(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓક્સિમીટર ડિવાઇસ અને એપમાં ફેર શું છે?

બંનેમાં સિદ્ધાંત તો એક જ છે, એપ માત્ર એક વાતે હજી પાછળ છે.

કમનસીબે, ઓક્સિમીટરનો હવે લગભગ સૌને પરિચય થઈ ગયો છે. કપડાં સૂકવવાની જાડી ક્લિપ કે નાના સ્ટેપલર જેવા આ સાધનમાં બે પટ્ટી વચ્ચે આંગળી મૂકીએ એટલે થોડી ક્ષણમાં તેના સ્ક્રીન પર આપણા લોહીમાં ઓક્સિજનનું કેટલું પ્રમાણ છે તે જોવા મળે છે.

આ ‘ચમત્કાર’ એક મજાની ટ્રિકથી થાય છે.

મેડિકલ સાયન્સમાં બહુ ઊંડા ઊતર્યા વિના એટલું જાણવા જેવું છે કે શ્વાસ વાટે લેવાતો ઓક્સિજન ફેફસામાંથી લોહીમાંના હેમોગ્લોબિનમાં ભળે છે અને તેના દ્વારા જુદા જુદા અવયવના કોષો સુધી પહોંચે છે. આ ઓક્સિમીટર હેમોગ્લોબિનના કણમાં કેટલું ઓક્સિજન સેચ્યુરેશન છે તે દર્શાવે છે. વાસ્તવિક ઓક્સિમીટરમાં એક પટ્ટીમાં લાઇટ સોર્સ અને બીજીમાં લાઇટ ડિટેક્ટર હોય છે. બંને વચ્ચે આંગળી મૂકવામાં આવે ત્યારે પ્રકાશનો કેટલોક ભાગ આંગળીમાં શોષાય છે, બાકીનો ભાગ લાઇટ ડિટેક્ટર સુધી પહોંચે છે. પ્રકાશનો જેટલો ભાગ આંગળીમાં શોષાઈ જાય તેના આધારે નક્કી થાય કે આંગળીની નસમાં ફરતા લોહીમાંના હેમોગ્લોબિનમાં ઓક્સિજનનું કેટલું પ્રમાણ છે.

વાસ્તવિક ઓક્સિમીટરમાં આ ગણતરી સચોટ રીતે કરવા માટે, રેડ લાઇટ અને ઇન્ફ્રારેડ લાઇટ એમ બે પ્રકારની વેવલેન્થવાળા લાઇટ સોર્સનો ઉપયોગ થાય છે. મોંઘા સ્માર્ટફોનમાંની એપ આખરે આ સિદ્ધાંત પર જ કામ કરે છે, પણ તેમાં સિંગલ વેવલેન્થવાળા એક જ લાઇટસોર્સનો ઉપયોગ થાય છે. આ કારણે મોટા ભાગના નિષ્ણાતો સ્માર્ટફોનથી ઓક્સિજનનું પ્રમાણ માપવાની પદ્ધતિ વિશ્વસનીય ગણતા નથી.

મતલબ કે બંનેમાં સિદ્ધાંત એક જ છે, સવાલ માત્ર એપનાં પરિણામોને વધુ સચોટ બનાવવાનો છે. અત્યારે ભલે તે એક્યુરેટ ન હોય, થોડા સમયમાં સ્માર્ટફોનમાંની એપ પણ – જો ફેક ન હોય તો – ઓક્સિજનનું સચોટ પ્રમાણ જણાવે તો નવાઈ નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!