(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

આપણે ફેસબુક એપ ઓપન કરીએ કે પીસી/લેપટોપમાં ફેસબુક સાઇટ પર લોગઇન થઇએ ત્યારે આપણી ન્યૂઝ ફીડમાં શું જોવા મળશે એનો બધો આધાર ફેસબુકના અલ્ગોરિધમ પર હોય છે. ફેસબુક આપણી હિસ્ટ્રી અને બીજી કેટલીયે બાબતોના આધારે નક્કી કરે છે કે આપણને શું બતાવવું. હવે આ બાબત થોડી બદલાશે.

ફેસબુકે ‘ફીડ ફિલ્ટર બાર’ નામની એક નવી સગવડ રજૂ કરી છે, જેની મદદથી આપણા ફ્રેન્ડઝ અને આપણે જે પેજીસ ફોલો કરતા હોઇએ તેનું કન્ટેન્ટ જોવા અંગે આપણે નિર્ણય કરી શકીશું. આ ફીચર અત્યારે ફેસબુકની એન્ડ્રોઇડ એપ પર રોલઆઉટ થઈ રહ્યું છે અને આવનારા થોડા સમયમાં આઇઓએસ યૂઝર્સ માટે પણ લોન્ચ થશે.

ફેસબુકના વેબવર્ઝનમાં આ સગવડ મળશે કે નહીં તે નક્કી નથી. તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકના ન્યૂઝ ફીડના સેટિંગ્સમાં જઇને આપણે વધુમાં વધુ ૩૦ ફ્રેન્ડઝ અને પેજીસ ફેવરિટ ગણાવી શકીએ છીએ અને તેમનું કન્ટેન્ટ આપણી ન્યૂઝ ફીડ પર વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. નવા ફીડ ફિલ્ટર બારને કારણે ન્યૂઝ ફીડ પરનો આપણો અંકુશ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!