તમે ઇન્સ્ટાગ્રામ હેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાં ફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુ વિસ્તરી હોવા છતાં, ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે.

તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે નવો ફોટો લઈ તેને ઇન્સ્ટા પર શેર કરવા આગળ વધો ત્યારે તેના પર અલગ અલગ ફિલ્ટર ઉમેરી શકો છો. ફિલ્ટરના ઓપ્શન્સ તો ઘણા છે, પણ તમે ઇચ્છો તો પસંદગીના કોઈ ફિલ્ટરની સ્ટ્રેન્થમાં પણ વધઘટ કરી શકો છો. એ માટે…
- ઇમેજ માટે કોઈ એક ફિલ્ટર કરી, તે ફિલ્ટરની થમ્બનેઇલ ફરી ક્લિક કરો.
- આથી તેની તીવ્રતા એડજસ્ટ કરવાની સગવડ આપતું સ્લાઇડર મળશે.
- તેને ખસેડીને તમારા ફિલ્ટરને એડજસ્ટ કરો, ઇમેજ સંતોષજનક બની હોવાનું લાગે ત્યારે તેને શેર કરો!
