(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફિટનેસ ટ્રેક કરતી સોશિયલ એપ

શિયાળો નજીક છે એટલે તમારા મનમાં ફરી એક વાર ફિટનેસ પર ફોકસ કરવાના વિચારો આવતા હશે. સવારમાં વહેલા ઊઠીને વોકિંગ કે જોગિંગ કરવાનું તમને મન થતું હોય પરંતુ થોડા સમય પછી ફરી ઠેરના ઠેર થઈ જવાતું હોય તો આ કામનો ઉત્સાહ ટકાવી રાખવા માટે કોઈ મિત્ર કે એપની મદદ લેવા જેવી છે.

નિષ્ણાતો કહે છે કે આપણે એકલા ચાલવા જઇએ તેના કરતાં કોઈને કોઈ બીજી વ્યક્તિ સાથે ચાલવા જઇએ તો ચાલવાનો ઉત્સાહ લાંબો સમય ટકી રહે છે.

તમને વાસ્તવિક જગતમાં આવી કોઈ વ્યક્તિનો સાથ ન મળતો (કે મળતો હોય) તો પણ આ એપ તમને કામ લાગી શકે છે.

અલબત્ત, ધ્યાન આપશો કે આ એપમાં રોજિંદાં સ્ટેપ્સ કાઉન્ટ કરવાની સગવડ નથી. આ એપ હેલ્થ અને ફિટનેસ પ્રત્યે ખરેખર, એકદમ સજાગ લોકો માટે બની છે અને એમની ફિટનેસ એક્ટિવિટીના પ્રોફેશનલ ટ્રેકિંગ માટે આ એપ ખાસ્સી પોપ્યુલર છે.

એપનો ઉપયોગ બિલકુલ સિમ્પલ છે. ડાઉનલોડ કર્યા પછી ફોન કે જીપીએસની સગવડ ધરાવતી સ્માર્ટ વોચની મદદથી આ એપમાં આપણે પોતાની અલગ અલગ ઘણી જાતની ફિઝિકલ એક્ટિવિટી ટ્રેક કરી શકીએ છીએ.

સાઇકલિંગ કે રનિગ એક્ટિવિટીને મેપ પર જોઈ શકાય છે અને જુદા જુદા અનેક પ્રકારના ડેટાથી આપણી એક્ટિવિટીનું એનાલિસિસ કરી શકાય છે. એપનું પ્રો વર્ઝન પણ ઉપલબ્ધ છે. પરંતુ શરૂઆત કરવા માટે ફ્રી વર્ઝન પૂરતું થશે.

આ એપ ફિટનેસ એક્ટિવિટીને સોશિયલ ટચ પણ આપે છે. જેને કારણે આપણે પોતાની એક્ટિવિટી મિત્રો સાથે શેર કરી શકીએ છીએ.

ફિટનેસ, STRAVA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!