(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવા સમયની, બિલકુલ નવતર AR ગેમ્સ!

થોડાં વર્ષ પહેલાં ‘પોકેમોન ગો’ ગેમે જબરી ધમાલ મચાવી હતી. ત્યાં સુધી ગેમના બે જ પ્રકાર હતા – શેરીમાં રમો અથવા સ્ક્રીન પર રમો! પોકેમોન ગોએ શેરી અને સ્ક્રીનની ભેળસેળ કરી! આ પ્રકારની ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) ગેમ્સ, નામ મુજબ, વાસ્તવિક જગતમાં જુદાં જુદાં વર્ચ્યુઅલ એલિમેન્ટ્સનો ઉમેરો કરે છે.

મેટાવર્સની ચર્ચા ચાલ્યા પછી હવે એઆર આધારિત ગેમ્સ પણ ફરી ચર્ચામાં આવી છે. અત્યારે એપલ, ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ વગેરે બધી મોટી અને જાણીતી ટેક કંપની ઓગમેન્ટેડ રિયાલિટી પ્લેટફોર્મ્સ ડેવલપ કરી રહી છે અને એઆર આધારિત વિવિધ પ્રકારની એપ્સ રજૂ કરી રહી છે.

આપણે માટે એઆર એપ્સનો પહેલો અને સહેલો પરિચય મેળવવાનો રસ્તો, આપણા આઇફોન કે એન્ડ્રોઇડ ફોન પર તેની અજમાઈશ કરી જોવાનો છે. આઇફોન કે આઇપેડ માટે તમે સંખ્યાબંધ એઆર ગેમ્સ કે એપ્સ મેળવી શકો છો. ગૂગલે ‘એઆરકોર’ નામે એઆર પ્લેટફોર્મ્સ વિક્સાવ્યું છે. સારા એન્ડ્રોઇડ ફોન અને મોટા ભાગના આઇફોન તેને સપોર્ટ કરે છે. એઆર કમ્પેટિબલ ફોન ફોનના કેમેરા અને મોશન સેન્સરનો ઉપયોગ કરે છે એટલે આપણે ફોનમાં વાસ્તવિક જગત અને આભાસી બાબતોની બહુ સારી રીતે ભેળસેળ કરી શકીએ છીએ. એઆર એપ્સનો પૂરો લાભ લેવા માટે ફોનનું સીપીયુ પણ પાવરફુલ હોવું જરૂરી છે.

આ ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) ગેમ્સ ખરેખર શું ચીજ છે એનો સારો એવો અંદાજ મેળવવો હોય તો તમારા આઇફોનના એપ સ્ટોરમાં કે એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાં આ ગેમ સર્ચ કરી જુઓ : PuzzlAR: World Tour

બંને સ્ટોરમાં આ ગેમ ફ્રી નથી, ખરીદવી પડે તેમ છે, તમારા એન્ડ્રોઇડમાં એ ચાલે જ નહીં એવી પણ શક્યતા છે, પરંતુ તેની ઇમેજિસ કે વીડિયો જોતાં, એઆર ગેમ્સની મજા સમજાશે. આપણે અગાઉ ચિત્રોની જિગ્સો પઝલ્સ રમ્યા છીએ, એ ટુડી ગેમ છે, જ્યારે આ ગેમ કંઈક એવી જ, પણ ૩ડી છે. તેમાં આપણા ઘરના જ કોઈ ખૂણામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કે તાજમહાલનો એક બેઝ ઊભી કરી શકાય અને પછી ‘હવામાં તરતા’ જુદા જુદા પીસીઝ ‘હાથેથી ખેંચી લાવી’ આપણે એ ઇમારતનું કન્સ્ટ્રક્શન પૂરું કરવાનું! હવે વિવિધ કંપની આવી લર્નિંગ એપ્સ પણ ડેવલપ કરવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!