(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન માટે કેબલ સારો કે વાઇ-ફાઇ?

તમારા ઘરમાં પણ લેપટોપનો ઉપયોગ વધ્યો હોય, તો આ પ્રશ્ન તમને પણ થતો હશે. જોઈએ કેબલ કે વાઇ-ફાઇમાં વિનર કોણ છે?

જે રીતે આપણા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે બે વિકલ્પ હોય છે  – એક મોબાઇલ ડેટા અને બીજો વાઇ-ફાઇ, એ જ રીતે લેપટોપ કે પીસીમાં ઇન્ટરનેટ કનેકશન મેળવવા માટે આપણી પાસે બે રસ્તા હોય છે – એક વાઇ-ફાઇ અને બીજો ઇથરનેટ કેબલથી કનેકશન!

વાઇ-ફાઇ કનેકશન મેળવવા માટે વળી પાછા બે રસ્તા છે, એક આપણા ઘર કે ઓફિસમાં કોઈ પણ બ્રોડબેન્ડ કંપનીનું ઇન્ટરનેટ માટેનું કેબલ કનેકશન હોય અને તેમાંથી આપણે વાઇ-ફાઇ સિગ્નલ્સ મેળવી શકીએ, બીજો રસ્તો મોબાઇલમાંથી જ પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેકશન માટે વાઇ-ફાઇ સિગ્નલ મેળવવાનો છે.

જો આપણે બ્રોડબેન્ડ કંપનીનું ઇન્ટરનેટ કેબલ કનેકશન મેળવ્યું હોય તો તેના રાઉટરમાંથી એક કેબલ પીસીમાં કનેક્ટ કરીને ઇન્ટરનેટ કનેકશન મેળવીએ છીએ. આવા કેબલને ‘ઇથરનેટ કેબલ ’ કહે છે. બીજી બાજુ, મોબાઇલ અને લેપટોપમાં એ જ રાઉટરમાંથી મળતાં વાઇ-ફાઇ સિગ્નલ મેળવી શકાય (તમે ઇચ્છો તો પીસીમાં પણ માંડ ૩૦૦-૪૦૦ રૂપિયાનું એક નાનું યુએસબી જેવું ડોંગલ મેળવીને તેમાં પણ વાઇ-ફાઇથી ઇન્ટરનેટ કનેકશન મેળવી શકો છો)

ટૂંકમાં પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેકશન મેળવવાના બે રસ્તા છે – કેબલ કનેક્ટ કરીને અથવા વાઇ-ફાઇ સિગ્નલથી.

સવાલ એ છે કે જ્યારે બંને વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યારે ક્યો રસ્તો અજમાવવો જોઇએ? કઈ રીત વધુ સારી ગણાય?  જવાબ મેળવવા માટે આપણે વિવિધ પાસાંનો વિચાર કરવો પડે.

સૌથી પહેલી વાત એ કે ઇન્ટરનેટ કનેકશનની ઝડપ અને ગુણવત્તાનો બધો આધાર આપણી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની તરફથી મળતી ઇન્ટરનેટ બેન્ડવિડ્થ પર છે. એ સારી હોય તો ત્યાર પછી કેબલ કનેકશન સારું કે વાઇ-ફાઇ તેનો વિચાર કરવાનો રહે.

સામાન્ય રીતે એવું કહી શકાય કે વાત ઝડપની હોય ત્યારે વાઇ-ફાઇ કરતાં કેબલ કનેકશનમાં વધુ સારી સ્પીડ મળે છે. વાઇ-ફાઇ સિગ્નલ રાઉટરમાંથી મોટા વિસ્તારમાં પ્રસરતાં હોય અને તેને ડોંગલ કે અન્ય રીતે ઝીલીને પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેકશન મેળવવામાં આવે ત્યારે કેબલ જેટલી સારી સ્પીડ મળતી નથી. કારણ કે કેબલ કનેકશનમાં ડેટાને ફ્લો થવામાં અન્ય કોઈ અવરોધ રહેતો નથી. શરત માટે એટલી કે કેબલ સારી ક્વોલિટીનો હોવો જોઇએ. સિગ્નલ ક્વોલિટીની વાત કરીએ તો પણ કેબલ કનેકશન વાઇ-ફાઇ કરતાં બહેતર કનેક્ટિવિટી આપી શકે છે.

જ્યારે ઇન્ટરનેટ કનેકશનની વાત હોય ત્યારે ‘લેટેન્સી’નો પણ વિચાર કરવો જોઇએ. લેટેન્સી સાદા શબ્દોમાં સ્પીડને સંબંધિત બાબત છે. રાઉટરમાંથી કેબલ કે વાઇ-ફાઇ સિગ્નલ મારફત આપણા પીસી કે લેપટોપ સુધી ડેટાનો પ્રવાહ વહે અને એ જ રીતે ડેટાની ઊંધી સફર થાય તેમાં સમયનો જે તફાવત રહે તેને ‘લેટેન્સી’ કહે છે. કેબલ કનેકશન કરતાં વાઇ-ફાઇ સિગ્નલમાં લેટેન્સીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

સ્પીડ, લેટેન્સી, સિક્યોરિટી વગેરે બધી જ રીતે, વાઇ-ફાઇ કરતાં કેબલથી નેટ કનેક્શન મેળવવું વધુ સારું છે.

સામાન્ય સર્ફિંગ કરતી વખતે આ તફાવત આપણને તરત ધ્યાનમાં આવે નહીં પરંતુ કોઈ હેવી ગેમ રમતી વખતે લેટેન્સી તરત પરખાય અને ગેમિંગમાં સ્મૂધ અનુભવ મળે નહીં. આ બાબતે પણ વાઇ-ફાઇ કનેકશન કરતાં કેબલ કનેકશન વધુ ચઢિયાતું છે.

સરખામણી હજી આગળ વધારીએ તો કેબલ કનેકશન અને વાઇ-ફાઇમાં કોણ વધુ પાવર ખર્ચે તેનો પણ વિચાર કરવો જોઈએ. આ બાબતનો આધાર જુદા જુદા ઘણાં પાસાં પર છે પરંતુ સરવાળે આમાં પણ કેબલ કનેકશન વિજેતા સાબિત થાય છે.


સિક્યોરિટીની રીતે જોઇએ તો વાઇ-ફાઇમાં કેબલ કનેકશન જેટલી સિક્યોરિટી નથી. કેબલ કનેકશનમાં આપણા અડોશી-પડોશી લંગસિયું નાખીને આપણાં સિગ્નલ ચોરી શકે નહીં, વાઇ-ફાઇમાં એવું શક્ય છે!

આમ ઓવરઓલ ઉપયોગની વાત કરીએ તો તમે ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ જ બેસીને ઓફિસનું કામકાજ કરતા હો તો લેપટોપમાં કેબલથી કનેકશન મેળવવું બધી રીતે લાભદાયી રહેશે.

હા, તમે લહેરથી કામ કરવા માગતા હો અને ક્યારેક મન થાય ત્યારે સોફા પર, બીનબેગમાં કે હિંચકે બેસીને કામ કરવું હોય ત્યારે તો વાઇ-ફાઇનો એક માત્ર વિકલ્પ રહે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!