(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ ઉપરાંત, પીસી/લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ કરવું છે?

ગુજરાતી સહિત ઘણી બધી ભાષામાં, લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ થઈ શકે છે. થોડી ગરબડ થતી રહેશે, પણ એ પછી સુધારી શકાય. ઇંગ્લિશમાં બહુ સારું પરિણામ મળશે.

વોટ્સએપમાં ઘણા લોકો મેસેજ ટાઇપ કરવાની કડાકૂટમાં પડવાને બદલે માઇક્રોફોનના આઇકન પર ત્રાટકીને વોઇસ મેસેજ રેકોર્ડ કરી મોકલી આપતા હોય છે. એના કરતાં, આ જુદી વાત છે!

તમારા સ્માર્ટફોનમાં ગૂગલનું જીબોર્ડ, માઇક્રોસોફ્ટનું સ્વિફ્ટકી કે સેમસંગ જેવી અન્ય કંપનીનું કીબોર્ડ હોય જેમાં વોઇસ ટાઇપિંગની સગવડ હોય તો તમે તેની મદદથી સહેલાઇથી, તમે બોલતા જાવ અને મોબાઇલના સ્ક્રીન પર ટાઇપ થતું જાય એ રીતે તમે ટાઇપિંગ કરી શકો છો. ઇંગ્લિશ ઉપરાંત હિન્દી, ગુજરાતી વગેરે ભાષા ઇનેબલ કરી હોય તો તેમાં પણ ટાઇપ કરી શકાય છે. ફક્ત આપણા ઉચ્ચારો સમજવાની સિસ્ટમને ટેવ પડવી જોઈએ.

આ તો સ્માર્ટફોનમાં વોઇસ ટાઇપિંગની વાત થઈ.

તમારે ખાસ્સું ટાઇપિંગ કરવાનું થતું હોય તો તમે  ઇચ્છો તો પીસી કે લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ થઈ શકે છે. તેનો સહેલો રસ્તો ગૂગલ ડ્રાઇવમાં મળે છે.

  • એ માટે તમારા ગૂગલ એકાઉન્ટથી ગૂગલ ડ્રાઇવમાં લોગ-ઇન થાઓ અને પછી બ્લેન્ક ગૂગલ ડોક ઓપન કરો. તેમાં ઉપરના મેનૂમાં ટૂલ્સમાં ‘વોઇસ ટાઇપિંગ’નો વિકલ્પ મળશે.
  • તેને ક્લિક કરતાં સ્ક્રીન પર માઇક્રોફોનના આઇકન સાથે એક નાની વિન્ડો ઓપન થશે.
  • તેમાં આપણી ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. તમે જોશો તેમ આમાં પણ ગુજરાતી સહિત ઘણી બધી ભારતીય ભાષા પણ સામેલ છે.
  • તમારા ઉચ્ચાર સ્પષ્ટ હશે અને નિશ્ચિત ગતિએ તમે બોલશો તો આ રીતે પીસી કે લેપટોપમાં પણ સરસ રીતે વોઇસ ટાઇપિંગ થઈ શકશે. થોડી ગરબડ થતી રહેશે, પણ એ પછી સુધારી શકાય.

આ પ્રકારની સર્વિસમાં તમે તેમાં જેટલું વધુ વોઇસ ટાઇપિંગ કરો અને તેને તમારો અવાજ વધુ સમજવાની કસરક કરાવો એટલાં વધુ સારાં પરિણામ મેળવી શકાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!