(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇમોજિસ કોણ નક્કી કરે છે?

વોટ્સએપ જેવી સર્વિસમાં આપણે અવારનવાર ઇમોજિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ કેવી રીતે, કોણ તૈયાર કરે છે એ તરફ પણ નજર દોડાવવા જેવી છે.
ઇમોજિસ જેટલી જ રસપ્રદ એની ક્રિએશન પ્રોસેસ છે!

નવા સમયમાં, સ્માર્ટફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસમાં ઇમોજિસને કારણે એક આખી નવી ભાષા વિકાસ પામી છે! વોટ્સએપમાં ફેમિલી ગ્રૂપમાં કોઈ એક વ્યક્તિ કોઈ ધાર્મિક ફોટોગ્રાફ ફોરવર્ડ કરે ત્યારે ગ્રૂપમાંના અન્ય કેટલાય સભ્યો પ્રણામના ઇમોજી અપલોડ કરીને સંતોષ માની લે.

ગ્રૂપમાંના કેટલાક સભ્યો ઝાઝું ટાઇપ કરી શકે તેમ ન હોય તો બીજી તરફ કેટલાકને ઝાઝું ટાઇપ કરવાનો સમય ન હોય – કારણ ગમે તે હોય, ઇમોજી તેમની મદદ કરે!

ભાતભાતના ઈમોજીનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોવા છતાં તે કેવી રીતે સર્જાતા હશે અને જુદા જુદા સ્વરૂપે આપણા સુધી પહોંચતા હશે તેના પર આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ઇમોજી કોઈ પણ વ્યક્તિ તૈયાર કરી શકે છે! તમને ડિજિટલ ડિઝાઇન કરતાં આવડતું હોય અને પછી તેને બાઇનરી કોડમાં દર્શાવી શકતા હો તો તમે પણ તમને ગમે તેવો ઇમોજી બનાવી શકો છો.

પરંતુ જ્યારે આપણા કી-બોર્ડમાં દેખાતા ઇમોજીની યાદીમાં આ ઇમોજીને સામેલ કરવાની વાત આવે ત્યારે વાત એટલી સહેલી રહેતી નથી.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વોટ્સએપ એપમાંની ચેટમાં, જીબોર્ડ નામના કીબોર્ડની મદદથી કોઈ વ્યક્તિ ઇમોજી ઉમેરે તો એ ઇમોજી કોઈ પણ કંપનીના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કે પછી આઇફોનમાં પણ વોટ્સએપમાં એ જ સ્વરૂપે જોવા મળે એ સુનિશ્ચિત કરવા માટે ઇમોજીનું એક યુનિક પ્લેટફોર્મ તૈયાર કરવું આવશ્યક હતું. વોટ્સએપની જેમ જ્યાં જ્યાં ઇમોજીનો ઉપયોગ શક્ય હોય એ બધી જગ્યાએ, જુદાં જુદાં સાધનો, પ્લેટફોર્મ વગેરેમાં તે બધાને બરાબર દેખાવાં જોઈએ!

આ વાત અત્યારે આપણે ઇમોજીના સંદર્ભે કરી રહ્યા છીએ. પરંતુ તે સમગ્ર વિશ્વની અનેક ભાષાઓમાં તૈયાર થતા બધા પ્રકારના ડિજિટલ લખાણને પણ એટલી જ લાગુ પડે છે. ફક્ત આપણી ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં જુદી જુદી સંખ્યાબંધ કંપનીઓએ તૈયાર કરેલા પ્રોપ્રાઇટરી સોફ્ટવેરની મદદથી કે જુદા જુદા લોકોએ બનાવેલા ફોન્ટની મદદથી ગુજરાતી લખાણને ડિજિટલ ટેક્સ્ટનું સ્વરૂપ આપી શકાય છે. પરંતુ સામાન્ય રીતે એક કંપનીના ફોન્ટમાં તૈયાર થયેલું લખાણ એ ફોન્ટ વિના બીજી કમ્પ્યૂટરમાં જોઈ શકાતું નથી.

આ સમસ્યાના ઉપાય તરીકે ‘યુનિકોડ’ નામની વ્યવસ્થા વિકસી.

 

તેમાં જુદી જુદી ભાષાના અક્ષરોને એક સમાન બાઇનરી કોડથી દર્શાવવાની વ્યવસ્થા અપનાવવામાં આવી (કમ્પ્યૂ્ટરની વાત આવે એટલે આખરે બધું જ બાઇનરી, શૂન્ય અને એકમાં જ સમાઈ જાય છે!).

કમ્પ્યૂટર અને સ્માર્ટફોનના સોફ્ટવેર અને હાર્ડવેર સાથે સંકળાયેલી વિવિધ કંપની આ વ્યવસ્થામાં સહભાગી બની. પરિણામે વિવિધ ભાષામાં સર્જાતા ડિજિટલ કન્ટેન્ટની અરાજકતામાં ઘણે અંશે વ્યવસ્થા સર્જાઈ.

વાત ઇમોજીમાંથી યુનિકોડના આડે પાટે કેમ ફંટાઈ એવું વિચારતા હો તો થોડી ધીરજ રાખો!


ઇમોજિસ કોઈ પણ બનાવી શકે છે

આ યુનિકોડના સહિયારા સંચાલન માટે ‘યુનિકોડ કોન્સોર્ટિયમ’ નામની એક સંસ્થા બનાવવામાં આવી છે. વિવિધ ભાષાના કન્ટેન્ટની જેમ ઇમોજીનું સંચાલન પણ આ જ સંસ્થા કરે છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપની યુનિકોડ કોન્સોર્ટિયમનો હિસ્સો છે. દર વર્ષે આ સંસ્થાને અવનવા અનેક ઇમોજી ઉમેરવા માટે પ્રસ્તાવ મળતા રહે છે. આ સંસ્થામાં સામેલ તમામ કંપની સાથે મળીને નક્કી કરે છે કે ક્યા નવા ઇમોજી અપનાવવા અને એ રીતે છેવટે, આપણા સ્માર્ટફોન સુધી નવા ઇમોજી પહોંચે છે. સામાન્ય રીતે યુનિકોડ દ્વારા દર વર્ષે નવા ઇમોજીનું લિસ્ટ બહાર પડે છે.

ટૂંકમાં ઇમોજી ડિઝાઇન કરવા સાવ સહેલા છે, તેને બાઇનરી કોડમાં કન્વર્ટ કરવા થોડા મુશ્કેલ છે અને સ્માર્ટફોન કે પીસીના કીબોર્ડમાં દાખલ કરવા સૌથી મુશ્કેલ છે! હવે ઇમોજીનો ઉપયોગ કરો ત્યારે આ પ્રોસેસ માટે પણ તાળીના ઇમોજી ઉમેરજો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!