(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગુનેગારોને બદલે પોકેમોન કેરેક્ટર્સનો પીછો!

મને લોકેશન મળી ગયું છે, જલ્દી એ બાજુ વાળ… યસ… યસ… યસ… સાઉથ બાજુ ટર્ન લે, એ બાજુ જ ક્યાંક પકડાઈ જવા જોઇએ… જો દેખાય… જો દેખાય… યસ… હવે પકડતાં વાર લાગવાની નથી… અરે! ભાગતો નહીં, ભાગતો નહીં… ચાલો, એક તો પકડાઈ ગયો. હવે બીજો પણ હાથવેંતમાં… યસ, બીજાને પણ ઝડપી પાડ્યો. આ બંનેએ તો થકવી નાખ્યા. બધા જાણશે કે આપણે આ બંનેને પકડ્યા તો ઇર્ષાથી બળી મરવાના છે…’’

અમેરિકાના લોસ એન્જલસ સિટીના પોલીસ ડિપાર્ટમેન્ટના બે પોલીસ ઓફિસર પેટ્રોલિંગ દરમિયાન એક લૂંટની ઘટનાની તપાસમાં નીકળ્યા હતા. એ સમયે બંને ઓફિસર વચ્ચે કારમાં થયેલી આ મુજબની વાતચીત રેકોર્ડ થઈ હતી, જે આગળ જતાં તેમની વિરુદ્ધ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવી.

હવે ઉપલો પેરેગ્રાફ ફરી વાંચી  જુઓ. કારમાં પેટ્રોલિંગ કરી રહેલા બે પોલીસ ઓફિસર વચ્ચેની આ વાતચીત વાંચ્યા પછી કોઈને પણ એમ લાગે કે બંને ઓફિસર ભાગી રહેલા કોઈ બે ગુનેગારને ઝાઝી મહેનત પછી પકડી પાડવામાં સફળ રહ્યા હશે. જો એવું હોય તો આ વાતચીત કોર્ટમાં તેમની સામેના પુરાવા તરીકે કેમ રજૂ કરવામાં આવી?!

કારણ એ હતું કે એ બંને ઓફિસર કારમાં જેનો પીછો કરી રહ્યા હતા એ કોઈ વાસ્તવિક દુનિયાના લૂંટારા નહીં પરંતુ પોકેમોન ગોના કેરેકટર હતા! બંને ઓફિસર જ્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ વિસ્તારમાં કોઈ જગ્યાએ લૂંટની ઘટના રીપોર્ટ થઈ હતી. તેમને એ ગુનેગારોનો પીછો કરવાની સૂચના પણ મળી હતી, પરંતુ બંને ઓફિસર ફરજ દરમિયાન પોતાના મોબાઇલમાં પોકેમોન ગો ગેમ રમવામાં એટલા મશગૂલ હતા કે તેમણે લૂંટની ઘટનાના સ્થળે પહોંચવાને બદલે પોકેમોન ગોના કેરેકટરનો પીછો કરવાનું જારી રાખ્યું.

પોકેમોન ગો ગેમ વાસ્તવિક દુનિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડની ભેળસેળ કરે છે. આ ગેમ રમતી વખતે આપણા સ્માર્ટફોનમાં આપણા શહેરનો નકશો દેખાય છે અને તેમાં વિવિધ સ્થળોએ જુદાં જુદાં કેરેકટર હોવાના સંકેત મળે છે. તેને આધારે આપણે એ સ્થળ પર પહોંચીએ ત્યારે કેમેરાના સ્ક્રીન પર, વાસ્તવિક દુનિયામાં હોય એ રીતે પેલા કેરેકટર દેખાય છે. આપણે તેની સામે કેમેરા ધરીને તેમને ‘પકડી’ પાડવાના. એ પછી બીજા કેરેકટરની બાતમી મળે અને આપણે તેમને શોધવા માટે નીકળી પડવાનું.

આ ગેમ થોડાં વર્ષ પહેલાં આપણે ત્યાં પણ ખાસ્સી લોકપ્રિય બની હતી. એવું લાગે છે કે અમેરિકનોના મગજ પરથી આ ગેમનું ભૂત હજી ઉતર્યું નથી!

પેલા બંને પોલીસ ઓફિસરે ફરજ દરમિયાન પૂરી ૨૦ મિનિટ સુધી ગેમ રમતાં રમતાં સરકારી પેટ્રોલ બાળ્યું હતું. એમની લાપરવાહીને કારણે વાસ્તવિક ગુનેગારો છટકી ગયા એ વધારામાં. બંનેએ કોર્ટમાં બચાવ કર્યો કે તેઓ વાસ્તવમાં ગુનેગારોને પકડવા વિશે જ વાતચીત કરી રહ્યા હતા. પરંતુ બંનેના મોબાઇલ ફોનના રેકોર્ડને કારણે તેમનો આ બચાવ ટકી શક્યો નહીં. ફરજ પર ગંભીર બેદરકારી બતાવવા બદલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ભારતમાં હજી હમણાં જ વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર અટકી પડ્યો હતો ત્યારે પંજાબ પોલીસના અધિકારીઓ રસ્તાના કિનારે ચા પીતા નજરે ચડ્યા હતા, એ પણ યાદ કરી લેવા જેવું છે! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!