(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવનારા સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનો કન્સેપ્ટ જેમ જેમ વિકસતો જશે તેમ તેમ આપણે આ શબ્દ લાઇડાર (Lidar)  વધુ ને વધુ સાંભળવાના છીએ કારણ કે આ ટેકનોલોજી કાર માટે આંખની ગરજ સારે છે. તેને કારણે ડ્રાઇવરલેસ કાર તેની આસપાસની બાબતો કેટલા અંતરે છે તે જાણી શકે છે. આ અંકમાં ‘સ્માર્ટફેરી’ વિશેના લેખમાં પણ તેનો ઉલ્લેખ છે.

‘લાઇડાર’ શબ્દ ‘લાઇટ’ અને ‘રડાર’ એ શબ્દોના સંયોજનથી બન્યો છે. હવે તે ‘લાઇટ ડિટેકશન એન્ડ રેન્જિંગ’ના ટૂંકાક્ષરી શબ્દ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. લાઇડારને ‘થ્રીડી લેસર સ્કેનિંગ’ પણ કહેવામાં આવે છે. આપણા સ્માર્ટફોનમાં પણ લાઇડાર સ્કેનર હોઈ શકે છે. આ ટેકનોલોજીમાં મુખ્યત્વે લેસર લાઇટ કિરણનો ઉપયોગ કરીને વિવિધ બાબતોનું અંતર માપવામાં આવે છે. આ ટેકનોલોજીનો આમ તો છેક ૧૯૬૧ના સમયથી ઉપયોગ થાય છે. શરૂઆતમાં આકાશમાં વાદળાં અને પ્રદૂષણનું પ્રમાણ માપવા માટે તેનો ઉપયોગ શરૂ થયો.

હવે લાઇડાર ટેકનોલોજીની મદદથી સમુ્દ્રના તળિયાથી માંડીને અવકાશમાંના સેટેલાઇટ સુધીની લગભગ બધી જ બાબતોનું ખાસ્સું સચોટ માપન કરી શકાય છે. લાઇડારમાં મુખ્યત્વે લેસર, સ્કેનર અને જીપીએસ રીસિવરનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીમાં એક સ્થળેથી જે બાબતનું માપન કરવાનું હોય તેના પર લેસર કિરણ ફેંકવામાં આવે છે. આ કિરણ તે વસ્તુ પરથી પરાવર્તિત થઈને પરત આવે તેમાં જે સમય લાગે અને તેની વેવલેન્થમાં જે ફેરફાર થાય તેના આધારે એ વસ્તુનું ખાસ્સું સચોટ થ્રીડી ડિજિટલ મોડેલ તૈયાર કરી શકાય છે. લાઇડાર ટેકનોલોજીનો હાઇરેઝોલ્યુશન મેપ તૈયાર કરવામાં પણ ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!