સોશિયલ મીડિયા એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે, પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવો પડે છે.
ઇન્સ્ટાગ્રામ પર તમે, જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારે લાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે, તમે તમારા કોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન ડોટ પરથી, એ અત્યારે લાઇવ હોવાનું જાણી શકો છો. આનો અર્થ એ થયો કે, બીજા લોકો આવું જ તમારા વિશે જાણી શકે છે!

અલબત્ત, તમે ઇચ્છો તો ઇન્સ્ટાગ્રામ પર તમે તમારું એક્ટિવિટી સ્ટેટસ ઓફ રાખી શકો છો, શરત એટલી તો તમારે બીજા લોકોનાં એક્ટિવિટી સ્ટેટસ જાણવાની ઇચ્છા પણ જતી કરવી પડે (વોટ્સએપના ‘લાસ્ટ સીન’ ફીચર જેવી જ આ વાત છે).
આ સેટિંગ્સ તપાસવા, તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં પ્રાઇવસી અને તેમાં ‘એક્ટિવિટી સ્ટેટસ’માં જાઓ. અહીં તમે તેને ઓફ કરી શકશો.
