(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સિમ કામ કરતું બંધ થઈ ગયું? તરત ધ્યાન આપવા જેવી વાત

ક્યારેક એવું બને કે તમારા ફોનમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટ ડેટા જ નહીં, મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ જાય. આથી સાદા ફોન તરીકે પણ આપણે આપણા ફોનનો ઉપયોગ ન કરી શકીએ. આવી સ્થિતિમાં ફોનમાં સૌથી ઉપરના ભાગે ‘નો સિગ્નલ’નું ચિહ્ન જોવા મળે છે. આ એકદમ સતર્ક થઈ જવાનો સંકેત છે.

આપણે ઘણી વાર અખબારમાં વાંચીએ છીએ તેમ કોઈ હેકર ‘કોઈક રીતે’ આપણા જ નંબરનું બીજું સિમકાર્ડ મેળવી તેને એક્ટિવેટ કરી લે તો આપણા ફોનમાં મોબાઇલ સિગ્નલ મળવાનું બંધ થઈ જાય છે અને આપણા ફોન કોલ ઉપરાંત બેંકના ઓટીપી સુધ્ધાં પેલા ગઠિયાએ એક્ટિવેટ કરેલા બીજા સિમકાર્ડમાં પહોંચવા લાગે છે! આવી છેતરપિંડી કરવી હવે મુશ્કેલ બની છે, પરંતુ અશક્ય નથી.

જો તમારા ફોનમાં મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ ગયું હોય તો તેનું એક કારણ આવી ગંભીર છેતરપિંડી હોઈ શકે અને બીજું કારણ કોઈક રીતે સિમકાર્ડની ફોન સાથેની કનેક્ટિવિટીમાં સર્જાયેલી ગરબડ હોઈ શકે. આવું હોય તો આપણે કોઈ ચિંતાની વાત નથી.

ફક્ત ફોન સંપૂર્ણપણે પાવર ઓફ કરી, કાળજીપૂર્વક સિમ બહાર કાઢો અને તેના સ્લોટમાંથી પણ બહાર કાઢી, ફરી ગોઠવીને ફોનમાં ઇન્સર્ટ કરો અને ફોન ચાલુ કરો. જો મોબાઇલ સિગ્નલ ફરી મળવાનું ચાલુ થઈ જાય તો રાહતનો ઊંડો શ્વાસ લો – તમારી સાથે કોઈ મોટી છેતરપિંડી થઈ નથી!

જો મોબાઇલ સિગ્નલ ચાલુ ન થાય તો તાબડતોડ તમારી ફોન કંપનીનો સંપર્ક કરો, નહીંતર ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!