(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપલને ભરોસાપાત્ર મિત્રો જણાવો

ફેસબુક, ગૂગલ વગેરે બધી જાણીતી કંપની હવે આ સગવડ આપે છે – તમે તમારા પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકતા હો અને તમારા વિશ્વાસપાત્ર મિત્રોની ઓળખ પહેલેથી તમે જે તે કંપનીને આપી રાખી હોય, તો એ મિત્રોની મદદથી કંપની ખાતરી કરે છે કે આપણે ‘આપણે પોતે જ’ છીએ!

એપલ પણ આ રીતે તમારા એપલ આઇડી એકાઉન્ટમાં ‘એકાઉન્ટ રીકવરી કોન્ટેક્ટ’ ઉમેરવાની સગવડ આપે છે. કોઈ સંજોગમાં તમે પોતે તમારા એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકો ત્યારે એકાઉન્ટ રીકવરી કોન્ટેક્ટ તરીકે જેમની મદદ લઈ શકાય એવા ભરોસાપાત્ર એક કે વધુ મિત્રોના નામ એપલને આપી શકાય છે, તેઓ તમારો ડેટા જોઈ નહીં શકે, પણ તમને ફરી એક્સેસ મેળવવામાં મદદરૂપ થઈ શકશે (એમની ઉંમર ૧૬ વર્ષથી વધુ અને એમની પાસે એપલ ડિવાઇસ હોવું જરૂરી છે).

એ માટે આઇફોનના સેટિંગ્સમાં જાઓ. તમારા નામ કે એપલ આઇડી પર ક્લિક કરો અને ‘પાસવર્ડ એન્ડ સિક્યોરિટી’ સેકશનમાં ‘એકાઉન્ટ રીકવરી’માં જાઓ. ‘એડ રીકવરી કોન્ટેક્ટ’ પર ક્લિક કરી આગળ વધો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!