(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટ્વીટર પર રાજીનામાનું જૂનું નાટક!

ગયા મહિને ટ્વીટર સાથે લાંબી લમણાઝીંક પછી તેના નવા માલિક બનેલા ઇલોન મસ્કે ટ્વીટરના હેડક્વાર્ટરમાં પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે એ પોતાની સાથે રસોડાની સિંક ઉપાડીને લઈ ગયા હતા! પછી તેમણે એ ક્ષણનો વીડિયો ટ્વીટ કર્યો ને સાથે લખ્યું, ‘‘Entering Twitter HQ – let that sink in!’’ મતલબ કે ‘‘સૌ મગજમાં બરાબર ઊતારી લો, હવે ટ્વીટરમાં હું કહું તેમ થશે!’’

આવતાંવેંત તેમણે કેટલાય લોકોને ટ્વીટરમાંથી છૂટા કર્યા. અકળાયેલા ઘણા લોકોએ સામેથી રાજીનામાં આપ્યાં. હવે ખબર આવ્યા છે કે ઇલોન મસ્ક જેને કોડિંગ આવડતું હોય તેને કામ પર લેવા તૈયાર છે!

 આ બધી તો હમણાંની વાત છે, પણ એકાદ દાયકા પહેલાં ટ્વીટર પર જુદા પ્રકારનું નાટક ભજવાયું હતું.

થયું એવું કે જાન્યુઆરી ૩૧, ૨૦૧૩ના દિવસે જગપ્રસિદ્ધ મ્યૂઝિક કંપની એચએમવીમાંથી ઠીકઠીક સંખ્યામાં એમ્પ્લોઇને છૂટ કરવામાં આવ્યા.

લોકોની અચાનક નોકરી જતી હોઈને કંપનીની એક એમ્પ્લોઇ છોકરીને બરાબર લાગી આવ્યું. બનવાજોગ, કંપનીનું ટ્વીટર એકાઉન્ટ એ જ છોકરી હેન્ડલ કરતી હતી. એ બે વર્ષ પહેલાં કંપનીમાં જોડાતી હતી ત્યારથી તે ટ્વીટર પર કંપની વતી ટ્વીટ્સ કરતી હતી.

તેણે લોકોને છૂટા કરાતા હતા એના લાઇવ અપડેટ્સ ટ્વીટર પર, કંપનીના જ એકાઉન્ટમાં મૂકવાનું શરૂ કર્યું, જે કંપનીને ફોલો કરતા અનેક લોકોએ જોયા!

એક તબક્કે, પેલી છોકરીએ કહ્યું કે ‘‘અમારા માર્કેટિંગ ડિરેક્ટર પૂછે છે કે આ ટ્વીટરને શટડાઉન કેમ કરવું?!’’

એ સમયે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ પ્રમાણમાં નવી વાત હતી અને મોટા ભાગની કંપનીમાં સિનિયર મેનેજમેન્ટને સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ હેન્ડલ કરવામાં કશી ગતાગમ પડતી નહોતી!

એચએમવી કંપનીમાં એવું જ બન્યું અને આખી દુનિયામાં કંપની મજાકનો વિષય બની! પછી તો કંપનીએ પેલી છોકરીએ કરેલી બધી વાંધાજનક ટ્વીટ્સ ડિલીટ કરી, પણ ઘણા લોકોએ આ ટ્વીટ્સના સ્ક્રીનશોટ્સ લઈ લીધા હતા અને ટ્વીટર પર નવા એકાઉન્ટ બનાવી તેમાં એ સ્ક્રીનશોટ્સ પોસ્ટ પણ કર્યા!

એચએમવી કંપનીની ઇમેજનું આ રીતે ધોવાણ થયા પછી, બધી કંપની પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સિક્યોરિટી બાબતે ગંભીર બની! 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!