(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે પણ નવી દુનિયાના ‘સ્મોમ્બી’ છો?

હજી થોડાં વર્ષ પહેલાં સુધી, આપણે કોઈએ ‘સેલ્ફી’ શબ્દ સાંભળ્યો નહોતો. ‘સેલ્ફીશ’ આપણે સૌ જાણીએ, પણ સેલ્ફી બધા માટે નવી વાત હતી! એ જ રીતે, ‘સ્મોમ્બી’ આપણે માટે અત્યારે નવોસવો શબ્દ છે, પણ આ લેબલ જેમને લાગી શકે એવા લોકો સાથે આપણો ભેટો રોજબરોજ થઈ જતો હોય છે.

તમને પણ ઘણી વાર આવો અનુભવ થયો હશે – ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ રેડમાંથી ગ્રીન થયા પછી આપણી આજુબાજુનાં બધાં વાહનો આગળ જવા લાગે, પણ આપણી બરાબર આગળની કાર ટસની મસ ન થાય. કેમ? કેમ કે એના ડ્રાઇવર ભાઇ (કે બહેન!) પોતાના મોબાઇલમાં વોટ્સએપ કે બીજું કંઈ ચેક કરવામાં પરોવાયેલા હોય!

ફક્ત કારમાં નહીં, ટુ-વ્હીલર ચલાવનારા ઘણા લોકો પણ ખભા અને કાન વચ્ચે મોબાઇલ દબાવી ‘ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન’ કરતાં કરતાં જતા દેખાતા હોય છે. ઘણા યંગસ્ટર્સ ફક્ત ચાર રસ્તે ઊભા હોય ત્યારે જ નહીં, બાઇક કે સ્કૂટી રાઇડ કરતી વખતે પણ, ડાબે હાથે મોબાઇલ પર સોશિયલ મીડિયાંસ્ટેટસ ચેક કરી લેવાની લાલચ રોકી શકતા નથી.

જર્મનીમાં એક જાહેર સ્થળે ચેતવણીનું બોર્ડ

વાહનમાં કે વાહન પર ન હોય, પગે ચાલીને જતા હોય એવા લોકો ચાલતાં ચાલતાં, આસપાસની દુનિયા ભૂલીને પોતાના મોબાઇલમાં પરોવાયેલા જોવા મળતા હોય છે. આ લોકો, નવી દુનિયામાં ‘સ્મોમ્બી’ તરીકે ઓળખાય છે.

‘સ્માર્ટફોન’ અને ‘ઝોમ્બી’ (એક પ્રકારનો વાઇરસ કે તેનાથી મર્યા પછી ‘જીવતા’ થયેલા મનાતા ભૂતિયા લોકો!) શબ્દો ભેગા કરીને આ ‘સ્મોમ્બી’ શબ્દ બનાવવામાં આવ્યો છે. તેનો સાદો અર્થ કે પોતાનો જીવ જોખમાય એટલી હદે સ્માર્ટફોનમાં પરોવાઈને આસપાસની દુનિયનું ભાન ગુમાવી દેનારા લોકો.

દુનિયાની અડધાથી વધુ વસતી પાસે સ્માર્ટફોન આવી ચૂક્યા છે અને સ્માર્ટફોનનો ઉપયોગ ઘર કે ઓફિસના બંધ, સલામત વાતાવરણ ઉપરાંત રસ્તે પણ સતત વધી રહ્યો છે. દુનિયાભરનાં શહેરોમાં આ એક બહુ મોટી સમસ્યા બનવા લાગી છે કેમ કે વાહન ચલાવતી વખતે કે રસ્તે ચાલતા રાહદારીઓની સ્માર્ટફોનની આદત તેમના પોતાના ઉપરાંત અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે.

હવે તેમની અને તેમની સામે સલામતી માટે મોટાં શહેરો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યાં છે. કેટલાંક શહેરમાં આવા લોકોને ચેતવતાં સાઇનબોર્ડ મૂકાયાં છે. કેટલાંકમાં ફૂટપાથ પૂરી થતી હોય ત્યાં ફ્લેશલાઇટ્સ મૂકવામાં આવી છે, આવા લોકોની આસપાસની સ્થિતિ અનુસાર તેમને ચેતવે એવી એપ્સ પણ વિકસવા લાગી છે.

આ બધા ડિજિટલ, ટેક્નોલોજી ઉપાયો કામ લાગે કે ન લાગે, સૌથી સહેલો ઉપાય આપણા હાથમાં જ છે – બસ એને વાહન ચલાવતી વખતે કે ચાલતી વખતે ખિસ્સામાં રાખવાનો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!