(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબસાઇટ કે સોફ્ટવેર અટપટા કોડથી તૈયાર થાય છે, એ કામ સહેલું બનાવે આ એડિટર.

જો તમે વેબસાઇટ ડિઝાઇન કરવાની પ્રોસેસમાં કોઈ રીતે સંકળાયેલા હશો તો આ અટપટા શબ્દનો તમારે ક્યારેક ને ક્યારેક સામનો કરવાનો થયો હશે. આ પ્રકારના એડિટર માત્ર વેબસાઇટ ડિઝાઇનિંગ પૂરતા સીમિત નથી, પણ આપણે તેનો અર્થ વેબ ડિઝાઇનિંગના સંદર્ભ સાથે સમજવાનો પ્રયાસ કરીએ…

તેનો અર્થ બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે વેબસાઇટ કેવી રીતે તૈયાર થાય છે અને આપણને કેવી રીતે દેખાય છે તે સમજવું પડે. તમે જાણતા જ હશો કે આપણને બ્રાઉઝરમાં વેબસાઇટ જેવી દેખાય છે તે માત્ર તેનો ‘ફ્રન્ટએન્ડ પાર્ટ’ હોય છે. ‘બેકએન્ડ’માં તે જુદી હોય છે.

આપણી નજરથી દૂર રહેતા વેબસાઇટના આ ભાગનાં દર્શન કરવાં હોય તો બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઇટ ઓપન કરો. હવે બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘મોર ટૂલ્સ’માં ‘ડેવલપર ટૂલ્સ’ શોધી કાઢો. અહીં તમે બ્રાઉઝરમાં જે પેજ જોઈ રહ્યા હશો તેને એવો આકાર આપતા કોડનાં વિવિધ પાસાં જોવા મળશે (અહીં તમે કોઈ પણ ફેરફાર કરશો તેની અસર કામચલાઉ રીતે વેબપેજમાં જોવા મળશે, પણ મૂળ કોડ સર્વરમાં સલામત રીતે સ્ટોર્ડ હોવાથી વેબપેજમાં કાયમી કોઈ ફેરફાર થશે નહીં).

તમે જોશો તેમ વાસ્તવમાં આવા બહુ જટિલ કોડના આધારે વેબસાઇટ તૈયાર થતી હોય છે. બ્રાઉઝર આ કોડ બરાબર વાંચી, સમજી અને તેમાં દર્શાવ્યા મુજબ ટેકસ્ટ, ઇમેજ, રંગો વગેરે એકઠું કરીને કોડમાં સૂચવ્યા મુજબ આપણને દર્શાવે છે અને એ રીતે વેબસાઇટ ખરેખર આકાર લે છે.

વેબસાઇટના બેકએન્ડ કોડ અને આપણને જે વેબસાઇટ દેખાય છે તે ફ્રન્ટએન્ડ વચ્ચે પણ એક લેયર હોય છે. જેમાં વેબસાઇટ ડિઝાઇન કરનાર વ્યક્તિ એડિટરની મદદથી બધું ફ્રન્ડએન્ડ પર કેવું દેખાશે તે નક્કી કરે છે. વેબસાઇટ ડેવલપર ધારે તો આ બધું જ માત્ર નોટપેડ જેવા ટેક્સ્ટ એડિટરમાં કોડ લખીને તેને આધારે નક્કી કરી શકે છે. બીજો રસ્તો WYSIWYG એડિટરની મદદ લેવાનો છે.

WYSIWYG શબ્દ What You See Is What You Get માંથી બનેલો છે. આવા એડિટિંગ ટૂલની મદદ લેવાથી વેબસાઇટ ડેવલપરને વેબસાઇટ ફ્રન્ટએન્ડ પર જેવી દેખાતી હોય લગભગ એવા જ સ્વરૂપમાં વેબપેજ ડિઝાઇન કરવાની સગવડ મળે છે. કોડિંગ પૂરેપૂરું આવડતું ન હોય પરંતુ ડિઝાઇનની સારી સમજ હોય એવી વ્યક્તિ આ પ્રકારના એડિટિંગ ટૂલની મદદથી સહેલાઈથી વેબપેજ ડિઝાઇન કરી શકે છે.

આટલે સુધી વાંચીને મનમાં કોઈ ઝબકારો થયો? એડિટરનું સૌથી સહેલું ઉદાહરણ માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સ છે! તેમાં આપણે જે રીતે ડોક્યુમેન્ટ કે સ્પ્રેડશીટ કે પ્રેઝન્ટેશન તૈયાર કરી છીએ તેઓ બેકઅેન્ડ કોડ જુદો હોય છે, પરંતુ WYSIWYG એડિટરની મદદથી આપણે માટે આખી વાત બહુ સહેલી બને છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!