તમે પોતાના એપલ એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકો ત્યારે સામાન્ય રીતે, એપલ પૂછે તે સવાલોના જવાબ આપીને એકાઉન્ટ રીકવરી પ્રોસેસ કરી શકાય છે.
તેના વિકલ્પ રૂપે, તમારા એપલ એકાઉન્ટને હજી વધુ સલામત બનાવવા માટે તમે એક ‘રીકવરી કી’ પણ જનરેટ કરી શકો છો. રેન્ડમલી જનરેટ થતા પૂરા ૨૮ કેરેકટરની મદદથી આવી કી બને છે!

તમે તમારા એપલ આઇડીનો પાસવર્ડ ભૂલી ગયા હો અને પોતાની રીતે તેને રીસેટ ન કરી શકતા હો ત્યારે આ રીકવરી કીની મદદથી એપલ આઇડીમાં ફરી એક્સેસ મેળવી શકાય છે. આવી કી જનરેટ કરવા માટે…
- આઇફોનમાં સેટિંગ્સમાં તમારા નામ પર ક્લિક કરો.
- ‘પાસવર્ડ એન્ડ સિક્યોરિટી’માં જાઓ.
- હવે ‘રીકવરી કી’નો ઓપ્શન ઓન કરો.
- ‘યૂઝ રીકવરી કી’ પર ક્લિક કરો.
- હવે તમારા ડિવાઇસનો પાસકોડ આપ્યા પછી ૨૮ કેરેક્ટરની રીકવરી કી જોવા મળશે. તેને કાળજીપૂર્વક લખીને સાચવી રાખો.
ખાસ યાદ રાખશો કે આવી કી જનરેટ કરવી ફરજિયાત નથી. એ જનરેટ કરશો તો તેને સાચવવી એ તમારી જવાબદારી રહેશે અને એકાઉન્ટ રીકવરીની અન્ય પ્રોસેસ થઈ શકશે નહીં!

