(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘ડેટા સેવર’ મોડની જરૂર ન હોય તો બંધ રાખી શકાય

આપણે ભલે કોરોનાને દોષ દઈએ, એના આવ્યા પહેલાંથી જ આપણા સૌનો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી ગયો છે. એ જ રીતે ફોનમાંની એપ્સ પણ વધુ ને વધુ પાવરફુલ બનતી જાય છે. આ બંને કારણે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ સતત વધતો જાય છે.

ખાસ કરીને ભારતમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણી સસ્તા થયા છે એટલે આપણે માટે આ બહુ મોટી ચિંતાનો વિષય નથી, પરંતુ એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં ઇન્ટરનેટ ડેટાના ઉપયોગમાં બચત કરવાની કેટલીક સગવડ આપવામાં આવે છે.

‘ડેટા સેવર’ મોડ તરીકે ઓળખાતી આ વ્યવસ્થા અમુક ખાસ કિમિયા અજમાવીને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાની ખપત ઘટાડે છે. બેકગ્રાઉન્ડમાં પણ ડેટાનો ઉપયોગ કરતી એપ્સ પર આપણે ડેટા સેવર મોડથી આપોઆપ રોક લગાવી શકીએ છીએ.

આ સગવડ ઘણા લોકોને બહુ કામની છે, પરંતુ આપણને સસ્તા ભાવે લગભગ અનલિમિટેડ ડેટા મળતો હોય તો ફોનમાં ડેટા સેવર મોડની આપણે જરૂર નથી. (એન્ડ્રોઇડ ક્રોમમાં આ સગવડ હવે બંધ થવામાં છે). આપણે જો ફોનમાં આ મોડ ઇનેબલ કર્યો હોય તો તેને કારણે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડતું હોય એવું લાગી શકે. 

આના ઉપાય તરીકે એન્ડ્રોઇડમાં સેટિંગ્સમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટમાં જાઓ અને તેનો ડેટા સેવર મોડ ઓન હોય તો તેને બંધ કરી જુઓ. આઇફોનમાં આ મોડ ‘લો ડેટા મોડ’ તરીકે ઓળખાય છે. તમે સેટિંગ્સમાં સેલ્યુલર અને તેમાં સેલ્યુલર ડેટા ઓપ્શન્સમાં જઇને આ મોડ બંધ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!