આજકાલ વીમા કંપનીઓ આપણા ડિજિટલ ડેટાનો પણ વીમો ઉતારવા લાગી છે, પણ સૌથી નજીકની વ્યક્તિને આપણા ડિજિટલ એકાઉન્ટ્સની વિગતો જણાવી રાખવી એ સૌથી સહેલો ડિજિટલ વીમો છે!

એ વ્યક્તિને વિવિધ સર્વિસ માટે આપણા યૂઝરનેમ, પાસવર્ડ, તેમાં આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ, સિક્યોરિટી ક્વેશ્ચન્સ વગેરે બધી ખબર હોવી જોઈએ. ભારતીય પરિવારમાં આવું ચાલી જાય, પણ અમેરિકન કંપની એપલ આ કામ કાયદેસર રીતે કરવાની સગવડ આપે છે!
આઇફોન માલિકનું અવસાન થાય તો તેમના પછી એમના આઇફોન અને તેમાંની અંગત માહિતી સુધી કોણ પહોંચી શકે એ પહેલેથી નક્કી કરી શકાય છે. આવી વ્યક્તિ ‘લેગસી કોન્ટેક્ટ’ તરીકે ઓળખાય છે. આઇઓએસ ૧૫.૨ કે ત્યાર પછીના વર્ઝનમાં લેગસી કોન્ટેક્ટ સેટ કરી શકાય છે. એ માટે…
- આઇફોનના સેટિંગ્સમાં તમારા નામ પર ક્લિક કરો.
- ‘પાસવર્ડ એન્ડ સિક્યોરિટી’ અને તેમાં ‘લેગસી કોન્ટેક્ટ’માં જાઓ.
- અહીં સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરીને તમારો લેગસી કોન્ટેક્ટ ઉમેરી શકાય.

