(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વાંચનનું સ્વરૂપ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, પણ વાંચનની મજા હજી એની એ જ છે. તમને પુસ્તકોની દુનિયા ગમતી હોય તો સ્માર્ટફોનમાં કિન્ડલ એપ ઇન્સ્ટોલ કરો.

સવાલનો જવાબ જાણતાં પહેલાં, એને જ સંબંધિત, પણ બિલકુલ જુદી વાત. આ વર્ષે જાન્યુઆરીમાં દુનિયાનો સૌથી મોટો ટેક શો ‘કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ-૨૦૨૨’ અમેરિકામાં યોજાયો ત્યારે એમાં રજૂ થયેલી એક કાર પર સૌની નજર ખેંચાઈ – ખરા અર્થમાં! આ કાર આંખના પલકારામાં રંગ બદલી શકે છે!

અત્યારે તમે તમારી કારના કલરથી (મોટા ભાગે તો કલર જ નહીં, વ્હાઇટ!) કંટાળો, તો કારને નવો લૂક આપવા માટે ખર્ચ કરવો પડે. બીએમડબલ્યુ કંપની આપણે કાર ખરીદીએ ત્યારે જ આ ખર્ચ વસૂલીને ભવિષ્યમાં મન થાય ત્યારે પલકવારમાં કારનો કલર બદલવાની સુવિધા આપવા તરફ આગળ વધી રહી છે!

સીઇએસ ૨૦૨૨ દરમિયાન કંપનીએ ‘આઇએક્સફ્લો’ નામે એક કન્સેપ્ટ કાર રજૂ કરી. આ કારમાં ઇ-ઇન્ક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પલકવારમાં આખી કારનો કલર તથા ડિઝાઇનની પેટર્ન બદલી શકાય છે. આ માટે કારની બહારની સપાટી પર ખાસ પ્રકારની ‘ઇ-ઇન્ક’નું કોટિંગ કરવામાં આવે છે.

કંપનીના કહેવા અનુસાર ઇ-ઇન્કનો ઉપયોગ કરવાના બીજા ફાયદા પણ છે. ગરમીના દિવસોમાં કારની બહારની સપાટી વ્હાઇટ રાખવામાં આવે તો તે તડકાને વધુ પ્રમાણમાં રિફ્લેક્ટ કરતી હોવાને કારણે કારનો અંદરનો ભાગ પ્રમાણમાં ઠંડો રહી શકે છે. ઠંડીના દિવસોમાં કારની બહારની સપાટી બ્લેક હોય તો તે વધુ પ્રમાણમાં તડકો શોષતી હોવાને કારણે કારની અંદરનું વાતાવરણ ગરમ રહી શકશે. જોકે આગળ કહ્યું તેમ આ માત્ર કન્સેપ્ટ કાર છે. કંપની આવી વાસ્તવિકતાનું પ્રોડકશન કરશે કે નહીં તે નક્કી નથી.

કઈ ટેક્નોલોજીથી આ કરામત થાય છે?

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આખી કારનો રંગ પલકવારમાં બદલવા માટે કંપનીએ જે ઇન્ક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તે ‘કિન્ડલ’ જેવા ઇ-રીડર ટેબલેટ્સમાં વપરાતી ટેકનોલોજી જ છે!

ઇ-ઇન્ક લાખો સૂક્ષ્મ માઇક્રો કેપ્સ્યૂલ્સની બનેલી હોય છે. આવી દરેક કેપ્સ્યૂલ આપણા વાળ જેટલી પાતળી હોય છે. દરેક કેપ્સ્યૂલમાં વ્હાઇટ અથવા બ્લેક કલરનાં અત્યંત સૂક્ષ્મ કણો હોય છે. આ દરેક કણ તેને જે પ્રકારનો પ્લસ કે માઇન્સ ઇલેક્ટ્રિક ચાર્જ મળે એ પ્રમાણે ચાર્જ થઇને કેપ્સ્યૂલના ઉપરના ભાગે રહેલ પાતળી ફિલ્મ પર અથડાય છે, જેને કારણે સ્ક્રીન પર અક્ષરો સર્જાય છે. કાર કંપનીએ આ જ ટેક્નોલોજી કારમાં કામે લગાડી છે!

આ ઇ-ઇન્કથી ‘છાપકામની દુનિયા’માં પણ લાંબા સમયથી હલચલ મચી છે.

કાગળ પર છપાયેલી બાબતો અને વિવિધ સાઇઝના સ્ક્રીન પર ‘છપાયેલી’ બાબતો વચ્ચે ઘણા સમયથી હરીફાઈ ચાલી રહી છે ત્યારે તથા અનેક બાબતોને ઇલેકટ્રોનિક અવતાર મળી રહ્યો છે ત્યારે શાહી કેમ બાકી રહી જાય? પેનની મદદથી કાગળ પર લખવામાં કે મશીનથી કાગળ પર છાપકામમાં મદદ કરતી શાહીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઇ-ઇન્ક.

અલબત્ત આ ઇન્ક જુદા પ્રકારની છે. તે ઇલેક્ટ્રોનિક ઇન્ક અથવા ઇલેકટ્રોનિક પેપર તરીકે પણ ઓળખાય છે. સ્માર્ટફોન, ટેબલેટ કે કમ્પ્યૂટરના મોનિટર પર ટેકસ્ટ જે રીતે ‘છપાય’ છે અને તે આપણે જે રીતે વાંચી શકીએ છીએ તે આંખ માટે બહુ સુવિધાજનક હોતું નથી. એટલે જ હજી પણ આપણને સૌને કાગળ પર છપાયેલું સામયિક કે પુસ્તક હાથમાં લઇને વાંચવું ગમે છે.

આના ઉપાય તરીકે નિષ્ણાતોએ એવો સ્ક્રીન અને તેના પર ટેકસ્ટ ડિસ્પ્લે કરવાની એવી પદ્ધતિ વિકસાવી છે જે ઘણે અંશે કાગળ પર છપાયેલા લખાણને વાંચવા જેવો જ અનુભવ આપે. ખાસ કરીને એમેઝોન કિન્ડલ, કોબો વગેરે ઇ-રીડરમાં આવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.


આ પ્રકારની ઇ-ઇન્ક કે ઇલેક્ટ્રોનિક પેપર પર વાંચન અને સ્માર્ટફોનના સામાન્ય સ્ક્રીન પર વાંચનમાં બહુ મોટો તફાવત હોય છે.

ઇ-રીડરના સ્ક્રીન અલગ કેમ છે?

તમે જાણતા હશો કે એમેઝોન કંપની કિન્ડલ નામે ‘ઇ-રીડર’ ડિવાઇસ વેચે છે. બીજી તરફ આપણે પોતાના સ્માર્ટફોનમાં પણ કિન્ડલ એપ મફતમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. આ એપ બીજી બધી રીતે કિન્ડલ ઇ-રીડર ડિવાઇસ જેવો જ અનુભવ આપે છે. આ એપમાં પણ કિન્ડલ ડિવાઇસની જેમ આપણે હજારો ફ્રી કે પેઇડ ઈ-બુક ડાઉનલોડ કરીને વાંચી શકીએ છીએ. સવાલ એ થાય કે જે બાબત એપ તરીકે સાવ મફત મળે છે એ જ બાબત માટે લોકો અલગથી ખાસ્સા રૂપિયા ખર્ચવા કેમ તૈયાર થાય છે?

તેનુ કારણ છે ઇ-ઇન્ક કે ઇલેક્ટ્રોનિક પેપર. કોઈ બુક આપણે સ્માર્ટફોનના સ્ક્રીન પર કિન્ડલ એપમાં વાંચીએ અને કિન્ડલ ઇ-રીડર ડિવાઇસમાં વાંચીએ એ બંને અનુભવમાં મોટો ફેર હોય છે. સ્માર્ટફોનમાં થોડા સમય પછી આંખો દુઃખી શકે જ્યારે કિન્ડલ ઇ-રીડર ડિવાઇસમાં લગભગ કાગળ પર છપાયેલું પુસ્તક વાંચી રહ્યા હોઇએ તેવો જ અનુભવ મળે. તેનું કારણ એ જ છે કે બંને સ્ક્રીન એકબીજાથી અલગ ટેકનોલોજીથી ટેકસ્ટ ડિસ્પ્લે કરે છે.

સ્માર્ટફોનના પરંપરાગત ડિસ્પ્લેમાં અસંખ્ય નાના નાના પિક્સેલની મદદથી ટેકસ્ટ કે ઇમેજનું સર્જન થાય છે. જ્યારે ઇ-ઇન્કની મદદથી ટેકસ્ટ ડિસ્પ્લે કરતા સ્ક્રીન જુદી રીતે કામ કરે છે. આગળ જણાવ્યું તેમ ઇ-ઇન્ક લાખો સૂક્ષ્મ માઇક્રો કેપ્સ્યૂલ્સની બનેલી હોય છે. આવી દરેક કેપ્સ્યૂલ આપણા વાળ જેટલી પાતળી હોય છે. ઇ-રીડરમાં મોટે ભાગે ગ્રે સ્કેલમાં ટેકસ્ટ દર્શાવવામાં આવે છે. આથી દરેક કેપ્સ્યૂલમાં વ્હાઇટ અથવા બ્લેક કલરના અત્યંત સૂક્ષ્મ કણો હોય છે.

આ દરેક કણ તેને જે પ્રકારનો પ્લસ કે માઇન્સ ચાર્જ મળે એ પ્રમાણે તે ચાર્જ થઇને કેપ્સ્યૂલના ઉપરના ભાગે રહેલ પાતળી ફિલ્મ પર અથડાય છે. જેમ કે બ્લેક કણોને નેગેટિવ ચાર્જ મળતાં તે એક્ટિવ થાય અને વ્હાઇટટ કણોને પોઝિટિવ ચાર્જ મળતાં તે એક્ટિવ થાય. આંખના પલકારા કરતા પણ વધુ ઝડપે દરેક ક્ષણે ઇ-ઇન્કનું લેયર અલગ અલગ રીતે ચાર્જ થતું રહે છે અને એ મુજબ સ્ક્રીન પર અક્ષરો સર્જાય છે. ઇ-ઇન્ક બહુ જ ઓછા પ્રમાણમાં પાવરનો ઉપયોગ કરે છે. એ જ રીતે દિવસના પ્રકાશમાં ઇ-રીડરના સ્ક્રીન પર વાંચવું બહુ જ સરળ રહે છે કેમ કે તેમાં સ્ક્રીન પર લગભગ કોઈ ગ્લેર રિફ્લેક્ટ થતી નથી!

૧૯૯૬માં અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની મીડિયા લેબમાં આ ટેકનોલોજી વિકસાવવામાં આવી. આ શોધ કરનારા સંશોધકોએ પછીના વર્ષે એક કંપની રચી અને તેને નામ આપ્યું ઇ-ઇન્ક કોર્પોરેશન. એમેઝોન, કિન્ડલ, કોબો, બાર્ન્સ એન્ડ નોબલ વગેરે કંપનીઓએ ઇ-રીડર ડેવલપ કર્યા પછી ઇ-ઇન્કનો દબદબો વધી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!