(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપમાં જતાં પહેલાં, આઇકન પરથી શોર્ટક્ટ્સ તપાસો

એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે.

આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં  જ એક નાનું મેનૂ ખુલે છે અને જુદા જુદા પ્રકારની એકશન્સના શોર્ટકટ જોવા મળે છે.

જેમ કે ફોનમાંની કોલિંગ એપના આઇકન પર ક્લિક કરતાં આપણે જેમને વારંવાર કોન્ટેક્ટ કરતા હોઇએ તેમનાં નામ તથા નવા કોન્ટેક્ટ સેવ કરવા માટેના શોર્ટકટ મળી શકે છે.

એ જ રીતે જીમેઇલ એપ પર ક્લિક કરતાં તમારા જુદા જુદા જીમેઇલ એકાઉન્ટમાં જવાની સગવડ મળે છે. તેમ જ નવો મેઇલ કંપોઝ કરવાનો શોર્ટકટ પણ મળે છે. ક્રોમ બ્રાઉઝરના આઇકન પર ક્લિક કરતાં નવી નોર્મલ ટેબ અથવા નવી ઇનકોગ્નિટો ટેબ ઓપન કરવાના શોર્ટકટ મળશે.

તમે ટુડુઇસ્ટ જેવી ટાસ્ક મેનેજમેન્ટ એપનો ઉપયોગ કરતા હો તો તેના આઇકન પર જરા વધુ સમય પ્રેસ કરવાથી નવું ટાસ્ક ઉમેરવું, બધાં ટાસ્કમાં સર્ચ કરવું, આજનાં ટાસ્ક જોવાં વગેરે કામના શોર્ટકટ્સ મળશે!

તમે જેનો વધુ ઉપયોગ કરતા હો તે એપ્સ માટે આવા શોર્ટકટ્સ શોધી જુઓ. અલબત્ત આપણને ક્યા શોર્ટકટ જોવા મળશે તેનો આધાર એ એપના ડેવલપર પર છે. મતલબ કે એપના ડેવલપર એપના આઇકન પર જે શોર્ટકટ્સ આપે તેનો લાભ આપણને મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!