(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઘણા શિક્ષકો અને માતા-પિતાને બાળકોના અક્ષરની ઘણી અને વાજબી ચિંતા હોય છે. એમાંય પાછલાં થોડાં વર્ષોમાં કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન થતાં વિદ્યાર્થીઓનું લખવાનું ઘટ્યું અને હાથમાં મોબાઇલ પકડી રાખવાનું પ્રમાણ વધ્યું. પરિણામે અક્ષરો બગડ્યા!

તમને આ બંને વાતની ચિંતા હોય તો તેના ઉપાય તરીકે મોબાઇલને જ કામે લગાડી શકો છો. અક્ષર સુધારવા માટે હાથમાં સાચુકલી પેન કે પેન્સિલ પકડીને કાગળ પર પ્રેક્ટિસ કરવાથી વધુ સારો વિકલ્પ કોઈ હોઈ ન શકે. પરંતુ બાળકોને ધીમે ધીમે એ તરફ વાળવા હોય તો તેમની મોબાઇલની આદતને જ કામે લગાડી શકાય.

સ્માર્ટફોનમાં સ્ટાઇલોગ્રાફ (Stylograph) નામની એક એપ ઇન્સ્ટોલ કરી જુઓ. આ ફ્રી અને સિમ્પલ એપમાં જુદા જુદા ફોન્ટ પસંદ કરીને તેના પર પેનની જેમ અક્ષર ઘૂંટવાની પ્રેક્ટિસ કરી શકાય છે. એપમાં આલ્ફાબેટ્સ, નંબર્સ અને વર્ડ્સ પસંદ કરીને તેને કેલિગ્રાફીની જેમ સરસ રીતે લખવાના વિકલ્પ મળે છે. આપણે કેટલી એક્યુરસી જાળવી શક્યા તે આપણને ૦ થી ૧૦૦ના એક્યુરસી મીટર પર બતાવવામાં આવે છે.

કેલિગ્રાફર, ઇઝી કર્સિવ હેન્ડરાઇટિંગ, કર્સિવ રાઇટિંગ વિઝાર્ડ વગેરે જેવી આ જ પ્રકારની અન્ય એપ્સ પણ તપાસી શકાય.

એજ્યુકેશન: Stylograph – Learn writing cal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!