
  • મેસેજિસ એપમાં પણ મેસેજ સ્ટાર કરવાની સુવિધા, જુદી રીતે
  • IIT સ્ટુડન્ટ્સને હાઇપરલૂપ પ્રોજેક્ટ માટે રેલવેનું ફંડિગ

જો તમારી કારમાં ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીનની સગવડ હશે અને તમે સ્માર્ટફોનમાંની એન્ડ્રોઇડ ઓટો એપથી ફોનને કારની સિસ્ટમ સાથે કનેક્ટ કરતા હશો તો એન્ડ્રોઇડ ઓટો એપથી તમે ખાસ્સા પરિચિત હશો (ડિસેમ્બર ૨૦૧૬ અંકમાં આપણે તેની વિગતવાર વાત કરી છે).

કારની સિસ્ટમ વિના પણ એન્ડ્રોઇડ ઓટોનો ઉપયોગ કરી શકાય, પરંતુ કાર સાથે કનેક્ટ કરવાથી વાત વધુ સગવડભરી બને. ઘરથી ઓફિસ વચ્ચે અંતર વધુ હોય તો એન્ડ્રોઇડ ઓટોની મદદથી ડ્રાઇવિંગ કરતી વખતે સલામત રીતે કેટલાંય કામ પતાવી શકાય, મેપ્સ, કૉલિંગ, મેસેજ ચેકિંગ, ન્યૂઝ અપડેટ્સ, ફેવરિટ પોડકાસ્ટ વગેરેનો લાભ કારના સ્ક્રીન અને સ્પીકર્સ પર વધુ સારી રીતે લઈ શકાય છે.

લાંબા સમયથી આ એન્ડ્રોઇડ ઓટો એપમાં કોઈ મોટા ફેરફાર નહોતા થયા, પરંતુ હવે સમાચાર છે કે ગૂગલ કંપની આ એપને રીડિઝાઇન કરી રહી છે. તેને કારણે મેપ્સમાં ડિરેકશન્સ જાણવી, વિવિધ પ્રકારના મીડિયા કંટ્રોલ કરવા અને વધુ ફીચર્સનો લાભ લેવાનું સરળ બનશે.

નવી ડિઝાઇનમાં સૌથી મોટો ફેરફાર સ્પ્લિટ સ્ક્રીન મોડનો છે. અત્યારની ડિઝાઇનમાં આપણે સ્ક્રીન પર કોઈ એક એપનો ઉપયોગ કરી રહ્યા હોઇએ તેમાંથી બીજીમાં જઇએ ત્યારે પહેલી એપ બંધ થાય છે. નવી ડિઝાઇનમાં મેઇન એપ એક તરફ ચાલુ રાખીને, બીજી બાજુ અન્ય એપ ઓપન કરી શકાશે.

નવી ડિઝાઈનમાં ગૂગલ આસિસ્ટન્ટ સાથેનું ઇન્ટિગ્રેશન વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. હવે કારની સિસ્ટમમાં એન્ડ્રોઇડ ઓટો એપ ચાલુ હોય ત્યારે સિસ્ટમ આપણા પર આવેલા મેઇલ્સ કે મેસેજના ફટાફટ રીપ્લાય આપવાનું સૂચવશે તેમ જ આપણે કોઈ સ્થળે જઇ રહ્યા હોઇએ ત્યારે લગભગ કેટલા સમયમાં ત્યાં પહોંચીશું એ વિશે કોઈ વ્યક્તિને ફટાફટ મેસેજ પણ મોકલી શકાશે. આ બધાં જ કામ રસ્તા પરથી નજર હટાવ્યા વિના માત્ર વોઇસ કમાન્ડથી શક્ય બનશે.

ચૂંટણી નજીક આવતાં જ જુદા જુદા રાજકીય પક્ષો, તેમના આઇટી સેલ, તેમણે હાયર કરેલી એજન્સી, તેમની છત્રછાયામાં ચાલતાં ટેક ગ્રૂપ્સ વગેરે એકદમ સક્રિય થઈ જાય છે અને સોશિયલ મીડિયા પર જાતભાતના સાચા-ખોટા મેસેજ, ક્રિએટિવ્સનો મારો શરૂ થઈ જાય છે, જેને, જે તે પક્ષના ભક્તો વાઇરલ બનાવતા રહે છે!

યુએસની ૨૦૧૬ની ચૂંટણીમાં આપણે જોયું હતું તેમ રશિયા જેવો દેશ ફેસબુક પર પેઇડ જાહેરાતોનો મારો ચલાવીને ચૂંટણીનાં પરિણામ બદલી શકે છે. આ વાતનું પુનરાવર્તન ટાળવા માટે હવે મેટા કંપનીએ ‘ફેસબુક ઓપન રિસર્ચ એન્ડ ટ્રાન્સપરન્સી (ફોર્ટ)’ નામે એક  પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેના હેઠળ, ફેસબુક પર ચૂંટણીના સંદર્ભે જે કોઈ રીતે એડવર્ટાઇઝિંગ થશે અને તેના માટે જે અલગ અલગ રીતે યૂઝર્સને ટાર્ગેટ કરવામાં આવશે તેની બધી જ વિગતો ફેસબુક જાહેર કરશે.

અલબત્ત, આ પ્રોગ્રામ યુએસને સંબંધિત છે, ભારતમાં તેનો ફાયદો મળવાની આશા નથી!

તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં આપણે ભવિષ્યમાં ફરી જોવા માગતા હોઇએ તેવા મેસેજને ‘સ્ટાર’ તરીકે માર્ક કરી શકીએ છીએ.


ચેટમાંના કોઈ પણ મેસેજને જરા લાંબો સમય પ્રેસ કરતાં સ્ક્રીન પર ઉપર એક કોન્ટેક્સ્ટ મેનૂ ઓપન થાય અને તેમાં સ્ટારની નિશાની જોવા મળે. તેને ક્લિક કરતાં આપણે પસંદ કરેલો મેસેજ સ્ટાર્ડ મેસેજની યાદીમાં ઉમેરાઈ જાય. ભવિષ્યમાં ક્યારેય આવા મેસેજ જોવા હોય ત્યારે જમણી તરફના મેનૂમાં જતાં સ્ટાર્ડ મેસેજ જોવાની લિંક મળે.

આ જ સુવિધા હવે ગૂગલ મેસેજિસમાં આવી ગઈ છે. પરંતુ બંનેમાં એક મહત્ત્વનો ફેરફાર છે. અત્યાર સુધી વોટ્સએપમાં અને ગૂગલ મેસેજિસમાં આપણે પોતાને મહત્ત્વના લાગે એ મેસેજને, પોતાની મરજી મુજબ સ્ટાર તરીકે માર્ક કરી શકતા હતા પરંતુ વાત ગૂગલની હોય ત્યારે તેમાં કોઈ ને કોઈ રીતે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ્સનો ઉપયોગ આવી જ જાય છે.

ગૂગલ મેસેજિસમાં આવી રહેલા ફેરફાર મુજબ મેસેજમાંના કન્ટેન્ટ મુજબ એપ પોતે આપણને સામેથી સૂચવશે કે આ મેસેજ સ્ટાર તરીકે માર્ક કરી લેવો છે?!

આનો અર્થ એ પણ થયો કે ગૂગલ મેસેજિસ એપ આપણા મેસેજમાં શું લખ્યું છે અને એ આપણે માટે મહત્ત્વનું છે કે નહીં તે જાણી શકશે!

વિશ્વમાં લાંબા સમયથી ટ્રાન્સપોર્ટેશનના ફિલ્ડમાં ‘હાઇપરલૂપ’ એક બઝવર્ડ બની ગયો છે (આપણે તેનો નવેમ્બર ૨૦૧૮ અંકમાં વિસ્તૃત પરિચય મેળવ્યો હતો). ભારતમાં પણ આ દિશામાં ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને હવે આઇઆઇટી મદ્રાસના વિદ્યાર્થીઓએ પણ હાઇપરલૂપ ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં ઝૂકાવ્યું છે. તેમણે ‘આવિષ્કાર’ નામે એક ટીમ ઊભી કરી છે અને તેણે હાઇપરલૂપનો એક ડેમો તૈયાર કર્યો છે. આ ટીમ કલાકના ૧૨૦૦ કિલોમીટરની ટોપ સ્પીડે ચાલી શકે તેવું હાઇપરલૂપનું મોડેલ તૈયાર કરી રહી છે.

હવે આ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સે ડેવલપ કરી હોય તેવી વિશ્વની સૌથી મોટી હાઇપરલૂપ ટેસ્ટિંગ ફેસિલિટી આઇઆઇટી મદ્રાસના કેમ્પસમાં ઊભી કરવા માગે છે. કોલેજના મુખ્ય કેમ્પસથી ૩૫ કિલોમીટર દૂર ‘ડિસ્કવરી’ નામના નવા કેમ્પસમાં ૫૦૦ મીટર લાંબી આ ફેસિલિટી ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે આઇઆઇટી મદ્રાસને કેન્દ્ર સરકારની રેલવે મિનિસ્ટ્રી દ્વારા ૮.૩૪ કરોડનું ફંડિંગ મળ્યું છે. તેમજ પ્રોજેક્ટની પ્રગતિ અનુસાર વધુ ફંડ ફાળવવાની ખાતરી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!