કેન્દ્ર સરકારે કોવિડની રસી માટેનું અભિયાન ફરી પોતાના હાથમાં લીધું છે. પરંતુ તેને માટે રજિસ્ટ્રેશન કરાવવામાં હજી પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.
દરમિયાન હવે રજિસ્ટ્રેશન માટેના જુદા જુદા રસ્તા પણ વિકસી રહ્યા છે. હમણાં પેટીએમ કંપનીએ પોતાની એપમાં યૂઝર રસી માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકે તેવી સગવડ આપી છે. આ ફીચરની મદદથી લોકો પોતાના લોકેશન, ઉંમર, રસીનો પ્રકાર તથા પહેલા કે બીજા ડોઝ અનુસાર નજીકના વેક્સિનેશન સેન્ટરમાં સ્લોટ બુક કરાવી શકે છે. અહીં ફ્રી અને પેઇડ રસીના વિકલ્પમાંથી પસંદગી પણ કરી શકાય છે. તમારી પેટીએમ એપમાં આ ફીચર ન દેખાય તો એપને અપડેટ કરવી જોઇશે.
