(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સેકન્ડહેન્ડ કે જૂના ફોનનો ઉપયોગ જોખમી કેમ છે?

તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બે-ત્રણ વર્ષથી વધુ જૂનો થઈ ગયો છે? અથવા તમને કોઈ મોંઘો સેકન્ડહેન્ડ ફોન, સસ્તી કિંમતે મળી રહ્યો છે? બંને પ્રકારના ફોન મોંઘા પડી શકે છે.

સારી બ્રાન્ડ અને સસ્તી કિંમત – આ બે બાબત કોઈને પણ લલચાવવા માટે પૂરતી હોય છે. પછી વાત ફેશન ગાર્મેન્ટની હોય કે સ્માર્ટફોનની. આપણું ફોકસ ટેકનોલોજી છે એટલે સ્માર્ટફોનની વાત કરીએ!

ઇન્ટરનેટ પર જાણીતી શોપિંગ સાઇટ પર આપણે સ્માર્ટફોન શોધી રહ્યા હોઇએ ત્યારે ઘણી વાર સારી સારી કંપનીનાં ફ્લેગશિપ મોડેલ તેની વાસ્તવિક બજાર કિંમત કરતાં ઘણા સસ્તા ભાવે વેચાતાં દેખાતાં હોય છે. મોટા ભાગની પ્રતિષ્ઠિત શોપિંગ સાઇટ્સ આવા ફોન સાથે એ હેન્ડસેટ ‘રિફર્બિશ્ડ’ એટલે કે સેકન્ડહેન્ડ હોવાનું સ્પષ્ટપણે જણાવતી હોય છે એટલે આમાં કોઈ છેતરપિંડી નથી.

શોપિંગ સાઇટ્સની વાત બાજુએ રાખીએ તો પણ, ઘણા લોકો આસપાસના પરિચિત કે અજાણ્યા લોકો પાસેથી સારી બ્રાન્ડનાં, હાઈ-એન્ડ મોડેલ્સ સસ્તા ભાવે મળતાં હોય તો સારી ડીલ માનીને તે ખરીદી લેતાં ખચકાતા નથી. સેકન્ડહેન્ડ ફોન ખરીદવાનું વલણ માત્ર સારી બ્રાન્ડ અને હાઈ-એન્ડ મોડેલ્સ પૂરતું સીમિત નથી. ઘણા લોકો તેમનું બજેટ એકદમ ટાઇટ હોય તો પણ સેકન્ડહેન્ડ ફોન ખરીદીને કામ ચલાવતા હોય છે.

એ જ રીતે ઘણા લોકો બિલકુલ નવોનક્કોર ફોન ખરીદી રહ્યા હોય ત્યારે પણ, લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનની સરખામણીમાં ઓપરેટિંગ સિસ્ટમના એક-બે કે એથી પણ વધુ જૂનાં વર્ઝનવાળા ફોન મળતા હોય અને કિમતમાં ખાસ્સો ફેર પડતો હોય તો એવા ફોન પર પસંદગી ઢોળે છે. આવે વખતે એમનો વિચાર એટલો જ હોય છે કે ‘ફોનની ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન લેટેસ્ટ ન હોય પણ થોડું જૂનું હોય તો શું ફેર પડી જવાનો છે?’

આપણને આ ‘શું ફેર પડી જવાનો છે’ એની વિગતવાર વાત કરીએ.

આગળ શું વાંચશો?

  • જૂના-નવા વર્ઝનનો ફેર
  • સિક્યોરિટી પેચનો અભાવ
  • ફોન સુરક્ષિત છે કે નહીં?
  • શું ધ્યાન રાખશો

આપણે અખબારમાં અવારનવાર લોકો સાઇબરક્રાઇમનો ભોગ બનતા હોવાના સમાચાર વાંચીએ છીએ. આપણે હેકર્સનું નિશાન બનીએ તેની પાછળ મુખ્ય બે કારણ હોય છે – પહેલું કારણ, આપણી પોતાની ગફલત (નબળી ઘડીએ, ભૂલ કોઈની પણ થઈ શકે!) અને બીજું કારણ એ કે આપણું રક્ષણ કરવામાં આપણો ફોન કાચો પડે.

જ્યારે આપણે કોઈની પાસેથી જૂનું લેપટોપ કે ડેસ્કટોપ કમ્પ્યૂટર ખરીદીએ તેમાં સિસ્ટમને બિલકુલ ફોર્મેટ કરીને, તેનો કોરી પાટી તરીકે ઉપયોગ કરીને નવેસરથી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની આઝાદી હોય છે. આ કારણે આપણને તેમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અને લેટેસ્ટ સોફ્ટવેરનો લાભ મળી શકે છે. સ્માર્ટફોનમાં આવી આઝાદી મળતી નથી.

કોઈ વ્યક્તિ પોતાનો ફોન બીજી વ્યક્તિને વેચે ત્યારે તેને ફેકટરી રીસેટ કરીને જ વેચે છે, પણ આ રીતે ફોન બિલકુલ કોરી પાટી જેવો થતો નથી. ફોન રીસેટ કરીને વેચવાથી ફોનના જૂના માલિકનો બધો ડેટા ભૂંસાઈ જાય છે પરંતુ ફોન ખરીદતી વખતે તેમને જે ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર મળ્યા હોય તે ફોનના નવા માલિકને વારસામાં મળે છે. ફોનને જેલબ્રેક કે રૂટ કરવા જેવો રસ્તો અજમાવી શકાય, પણ એ હજી વધુ જોખમી બની શકે છે.

જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળો ફોન ખરીદવામાં સૌથી મોટું જોખમ એ છે કે આપણને ફોનના મેન્યુફેકચરર તરફથી નવા સિક્યોરિટી પેચનો લાભ મળતો નથી.

ઇન્ટરનેટની દુનિયામાં સોફ્ટવેર ડેવલપર્સ અને હેકર્સ વચ્ચેની લડાઈ એક સતત ચાલતી લડાઈ છે. આ લડાઈમાં હેકર્સ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરમાં જુદી જુદી ખામીઓ શોધીને તેનો લાભ ઉઠાવતા રહે છે. સામે સોફ્ટવેર ડેવલપરને હેકરે ક્યાં છીંડું શોધ્યું એ ધ્યાનમાં આવે એટલે તેઓ એ ખામી સુધારી લેવાની કોશિશ કરે છે.

આ સતત ચાલતી પ્રક્રિયા છે. આ જ કારણે ફોનની મેન્યુફેક્ચરર કંપની થોડા થોડા સમયે આપણને સિક્યોરિટી પેચિઝના નવા અપડેટ મોકલતી રહે છે. આ જ કારણે ઘણી વાર આપણને જાણ પણ ન થાય એ રીતે આપણો ફોન હેકરની ચાલ સામે ઢાલ બનીને આપણું રક્ષણ કરે છે.

મોટા ભાગની સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપની પોતાના અમુકતમુક મોડેલ માટે અમુક નિશ્ચિત વર્ષ સુધી જ સિક્યોરિટી પેચિઝનો સપોર્ટ આપે છે.

એન્ડ્રોઇડના કિસ્સામાં તેના બહોળા ઉપયોગને કારણે દરેક મેન્યુફેક્ચરર ફોનનાં સતત નવાં નવાં મોડેલ રજૂ કરતા રહે છે. ઉપરાંત એન્ડ્રોઇડની ફ્લેક્સિબિલિટીને કારણે તેઓ એન્ડ્રોઇડના મૂળ વર્ઝનમાં પોતાની રીતે ફેરફાર કરતા હોય છે. આ કારણે દરેક મોડેલમાંની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી ફોન મેન્યુફેક્ચરર માટે એક ખર્ચાળ પ્રક્રિયા બની જાય છે.

ઉપરાંત જૂના ફોન પણ નવા ફોન જેવું જ પર્ફોર્મન્સ અને સિક્યોરિટી આપતા હોય તો પછી નવા ફોન કોણ ખરીદે? એ કારણે પણ એન્ડ્રોઇડમાં ફોન મેન્યુફેક્ચરર કંપની અમુક વર્ષ પછી પોતાના ફોનમાં અપડેટ આપવાનું બંધ કરી દે છે.

આ સામે એ ખાસ નોંધવા જેવું છે કે એપલના આઇફોનમાં સોફ્ટવેર અને હાર્ડવેર બંને પર કંપનીનો પૂરેપૂરો અંકુશ હોવાને કારણે એપલના પાંચ પાંચ વર્ષ જૂના આઇફોનમાં પણ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો લાભ લઈ શકાય છે. તેની સરખામણીમાં એન્ડ્રોઇડમાં માંડ ત્રણ વર્ષ જૂના ફોનમાં સિક્યોરિટી અપડેટ્સ મળી શકે છે. એ પણ પ્રતિષ્ઠિત અને ઊંચી કિંમતવાળા મોડેલ્માં જ.

આપણા ફોનમાં આપણને સિક્યોરિટી અપડેટ્સ મળવાનું ચાલુ છે કે નહીં એ જાણવું બહુ સહેલું નથી. તમે ફોનના સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ્સમાં જઇને અપડેટ ચેક કરી શકો.

અહીં તમને જાણવા મળી શકે છે કે ફોન છેલ્લે ક્યારે અપડેટ થયો હતો. ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ લેટેસ્ટ હોય પરંતુ છેલ્લા અમુક મહિના કે વર્ષથી તેમાં કોઈ ફેરફાર ન થયો હોય તો એ પણ સારી વાત નથી.

સામાન્ય નિયમ તરીકે આપણે એવું માની શકીએ કે એન્ડ્રોઇડ ફોન બે કે ત્રણ વર્ષથી વધુ જૂનો હોય તો તેમાં સિક્યોરિટી અપડેટ મળવાનું બંધ થઈ જાય છે (આમાં કેટલાક સુખદ અપવાદ જરૂર છે, નવો ફોન ખરીદતી વખતે તમે સ્ટોક એન્ડ્રોઇડવાળો ફોન ખરીદવાની કાળજી લીધી હોય અને એન્ડ્રોઇડના નવા વર્ઝન્સ પણ મળશે કે નહીં એ મુદ્દા તરફ ધ્યાન આપ્યું હોય તો તમે નિશ્ચિંત રહી શકો છો).

ફોનમાં સિક્યોરિટી અપડેટ્સ ન મળે, તેનો દેખીતો અર્થ એ થયો કે હેકર્સે શોધેલી નવી તરકીબો સામે આપણને રક્ષણ મળતું નથી. આવી સ્થિતિમાં, આપણા ફોનમાં માલવેર પ્રમાણમાં વધુ સહેલાઈથી ઘૂસી શકે છે.

તેમ છતાં, ગમે તે કારણસર તમે જૂના ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માગતા હો તો કેટલીક બાબતોનું અચૂક ધ્યાન રાખવું રહ્યું.

પહેલી વાત એ કે ફોનની સિક્યોરિટી જોખમાઈ છે કે નહીં એ બતાવતાં ચિહ્નો પર નજર રાખો. જેમ કે ફોનમાં જાહેરાતો પોપ-અપ થવા લાગે (જે અગાઉ દેખાતી નહોતી) કે તમે ડાઉનલોડ ન કરી હોય એવી અજાણી એપ્સ પણ દેખાવા લાગે તો એ જોખમનાં મોટાં રેડ સિગ્નલ્સ છે.

ઘણા પ્રકારની માલવેર એપ બેકગ્રાઉન્ડમાં ડેટાનો મોટા પાયે ઉપયોગ કરતી હોય છે. આથી મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા વધુ પડતો વપરાતો હોવાનું લાગે તો એ પણ તેમાં માલવેર હોવાનો સંકેત છે.

એ સિવાય, ફોનની ઢાલ નબળી પડી હોવાને કારણે તેમાં કોઈ માલવેર ઘૂસે નહીં એ માટે પણ આપણે જ સચેત રહેવું પડે. એ માટે, જૂનો ફોન ખરીદો ત્યારે તે સંપૂર્ણપણે ફેકટરી રીસેટ થયો હોવાની ખાતરી કરો. કોઈ પણ એપ હંમેશા ગૂગલના સત્તાવાર પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને તેમાં પણ, પહેલી નજરે અજાણી કે બિનજરૂરી લાગે તેવી એપ્સના અખતરા જૂના ફોનમાં કરવાનું ટાળો. એપ્સના થર્ડ-પાર્ટી સ્ટોર્સ કે કોઈ વેબસાઇટ કે સોશિયલ મીડિયામાં મળેલી લિંકની મદદથી ક્યારેય કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં.

સિક્યોરિટીની દૃ્ષ્ટિએ નબળા ફોનમાં ઘૂસીને હેકર આપણી ઘણી બધી માહિતી મેળવી શકે છે જે આપણને ગમે ત્યારે બહુ મોંઘી પડી શકે છે. એટલા માટે, કદાચ કિંમતના દબાણને કારણે તમારે જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળો ફોન ઉપયોગ કરવો અનિવાર્ય હોય તો પણ, આવા ફોનમાં બેંકિંગ એપ્સનો ઉપયોગ કરવાનું અચૂક ટાળો. એમ કરવા જતાં, સસ્તો લાગતો ફોન મોટું નુક્સાન કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!