(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરસેવામાંથી પાવર પેદા કરવાની કસરત

એકવીસ વર્ષ પહેલાં આપણે ૨૧મી સદીમાં પ્રવેશ કર્યો ત્યારથી આજ સુધીમાં ટેકનોલોજી ગજબની ઝડપે વિકસતી રહી છે. અગાઉ જેની કલ્પના પણ નહોતી એવાં ગેજેટ્સ અને ટેકનોલોજી વિકસી રહ્યાં છે. અહીં એવી એક શોધની વાત કરીએ જે હજી પણ આપણને નવાઈમાં ગરકાવ કરે એવી છે!

કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીના એન્જિનિયર્સ એવું વેરેબલ ડિવાઇસ (પહેરી શકાય એવું સાધન) વિકસાવી રહ્યા છે જે આપણી આંગળીના ટેરવા પરના પરસેવાના ટીપાંમાંથી નાના પાયે વીજળી પેદા કરી શકે!

આ સાધન આંગળીના ટેરવે ચઢાવી દીધા પછી આપણે ઊંઘતા હોઇએ ત્યારે પણ આપણી આંગળીનાં ટેરવાં પાવરહાઉસની જેમ ધમધમતાં રહેશે. એન્જિનિયર્સ કહે છે કે આ ડિવાઇસ પહેરીને આપણે દસેક કલાક લાંબી ઊંઘ ખેંચી નાખીએ તો પણ, લગભગ સ્થિર રહીને પણ પેલું ડિવાઇસ એટલી એનર્જી પેદા કરશે જે આપણા કાંડા પરની ઘડિયાળને ૨૪ કલાક સુધી ચલાવવા જેટલો પાવર આપી શકે.

આ ટેકનોલોજી વેરેબલ ડિવાઇસમાં નવી ક્રાંતિ લાવે એવી શક્યતા છે. આ યુનિવર્સિટીમાં નેનો એન્જિનીયરિંગ પર પીએચ.ડી. કરી રહેલા એક નિષ્ણાત કહે છે કે ‘‘અન્ય વેરેબલ ડિવાઇસમાં સતત મૂવમેન્ટ મળે ત્યારે જ પાવર પેદા થઈ શકે છે. જ્યારે આ ડિવાઇસમાં કોઈ એક્સરસાઇઝ કે તેને પહેરનાર તરફથી કોઈ પ્રકારના ફિઝિકલ ઇનપૂટની જરૂર નથી. આ કારણે આવી ટેકનોલોજીથી પાવર મેળવતા વેરેબલ ડિવાઇસ રોજિંદી પરિસ્થિતિઓમાં પણ વધુ પ્રેક્ટિકલ અને વધુ સગવડભર્યા બનશે.’’

જે ડિવાઇસ કોઈ ઇનપુટ વિના પણ પાવર પેદા કરી શકે, તેને થોડી એક્સરસાઇઝ મળે તો દેખીતું છે કે એ વધુ એક્ટિવેટ થાય. એન્જિનિયર્સ કહે છે કે આપણે આંગળીને જેમ વધુ કસરત કરાવીશું તેમ વધુ પ્રમાણમાં વીજળી પેદા થશે. પીસી કે લેપટોપના કી-બોર્ડ પર કોઈ મોટું ડોક્યુમેન્ટ ટાઇપ કરીએ, સ્માર્ટફોનમાં સંખ્યાબંધ મેસેજિસ ટાઇપ કરીએ કે પિયાનો અથવા કી-બોર્ડ પર મ્યુઝિક પ્લે કરીએ તો પણ આંગળીમાંનું પેલું ડિવાઇસ વધુ પ્રમાણમાં પાવર જનરેટ કરશે. 

આપણને જાણીને નવાઈ લાગે કે આપણી આંગળીનાં ટેરવાં આખા શરીરમાં સૌથી વધુ પરસેવો પેદા કરતાં હોય છે. દરેક ટેરવામાં આશરે એક હજાર પ્રસ્વેદ ગ્રંથિ હોય છે અને તે શરીરના અન્ય ભાગો કરતાં ૧૦૦ કે ૧૦૦૦ ગણો વધુ પરસેવો પેદા કરે છે. શરીરના અન્ય ભાગોમાં હવાની આવનજાવન ઓછી હોવાને કારણે ત્યાં પરસેવાનો વધુ અનુભવ થાય છે, જ્યારે આંગળીના ટેરવાં હંમેશા હવાના સંપર્કમાં રહે છે તેથી પરસેવો પેદા થાય એ ભેગો હવામાં ભળી જાય છે.

આ સાધન પરસેવાનાં સૂક્ષ્મ બિંદુઓને એકઠાં કરીને તેમાંથી પાવર પેદા કરે છે. આટલા સૂક્ષ્મ પ્રમાણમાં પરસેવો એકઠો કરવા માટે અને એ પછી પરસેવામાંનાં કેમિકલ્સને વીજળીમાં પરિવર્તિત કરવા માટે નિષ્ણાતોએ  ઇનોવેટિવ મટીરિયલ્સનો ઉપયોગ કરવાનો થયો!

યુટ્યૂબમાં તેનો બેઝિક વીડિયો જોવા માટે સર્ચ કરો ઃ Fingertip-powered wearable, Jacob School of Engineering

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!