(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચહેરો ઓળખી ટેક્નોલોજી પર બ્રેક કેમ લાગી?

ફેસબુક, ગૂગલ, એપલ વગેરે બધી જ કંપનીને આપણો ચહેરો ઓળખવામાં ઘણો રસ છે! આ બધી અને અન્ય કંપનીઓ સાથે મળીને ‘ફેસ રેકગ્નિશન’ ટેક્નોલોજી વધુ ને વધુ વિક્સાવી રહી છે.

ગૂગલ અને એપલની ફોટો એપમાં, આ ટેક્નોલોજીને કારણે, એક વાર આપણે એપને અમુક ચહેરા કઈ વ્યક્તિના છે એ જણાવી દઈએ એ પછી, એપ એ વ્યક્તિનો અલગ આલબમ બનાવે છે અને આપણે અપલોડ કરેલા દરેક ફોટોગ્રાફ સ્કેન કરી, એ વ્યક્તિ જે જે ફોટોગ્રાફમાં (પછી ભલે કોઈ ગ્રૂપ ફોટોમાં એ સાવ ખૂણેખાંચરે) હોય તેને ઓળખી લઈને, એ ફોટોગ્રાફને તે વ્યક્તિના આલબમમાં આપોઆપ ઉમેરી દે છે!

ફેસબુકમાં પણ આ ટેક્નોલોજી ખાસ્સી આગળ વધી છે. પરંતુ હવે ફેસબુકમાંથી સર્જાયેલી નવી ‘મેટા’ કંપનીએ ફેસબુકમાં આ ટેકનોલોજીના ઉપયોગ પર બ્રેક લગાવી દીધી છે.

તમે ફેસબુક પર ખાસ્સા એક્ટિવ હો તો તમે જાણતા હશો કે તેમાં આપણે કોઈ ફોટો અપલોડ કરીએ અને અમુક ફ્રેન્ડ્સને તેમાં ટેગ કરીએ, ત્યારે એ ફોટોગ્રાફમાં સામેલ હોય, પણ આપણે ટેગ કરવાનું ચૂકી ગયા હોઈએ તો ફેસબુક આપણને એમ કરવાનું સૂચવે છે!

ફેસબુક પર ફેસ રેકગ્શિન ફીચર વૈકલ્પિક છે, એટલે કે તમે સંમતિ આપો તો આપણા પ્રોફાઇલ પિક્ચર તથા અન્યોએ આપણને જેમાં ટેગ કર્યા હોય તો ફોટો, વીડિયો વગેરેના એનાલિસિસ પછી, ફેસબુક દરેક યૂઝરનું એક ટેમ્પલેટ બનાવે છે. આ ટેમ્પલેટને આધારે ફેસબુકની સિસ્ટમ દરેક ફોટામાં કોણ છે તે વધુ ને વધુ સચોટ રીતે ઓળખવાનું પોતે શીખતી રહે છે. કોઈએ અપલોડ કરેલા ફોટોમાં આપણે હોઈએ, પણ આપણને ટેગ કરવામાં આવ્યા ન હોય, તો ફેસબુક આપણને જાણ કરે છે કે તમારો ફોટોગ્રાફ ફેસબુક પર અપલોડ થયો છે!

ફેસબુકના દાવા મુજબ, બીજી કોઈ વ્યક્તિ આપણે નામે ફેસબુકનો ખોટો ઉપયોગ કરે એવું ટાળવા અને આપણી ઓળખની ખરાઈ કરવા માટે પણ તે આ ટેક્નોલોજીની મદદ લે છે.

આમ છતાં, ચહેરો ઓળખવાની ટેક્નોલોજી લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે. ફેસબુકના કહેવા મુજબ, તે યૂઝરની સંમતિ હોય તો જ તેનો ચહેરો ઓળખવાની કસરત કરે છે, પરંતુ ઘણી બાબતમાં બને છે તેમ યૂઝરે, ખાસ કશું સમજ્યા વિના જ એ માટે સંમતિ આપી દેતા હોય છે. યૂઝર પાછળથી ફેસ રેકગ્નિશન બંધ કરે તો તેનું અગાઉ ક્રિએટ થયેલું ટેમ્પલેટ ડિલીટ પણ કરવામાં આવે છે. ફેસબુક આ બધી ઇન્ફર્મેશન અન્ય કંપનીઓ સાથે શેર ન કરતી હોવાનો પણ દાવો છે, પરંતુ યૂઝર્સનો ડેટા સલામત ન રાખવા બાબતે હવે ફેસબુકનું નામ બહુ વગોવાઈ ગયું છે.

હવે મેટા કંપની કહે છે કે ફેસ રેકગ્નિશન વિશે સ્પષ્ટ કાયદાઓ ન હોવાને કારણે અને તેના પોઝિટિવ ઉપયોગ વિશે વધુ સંભાવનાઓ ખૂલે નહીં ત્યાં સુધી તે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે નહીં. આથી, ફેસબુકને પોતાના ચહેરા ઓળખવાની સંમતિ આપનારા એક અબજ જેટલા લોકોનો ડેટા પણ ડિલીટ કરવામાં આવશે. આપણે માટે સૌથી મોટી અસર એ થશે કે હવે ફેસબુક પર ફોટો શેર કરતી વખતે, તેમાંના લોકોને ટેગ કરવા માટે ફેસબુક તરફથી કોઈ સૂચન મળશે નહીં! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!