(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇ ઓથેન્ટિકેશનની નવી વ્યવસ્થા માટે પ્રયાસ

જો તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ની મદદથી ઓનલાઇન રૂપિયાની લેવડદેવડ કરતા હશો તો તમે જાણતા હશો કે અત્યારે તેમાં યુપીઆઈ પિન આપીને એકાઉન્ટ આપણું હોવાની ખરાઈ કરવાની થાય છે.

ઓથેન્ટિકેશનની આ પ્રોસેસમાં યુપીઆઈના સર્વર સાથે માહિતીની આપલે કરવાની થાય છે. આ પ્રોસેસમાં ક્યારેક વિલંબ થઈ શકે છે અને ક્યારેક ટ્રાન્ઝેકશન અટકી પણ શકે છે. ઓથેન્ટિકેશનની આ પ્રોસેસ વધુ સલામત અને વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ ‘પેઓથ ચેલેન્જ’ નામે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં યુપીઆઈમાં ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન માટે ફિંગરપ્રિન્ટ જેવા વિકલ્પોનો ઉપયોગ કરવાની નવી પદ્ધતિ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. જે ટીમ સચોટ ઉપાય આપી શકશે તે ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૫,૦૦,૦૦૦ રૂપિયા)નું ઇનામ જીતી શકશે.

ઓથેન્ટિકેશનના ઝડપી વિકલ્પો શોધવા અનિવાર્ય છે કેમ કે એનપીસીઆઈની યુપીઆઈ વ્યવસ્થામાં ૧૨૦૦થી વધુ બેન્ક, ૨૦૦થી વધુ યુપીઆઈ એપ અને એક અબજથી વધુ યૂઝર્સ સંકળાયેલા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!