(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોનમાં બરાબર સમજી લો ટુ-ફેક્ટર વેરિફિકેશન

માત્ર પાસવર્ડથી આપણાં ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રહી શકતાં નથી એટલે તમામ જાણીતી ટેક કંપની તેના એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની સગવડ આપે છે.

તેમાં, એકાઉન્ટમાં લોગ-ઇન થવા માટે પાસવર્ડ ઉપરાંત, આપણા અન્ય ટ્રસ્ટેડ ડિવાઇસમાં મળતી માહિતીનો ઉપયોગ કરવાનો થાય છે. એપલ એકાઉન્ટમાં લાંબા સમયથી ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ થતો હતો, હવે તેનાથી પણ વધુ સલામતી આપતી ટુ-ફેક્ટર પદ્ધતિનો ઉપયોગ થાય છે.

તેનો લાભ લેવા માટે…

  • તમારા આઇફોનમાં સેટિંગ્સમાં, તમારા નામ પર ક્લિક કરી, પાસવર્ડ એન્ડ સિક્યોરિટીમાં જાઓ.
  • એ પછી તમે જે ફોન નંબર પર વેરિફિકેશન કોડ્સ મેળવવા માગતા હો તે નંબર આપવાનો રહેશે. પછી તમે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી શકશો.

એપલે હવે આઇફોન, આઇપેડ, મેક, એપલ ટીવી, વોચ તથા એપલની વેબસાઇટ્સમાં બધે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઉમેરી દીધું છે. આપણા એકાઉન્ટને સલામત બનાવવા માટે આ પ્રકારના ઓથેન્ટિકેશનને હવે બંધ કરી શકાતું નથી, એટલે તેને બરાબર સમજી લેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!