(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોઈ એપ વધુ પડતો ડેટા વાપરે છે? તપાસી જુઓ

આપણે પોતાના ફોનમાં મોટી સંખ્યામાં ઉપયોગી કે બિનઉપયોગી, નાની કે અત્યંત હેવી એપ્સ ઇન્સ્ટોલ કરી હોઈ શકે છે. આમાંથી કેટલીક એપ આપણું મોબાઇલ ડેટા કનેકશન વધુ પડતું ખેંચી જાય તો બીજી એપ્સના ઉપયોગ વખતે આપણને ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડતું  હોય તેવો અનુભવ થઈ શકે છે.

આવી સ્થિતિમાં તમારે ડિટેક્ટિવની હેટ પહેરીને કઈ એપ મુશ્કેલી સર્જી રહી છે તે શોધવું પડશે.

  • એન્ડ્રોઇડમાં સેટિંગ્સમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટમાં જાઓ અને તેમાં મોબાઇલ નેટવર્ક અને એપ ડેટા યૂઝેજમાં જાઓ.
  • અથવા સીધું જ ‘એપ ડેટા યૂઝેજ’ સર્ચ કરીને, તેના પેજ પર પહોંચો.
  • અહીં નિશ્ચિત સમયગાળામાં, ફોનમાંની જુદી જુદી એપે કેટલા પ્રમાણમાં ડેટાનો ઉપયોગ કર્યો તે જોવા મળશે.
  • જુદી જુદી એપ પર ક્લિક કરીને એ એપે ફોરગ્રાઉન્ડમાં એટલે કે આપણે પોતે તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે અને બેકગ્રાઉન્ડમાં, એટલે કે આપણે ઉપયોગ ન કરી રહ્યા હોઇએ ત્યારે પણ ડેટાનો કેટલો ઉપયોગ કર્યો તે જોઈ શકાશે.
  • અમુક એપ માટે આપણે બેકગ્રાઉન્ડ ડેટાનો ઉપયોગ અહીંથી બંધ કરી શકીએ છીએ.

ઘણી વાર એવું પણ બનતું હોય કે કોઈ એપ મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટાનો વધુ પડતો ઉપયોગ કરતી હોવાનું ધ્યાનમાં આવે એ પછી એપના ડેવલપર પોતે એપની આ ખામી સુધારી લે અને તેના વર્ઝનને અપગ્રેડ કરે.

આથી આપણે ફોનમાંની બધી એપ્સને નિયમિત રીતે અપડેટ કરતા રહીએ તો અમુક એપને કારણે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડી જતું હોવાની સમસ્યાથી બચી શકવાની સંભાવના વધી જાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!