(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઈ ક્યૂઆર કોડ સલામત છે, છતાં પણ ફ્રોડ થાય છે!

ભારતની યુપીઆઈ કે ભારત ક્યૂઆર કોડ વ્યવસ્થા પોતે સંપૂર્ણ સલામત છે. પરંતુ ક્યૂઆર કોડના ઉપયોગ વિશે લોકોમાં અધકચરી સમજ હોવાનો હેકર લાભ ઉઠાવે છે. તમે અખબારોમાં ઘણી વાર વાંચતા હશો કે ઓનલાઇન સાઇટ પર ચીજવસ્તુ વેચવા જતાં કોઈએ મોટી રકમ ગુમાવી.

યુપીઆઈ એપમાં નિશ્ચિત રકમ મેળવવા માટેના કોડ જનરેટ કરીને વોટ્સએપ જેવી એપ દ્વારા શેર કરવાની સગવડ હોય છે. યુપીઆઈ એપમાં જેમ કેમેરાથી દુકાનમાંનો કોડ સ્કેન કરી શકાય, તે જ રીતે વોટ્સએપ જેવી કોઈ રીતે આવેલો અને મોબાઇલની ગેલેરીમાં સેવ થયેલો ક્યૂઆર કોડ ઓપન કરીને તેનાથી પેમેન્ટ કરવાની પણ સગવડ હોય છે.

ફ્રોડના કિસ્સામાં એવું બને છે કે ભોગ બનનાર વ્યક્તિએ ઓનલાઇન ચીજવસ્તુઓ વેચતી વેબસાઇટ પર પોતાની જૂની વસ્તુઓ વેચવા મૂકી હોય કે (કે પછી રીફંડ જેવા કોઈ કારણસર તેણે રકમ મેળવવાની થતી હોય). હેકર આવા શિકારની શોધમાં હોય છે. તે મેસેજને બદલે સીધો ફોન કરીને તમારો સંપર્ક કરે છે. તમારી વસ્તુ ખરીદવામાં રસ બતાવે છે અને પછી વાતવાતમાં કહે છે કે આપણને રકમ ચૂકવવા માટે તે ક્યૂઆર કોડ મોકલી રહ્યો છે.

અહીં મનમાં ખતરાની ઘંટડી વાગવી જોઇએ. જેણે રૂપિયા લેવાના છે એ જ ક્યૂઆર કોડ આપે અને જેણે રૂપિયા આપવાના છે તે જ ક્યૂઆર કોડ સ્કેન કરી પોતાનો પિન આપે. જે લોકો યુપીઆઈ ક્યૂઆર કોડ ફ્રોડનો ભોગ બને છે તે આ વાત સમજવામાં ગફલત કરે છે. આપણી વસ્તુ વેચાઈ રહી હોય તો સામેની વ્યક્તિ આપણને રૂપિયા ચૂકવે, માગે નહી. આથી તેણે આપણને ક્યૂઆર કોડ મોકલવાનો હોય જ નહીં. તેને બદલે હેકર મોટી નિશ્ચિત રકમનો ક્યૂઆર કોડ તૈયાર કરીને આપણને મોકલે છે અને વાતમાં પરોવી રાખીને, આપણું ધ્યાન ચૂકાવી એ કોડ વારંવાર સ્કેન કરાવી પિન આપવા મજબૂર કરે છે. હેકરની આ તરકીબ તમે બરાબર સમજી લેશો તો ક્યૂઆર કોડ ફોડનો ભોગ બનશો નહીં. સદનસીબે, ભીમ જેવી એપમાં આપણે પિન આપીએ ત્યારે સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે તમે રકમ મોકલી રહ્યા છો, એ તરફ પૂરતું ધ્યાન આપવા જેવું છે.

થોાડ સમય પહેલાં, યુપીઆઈ ક્યૂઆર કોડ ફ્રોડનો એક નવો કિસ્સો નોંધાયો. એક યુપીઆઈ એપના ભૂતપૂર્વ કર્મચારી પાસે સંખ્યાબંધ ક્યૂઆર કોડ હતા. તેણે આ કોડ પોતાના બેન્ક ખાતા સાથે કનેક્ટ કરીને તેને વિવિધ દુકાનોમાં અસલી કોડના સ્ટીકર પર ચીપકાવવાનું શરૂ કર્યું.

ઘણા દુકાનદારો નજીવી રકમનું કોડથી થયેલું પેમેન્ટ પોતાની એપમાં તપાસવાની દરકાર લેતા નથી. પેલો ગઠિયો નિશ્ચિત દુકાનમાં બે-ત્રણ દિવસ માટે ખોટું સ્ટીકર લગાવી દુકાનદારના રૂપિયા પોતાના એકાઉન્ટમાં સેરવતો હતો અને પછી પોતાનો શિકાર બદલી નાખતો હતો. તમે આવા ફ્રોડનો ભોગ ન બનો એ માટે સ્ટીકર દુકાન બહાર ચીપકાવશો નહીં. એપથી પેમેન્ટ આવતાં વોઇસથી જાણ થાય એવા સ્પીકર સાથેનો ક્યૂઆર કોડ વસાવવાથી ફાયદામાં રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!