(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સિસ્ટમ અપડેટથી પણ સાવધાન!

આપણે સૌ અવારનવાર આપણા ફોન માટે સિસ્ટમ અપડેટ કરવા વિશેનું નોટિફિકેશન મેળવતા હોઇએ છીએ. સામાન્ય રીતે આવું નોટિફિકેશન આપણા ફોનની મેન્યુફેકચરિંગ કંપની તરફથી આવતું હોય છે અને તેને ઇન્સ્ટોલ કરી લેવું હિતાવહ હોય છે.

પરંતુ હવે આ ઉપયોગી બાબતમાં પણ ચિંતાનો ઉમેરો થયો છે. હવે મળતી માહિતી અનુસાર ‘સિસ્ટમ અપડેટ’ નામે એક એન્ડ્રોઇડ એપ વિકસાવવામાં આવી છે અને જો આપણે તેના સકંજામાં આવીએ તો તે ફોનમાંનો આપણો લગભગ બધો ડેટા ચોરી શકે છે તથા આપણી ઓનલાઇન સર્ચ હિસ્ટ્રીની વિગતો પણ મેળવી શકે છે.

એ ખાસ નોંધવા જેવું છે કે આ જોખમી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિસ્ટ્રિબ્યુટ થઈ રહી નથી એટલે જો તમે ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ લિંક પરથી આવેલી એપ્સ ઇન્સ્ટોલ ન કરતા હો તો ખાસ ચિંતા કરવા જેવું નથી. મુશ્કેલી માત્ર એટલી છે કે આ એપ સિસ્ટમ અપડેટના નામે આપણી નજરમાં આવવાનો પ્રયાસ કરતી હોવાથી આપણે છેતરાઈ શકીએ છીએ. આથી જ્યારે પણ આપણને સિસ્ટમ અપડેટનું નોટિફિકેશન મળે ત્યારે તે આપણા ફોનની કંપની તરફથી હોવાની ખાતરી કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરવા માટે આગળ વધવું અને અન્ય કોઈ પણ માધ્યમ જેમ કે ફેસબુક, વોટ્સએપ કે એસએમએસ દ્વારા સિસ્ટમ અપડેટ કરવા વિશે જણાવતી કોઈ લિંક મળે તો તેના પર ભરોસો મૂકવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!