(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેટા ટ્રાન્સફર ઝડપનો નવો વિક્રમ

જાપાનના એન્જિનીયર્સે હમણાં ઇન્ટરનેટ સ્પીડનો નવો વિક્રમ સ્થાપ્યો. ફાઇબર ઓપ્ટિક કમ્યુનિકેશન વિશે યોજાયેલી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આ વિશેનો સ્ટડી પ્રેઝન્ટ કરવામાં આવ્યો.

આ પ્રેઝન્ટેશન અનુસાર જાપાનના એન્જિનીયર્સે ત્રણ હજાર કિલોમીટરની લંબાઈમાં પથરાયેલા એક ફાઇબર કેબલમાં દર સેકન્ડે ૩૧૯ ટેરાબાઇટ ડેટા ટ્રાન્સફર કરવાની સિદ્ધિ મેળવી! હજી બે વર્ષ પહેલાં દર સેકન્ડે ૪૪.૨ ટેરાબાઇટના દરે ડેટા ટ્રાન્સફર કરવાનો વિક્રમ નોંધાયો હતો. ત્યાર પછીના વર્ષે, એટલે કે ગયા વર્ષે લંડનના સંશોધકોએ દર સેકન્ડે ૧૭૮ ટેરાબાઇટની વિક્રમી ઝડપ મેળવી હતી.

કોરા આંકડાની વાત કરીએ તો એક ટેરાબાઇટમાં ૧૦૦૦ ગિગાબાઇટ્સ ને એક ગિગાબાઇટમાં ૧૦૦૦ મેગાબિટ્સ ડેટા હોય છે.

હવે સાદી રીતે આ ઝડપ સમજવાની કોશિશ કરીએ. તમારા અત્યારના બ્રોડબેન્ડ કનેક્શનથી, નેટફ્લિક્સની કોઈ એક મૂવી ડાઉનલોડ કરતાં કેટલો સમય લાગે છે એ તપાસી જુઓ. નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષની વિક્રમી ઝડપે, નેટફ્લિક્સનો આખેઆખો મૂવી ડેટાબેઝ એક સેકન્ડ કરતાં ઓછા સમયમાં ડાઉનલોડ થઈ શકે છે. જાપાનનો વિક્રમ તેનાથી પણ લગભગ બમણી ઝડપ આપે છે! હજી વધુ નોંધવા જેવી વાત એ પણ છે કે જાપાની એન્જિનીયર્સે જે વિક્રમ નોંધાવ્યો છે તે માત્ર લેબોરેટરી કન્ડિશનમાં જ કામ આપે તેવો નથી, હાલના મોડર્ન ફાઇબર ઓપ્ટિક ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેમ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!