મૂળ ભારતની અને હવે અમેરિકાની વોલમાર્ટ કંપનીની માલિકીની ફ્લિપકાર્ટ કંપનીએ અદાણી ગ્રૂપની લોજિસ્ટિક્સ કંપની સાથે ભાગીદારી કરી છે.
ભાગીદારીના ભાગ રૂપે, અદાણી કંપની મુંબઈમાં એક ફુલફીલમેન્ટ સેન્ટર ઊભું કરશે, જેમાં વિવિધ સેલર્સના એક કરોડ યૂનિટ્સનો સ્ટોક રાખી શકાશે. એ સાથે, ચેન્નઈ સ્થિત અદાણીના ડેટા સેન્ટરનો પણ ફ્લિપકાર્ટ તેના ત્રીજા ડેટા સેન્ટર તરીકે ઉપયોગ કરશે.
ભારતમાં ઇ-કોમર્સ જબરજસ્ત વિકસી રહ્યું છે અને અમેરિકન એમેઝોન, વોલમાર્ટ-ફ્લિપકાર્ટ અને ભારતના રિલાયન્સ વચ્ચેની લડાઇમાં હવે આ રીતે વધુ એક વિશાળ ભારતીય જૂથે પણ ઝંપલાવ્યું છે.

