(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • વોટ્સએપમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ હવે સૌને ઉપલબ્ધ
  • ભારત મોબાઇલ માટે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવશે!
  • આઇટીમાં ‘મૂનલાઇટિંગ’ : કર્મચારીઓને હવે ફરી ઓફિસમાં જવાની ઇચ્છા નથી!
  • ટ્વીટર પર પણ શોપિંગ સુવિધા ઉમેરાશે

આઠેક મહિના પહેલાં વોટ્સએપ કંપનીએ વોટ્સએપ માટે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ લોન્ચ કર્યો હતો. એ અગાઉ આપણે વોટ્સએપના ફોન નંબર આધારિત એકાઉન્ટનો માત્ર એક જ મોબાઇલમાં અથવા તે મોબાઇલ એકાઉન્ટને પીસી સાથે કનેક્ટ કરીને તેમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકતા હતા. એ પછી વોટ્સએપે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ આપતાં તેનો એક સાથે ચાર ડિવાઇસમાં ઉપયોગ શક્ય બન્યો. બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા ટીમ મેમ્બર્સ માટે આ સુવિધા બહુ કામની છે.

અત્યાર સુધી આ સુવિધા વોટ્સએપના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ હતી, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારની એપમાં ઉપલબ્ધ હતી. હવે વોટ્સએપ કંપનીએ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ બીટા એટલે કે પ્રાયોગિક ધોરણને બદલે સ્ટેબલ વર્ઝન તરીકે લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે આ ફીચર હવે વોટ્સએપના તમામ યૂઝર માટે એક્ટિવેટ થઈ જશે. એક જ નંબરથી વોટ્સએપનો એકથી વધુ ડિવાઇસમાં એક સાથે ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે આપણે  ‘સાયબરસફર’ના ઓગસ્ટ ૨૦૨૧ના અંકમાં વિગતવાર વાત કરી ગયા છીએ.

દરમિયાન, ફેસબુકની જેમ વોટ્સએપમાં પણ ગ્રૂપ પોલ ઉમેરવાનું ફીચર મળે તેવી શક્યતા છે. ટેલિગ્રામ અને ટ્વીટર પર પણ પોલ ક્રિએટ કરી શકાય છે. આનો મતલબ એ થયો કે ‘આ વીકેન્ડમાં નાની ટ્રીપ પર જવું? કે પછી સિટીમાં જ મૂવી કે રેસ્ટોરાંમાં જવાની મજા લેવી?’ એવા મુદ્દે ગ્રૂપમાં સામેલ બધા લોકોનો અભિપ્રાય લેવો હોય તો એ કામ હવે વોટ્સએપ પર પણ સહેલાઈથી થઈ શકશે.

ટેલિગ્રામમાં આવા પોલમાં એક સવાલના દસ વૈકલ્પિક જવાબો નક્કી કરી શકાય છે. ટ્વીટરમાં માત્ર ચાર વિકલ્પ આપી શકાય છે અને વધુ વિકલ્પ આપવા હોય તો નવા થ્રેડમાં ટ્વીટ કરવી પડે. એ રીતે વોટ્સએપમાં પોલમાં એક સવાલના કેટલા વિકલ્પો આપી શકાશે એ હજી સ્પષ્ટ નથી. વોટ્સએપની અન્ય ચેટ્સની જેમ પોલ પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહેશે એટલે માત્ર ગ્રૂપમાં સામેલ લોકો જ આપણો પોલ જોઈ શકશે અને તેમાં જવાબો આપી શકશે. આ ફીચર હજી ડેવલપમેન્ટ મોડમાં છે.

સમાચાર છે કે ભારત સરકાર સ્માર્ટફોન માટે ભારતની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવાનો વિચાર કરી રહી છે! હાલમાં સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ અને એપલની આઇઓએસ સિસ્ટમનો દબદબો છે.

પર્સનલ કમ્પ્યૂટરના ક્ષેત્રમાં માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું રાજ છે. પીસી માટે સરકારી કચેરીઓ તથા સરકારી શાળાઓમાં ઉબન્ટુ જેવી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમનું ભારતીયકરણ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સ્માર્ટફોનની બાબતે હજી પણ બધો મદાર એન્ડ્રોઇડ અને આઇઓએસ પર છે.

જોકે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીના રાજ્યકક્ષાના પ્રધાને કરેલી સ્પષ્ટતા મુજબ મોબાઇલ માટે ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવા હજી કોઈ ભંડોળ ફાળવાયું નથી.

પેલો જૂનો જોક યાદ છે? એક શિક્ષક કહે છે કે ‘‘મારી પાસે ટાટા-અંબાણી  (હવે અદાણી પણ!) જેટલી કંપની હોય તો હું એમના કરતાં વધુ કમાઈ બતાવું!’’ કઈ રીતે? જવાબ છે, ‘‘આપણે તો સાઇડમાં ટ્યૂશન પણ કરીએને!’’ ખાસ કરીને આઇટી ઇન્ડસ્ટ્રીમાં આને ‘મૂનલાઇટિંગ’ કહે છે અને વર્ક-ફ્રોમ-હોમની હાલની સ્થિતિમાં એમ્પ્લોઇઝનું મૂનલાઇટિંગ ટેક કંપનીઓ માટે ગ્રહણ બનવા લાગ્યું છે. દિવસ દરમિયાન ફૂલટાઇમ કોઈ એક કંપનીની નોકરી કરે અને રાત્રે (વર્ક-ફ્રોમ -હોમમાં દિવસે પણ) સાઇડ પ્રોજેક્ટ્સ પર કામ કરે એવા મૂનલાઇટર્સ પાછલાં બે વર્ષમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં બહુ વધી ગયા છે.

ભારતની એક આઇટી કંપનીનો એક એમ્પ્લોઇ આ રીતે એક સાથે સાત સાત કંપની માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું! આ બધા કારણે આઇટી ઇન્ડસ્ટ્રીમાં હવે વર્ક-ફ્રોમ-હોમ માટે વળતો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ગૂગલે તેના એમ્પ્લોઇને ચોથી એપ્રિલથી ઓફિસમાં પરત ફરવાનું જણાવી દીધું છે. જોકે કંપની હજી આ બાબતે બહુ મક્કમ લાગતી નથી.


કંપનીએ તેના એમ્પ્લોઇને અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ ઓફિસે આવવા જણાવ્યું છે. તેના બિલકુલ સામેના છેડે, પ્રોજેક્ટ ટ્રેકિંગ માટે ‘જિરા’ તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ‘ટ્રેલો’ જેવી સર્વિસ માટે જાણીતી, ઓસ્ટ્રેલિયાની એટલાસિસયન જેવી કંપનીએ તેના કર્મચારીઓને આખા વર્ષમાં હજી માત્ર ચાર દિવસ ઓફિસે આવવા જણાવ્યું છે!

આઇટી જગતમાં ટીમ લીડર્સના સ્થાને કામ કરતા લોકોને લાગે છે કે તેમના ટીમ મેમ્બર્સને વર્ક-ફ્રોમ-હોમ દરમિયાન એકથી વધુ કંપનીની માટે કામ કરવાની તક મળી ગઈ હોવાથી, તેઓ સહેલાઈથી ઓફિસમાં ફૂલ-ટાઇમ કામ કરવાનું સ્વીકારશે નહીં.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાંબા સમયથી ઇ-કોમર્સ સુવિધાઓ મળી ગઈ છે. એટલે કે વિવિધ પ્રકારના બિઝનેસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટ કેટેલોગ તૈયાર કરીને જે તે પ્લેટફોર્મ પરથી જ તેનું સેલિંગ કરી શકે છે.

વોટ્સએપની બિઝનેસ એપમાં પણ આવી સુવિધા મળી ગઈ છે. હવે સમાચાર છે કે ટ્વીટર કંપની પણ આ દિશામાં આગળ વધી રહી છે. શરૂઆતમાં ટ્વીટર માત્ર યુએસના અમુક બિઝનેસ યૂઝર્સને આ સુવિધા આપશે. આ સુવિધા હેઠળ વિવિધ કંપની પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રોફાઇલની સાથે કુલ ૫૦ પ્રોડક્ટ શોકેસ કરી શકશે. લોકો ટ્વીટર પર આ પ્રોડક્ટ જોયા પછી તેને ખરીદવા માગે તો તેમને પેમેન્ટ માટે જે તે કંપનીની વેબસાઇટ પર રીડાઇરેક્ટ કરવામાં આવશે.

ટ્વીટરે તેની આઇફોન એપમાં આ ફીચર લોન્ચ કરી દીધું છે અને હાલમાં વિવિધ કંપની પોતાના ટ્વીટર પ્રોફાઇલ પર પાંચ પ્રોડક્ટ બતાવી શકે છે. આની સાથોસાથ ટ્વીટર પર લાઇવ સ્ટ્રીમિંગ શોપિંગ પણ આવી રહ્યું છે. જેની મદદથી લોકો વિવિધ પ્રોડક્ટ વિશેના લાઇવ વીડિયો જોતાં જોતાં એની ખરીદી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!