આપણા જીવન પર સ્માર્ટફોન એટલો હાવી થઈ ગયો છે કે થોડા સમય માટે તેમાં કંઈક ખોટકો હોવાનું લાગે તો આપણો જીવ અધ્ધર થઈ જાય! જેમ કે ફોનને ઓન કરવા માટે આપણે પાવર બટન પ્રેસ કરીએ, તેમ છતાં ફોન ઓન થાય જ નહીં તો? ટેન્શનમાં આવી જવાની જરૂર નથી.
ફોનઆપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટ પર આપણે જે સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીને કંઈ પણ એક્ટિવિટી કરીએ એ સર્વિસ આપણા વિશે પાર વગરનો ડેટા એકઠો કરતી જાય છે. ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે માત્ર વધુ ગાજતાં નામ છે. એ સિવાયની બધી સર્વિસ પણ આપણા વિશે ઘણું જાણતી હોય છે. જેમ કે ટ્વીટર પર તમારું એકાઉન્ટ હોય તો ટ્વીટર પણ તમારા વિશે ડેટા એકઠો કરવામાં કોઈ કસર છોડતી નથી.

એ તો દેખીતું છે કે આપણે ટ્વીટર પર શેર કરેલી તમામ ટ્વીટ તથા ટ્વીટર પર અન્ય લોકોને મોકલેલા પ્રાઇવેટ મેસેજ પણ ટ્વીટરમાં સચવાઈ રહે છે. આ માહિતી તમારે જાણવી હોય તો મોબાઇલ અથવા ડેસ્કટોપ પરથી તમે ટ્વીટર પરનો તમારો તમામ ડેટા ડાઉનલોડ કરી શકો છો.
- એ માટે પીસી અથવા મોબાઇલ એપમાં ટ્વીટરમાં લોગઇન થાઓ.
- તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને અથવા સ્ક્રીન પર જમણી તરફ સ્વાઇપ કરીને મેનૂ ઓપન કરો.
- તેમાં ‘સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી’ અને તેમાં ‘યોર એકાઉન્ટ’ પર ક્લિક કરો.
- અહીં ‘ડાઉનલોડ એન આર્કાઇવ ઓફ યોર ડેટા’ એવો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં ટ્વીટરનો આપણો પાસવર્ડ પૂછવામાં આવશે અને પછી કંપની ટ્વીટર પરનો આપણો તમામ ડેટા ઈ-મેઇલ દ્વારા મોકલી આપશે.
ટ્વીટર પર આપણે ખાસ્સા સક્રિય હોઇએ તો આ ડેટા મેળવવામાં ૨૪ કલાક કે તેથી વધુ સમય પણ લાગી શકે છે. એ સિવાય, ટ્વીટરમાં એકાઉન્ટ ધરાવતી દરેક વ્યક્તિ વિશે ટ્વીટરને કેટલી માહિતી મળે છે તેના પર પણ એક નજર ફેરવી લઇએ.
એકાઉન્ટની માહિતી
આપણા એકાઉન્ટમાં આપણે આપેલી પ્રાથમિક માહિતી જેમ કે યૂઝર નેમ, ઈ-મેઇલ એડ્રેસ, ફોન નંબર, એકાઉન્ટ ક્યારે ક્રિએટ કર્યું તેની વિગત, જન્મ તારીખ, લિંગ, ઉંમરની રેન્જ અને લોકેશન.
એકાઉન્ટની હિસ્ટ્રી
આપણે ટ્વીટરમાં જ્યારે જ્યારે લોગઇન થયા હોઇએ તેની વિગતો ટ્વીટર બરાબર સાચવી રાખે છે. તેની સાથોસાથ આપણે જે જે લોકેશનમાંથી ટ્વીટર એક્સેસ કર્યું હોય તેની વિગત પણ તે સાચવે છે.
એપ્સ અને ડિવાઇસીસ
આપણે જે જે બ્રાઉઝર અને ડિવાઇસમાંથી ટ્વીટર એક્સેસ કર્યું હોય તેની વિગતો અને કોઈ એપમાં ટ્વીટર એકાઉન્ટથી લોગઇન થયા હોઇએ તો તેની વિગતો.
એકાઉન્ટ એક્ટિવિટી
કોઈ લોકોને આપણે ટ્વીટર પર બ્લોક કે મ્યૂટ કર્યા હોય તેની વિગતો.
ઇન્ટરેસ્ટ અને એડ્સ ડેટા
આપણા એકાઉન્ટમાંની વિગતો અને ડિવાઇસ સંબંધિત વિગતોને આધારે ટ્વીટર આપણને કઇ કઇ બાબતોમાં રસ હશે તેના અનુમાન બાંધી લે છે. ટ્વીટર પર જાહેરાત આપતી કઈ કંપનીઓએ તેના ટાર્ગેટ ઓડિયન્સમાં આપણને ઉમેરી દીધા છે તે પણ જાણી શકાય છે.

