(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • હવે આવે છે ઇન્ટરનેટ વિના યુપીઆઇની સગવડ
  • વોટ્સએપ બિઝનેસમાં નવી સગવડ
  • ફેસબુકનું નવું પ્રાઇવસી હબ

વર્ષ ૨૦૧૬માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સર્વિસ લોન્ચ થયા પછી, પહેલાં નોટબંધી અને પછી કોરોનાના પ્રસાર જેવાં વિવિધ કારણોસર યુપીઆઇ આધારિત ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. સીધાં બે બેન્ક ખાતાં વચ્ચે રકમની લેવડદેવડ કરવાની આ પદ્ધતિઓમાં વિવિધ બેન્ક્સની એપ્સ ઉપરાંત ખાનગી અને પોપ્યુલર એપ્સમાં પણ આ સુવિધા આપવાની પહેલને કારણે પણ યુપીઆઇથી પેમેન્ટ ઘણું વધ્યું છે.

અત્યાર સુધી, આપણે કોઈ પણ જગ્યાએ યુપીઆઇથી પેમેન્ટ કરવું હોય ત્યારે ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન ઓન હોવું જરૂરી રહ્યંુ છે, પણ આ સ્થિતિ ઝડપથી બદલાય તેવી શક્યતા છે. રિઝર્વ બેન્કે આ વર્ષની શરૂઆતમાં જ, રૂ. ૨૦૦ સુધીની રકમ માટે ઓફલાઇન ડિજિટલ પેમેન્ટને મંજૂરી આપી દીધી છે.  શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં આ સગવડ શરૂ થશે. તે મુજબ, સાદા ફીચર ફોનમાં માત્ર એસએમએસની મદદથી યુપીઆઇ આઇડી ક્રિએટ કરી શકાશે અને ત્યાર પછી ઘણી સહેલાઈથી, ઇન્ટરનેટ કનેક્શન વિના યુપીઆઇ મારફત રૂપિયાની લેવડદેવડ કરી શકાશે. હાલમાં યુએસએસડી નામે ઓળખાતી પદ્ધતિથી, યુપીઆઇ હેઠળ ઓફલાઇન લેવડદેવડ થઈ શકે છે, પરંતુ આ પદ્ધતિ બિલકુલ સફળ થઈ નથી. નવી પદ્ધતિ કેટલી લોકપ્રિય થઈ શકે છે એ જોવાનું રહ્યું.

વોટ્સએપે જાન્યુઆરી ૨૦૧૮માં ખાસ બિઝનેસ ઉપયોગ માટેની ‘વોટ્સએપ બિઝનેસ’ એપ લોન્ચ કર્યા પછી બિઝનેસ પ્રમોશન તથા કસ્ટમર સાથે સૌથી ઝડપી કમ્યુનિકેશન માટે વોટ્સએપમાં ઘણી નવી સગવડો મળી છે. બિઝનેસ માટેના આ વર્ઝનમાં હમણાં એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે, જે આ એપની ઉપયોગિતા ચોક્કસપણે વધારશે.

આ નવું ફીચર સર્ચ સંબંધિત છે. આ ફીચરની મદદથી વોટ્સએપ બિઝનેસ એપના યૂઝર્સ તેમના પર આવેલા મેસેજને જુદી જુદી રીતે ફિલ્ટર કરી શકશે અને એ રીતે મેસેજિસને વધુ સારી રીતે મેનેજ કરી શકશે. ઇમેઇલની જેમ, આ ફીચરની મદદથી વોટ્સએપ બિઝનેસ એપમાં આવેલા મેસેજિસને પોતે સેવ કરેલા કોન્ટેક્ટ્સ તરફથી આવેલા મેસેજ, અજાણ્યા નંબર તરફથી આવેલા મેસેજ તથા પોતે હજી વાંચ્યા ન હોય એવા મેસેજને અલગ તારવી શકાશે. આ ઉપરાંત એપમાં સર્ચ પણ વધુ ધારદાર બનાવી શકાશે. આ ફીચર વોટ્સએપ બિઝનેસની એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપમાં આવી રહ્યું છે. !

પ્રાઇવસીની બાબતે સતત વિવાદમાં રહેતી મેટા કંપનીએ આ બાબતે યૂઝરને વધુ જાણકારી આપવા માટે એક નવું પ્રાઇવસી સેન્ટર લોન્ચ કર્યું છે. આ પેજિસ પર આપણને ફેસબુકમાંના આપણા ડેટાને સંબંધિત સિક્યોરિટી, શેરિંગ, કલેકશન, યૂઝ, અને એડ્સ એમ પાંચ બાબતો વિશે માહિતી મળશે. આ પાંચેય મુદ્દાઓ વિશે આપણને ક્યા ક્યા કંટ્રોલ મળે છે તેની જાણકારી અહીંથી મળશે.

જેમ કે સિક્યોરિટીના મુદ્દામાં આપણે ફેસબુકનું એકાઉન્ટ કેવી રીતે સિક્યોર રાખી શકીએ અને ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન સેટ કરી શકીએ તે જાણવા મળશે. શેરિંગ સંબંધિત પેજમાં આપણી પોસ્ટ કોણ કોણ જોઈ શકે છે અને આપણે તેને કેવી રીતે મેનેજ કરી શકીએ તે વિશે વધુ માહિતી મળશે.  અલબત્ત હાલમાં  આ નવું પ્રાઇવસી સેન્ટર માત્ર યુએસના કેટલાક યૂઝર્સને અને એ પણ ફેસબુકના માત્ર ડેસ્કટોપ વર્ઝનમાં ઉપલબ્ધ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!