(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોનની માસ્ટરકી – એપલ આઇડી

તમે આઇફોન કે એપલના અન્ય કોઈ ડિવાઇસનો ઉપયોગ કરતા હશો તો તમારું એપલ આઇડી હશે જ. એપલની વિવિધ સર્વિસ માટે એપલ આઇડી માસ્ટર કી સમાન છે.

એપસ્ટોર, એપલ મ્યુઝિક, આઇક્લાઉડ, ફેસટાઇમ વગેરે દરેક સર્વિસનો ઉપયોગ કરવા માટે એપલ આઇડી અનિવાર્ય છે. ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડની મદદથી એપલ આઇડી બને છે, અમુક સંજોગમાં ઇ-મેઇલ એડ્રેસને બદલે ફોન નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે. 

તમારા આઇફોનમાં સેટિંગ્સમાં જઈ, તમારા નામ પર ક્લિક કરીને તમારા એપલ આઇડી સંબંધિત વિગતો તપાસી શકશો. આ આઇડીને સલામત રાખવા પાસવર્ડ, સિક્યોરિટી ક્વેશ્ચન્સની વિગતો, વેરિફિકેશન કોડ્સ, રિકવરી કી કે અન્ય કોઈ વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.

તમે આઇઓએસ ૧૩.૪ કે ત્યાર પછીનું વર્ઝન ધરાવતા આઇફોન માટે નવું એપલ આઇડી ક્રિએટ કર્યું હશે તો તેમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશનનો આપોઆપ ઉપયોગ થતો હશે. તમારું એપલ આઇડી જૂનું હોય અને તેમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન ઓટોમેટિકલી ઓન ન હોય તો આ સુવિધા ઓન કરી લેવી ચોક્કસ હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!