(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરસેવામાંથી વેરેબલ ડિવાઇસ માટે પાવર

પરસેવાની કમાણી… જાત મહેનતથી કમાયેલા રૂપિયા માટે આપણે આ શબ્દ પ્રયોગ વારંવાર કરીએ છીએ. આવનારા ભવિષ્યમાં કદાચ પરસેવાથી ચાર્જિંગની વાતો પણ આપણે કરતા થઇ જશું.

આપણા રોજબરોજના કામકાજ પર હવે જાત ભાતના ટેકનોલોજી ગેઝેટ્સ હાવી થવા લાગ્યા છે. પરંતુ એ બધાં ચાલતા રહેવા માટે ઊર્જા માગે છે. સ્માર્ટફોનનો આપણો ઉપયોગ એટલો બધો છે કે તેની બેટરી ફૂલ ચાર્જ કર્યા પછી આખો દિવસ માંડ ચાલે છે.

ફિટનેસ ટ્રેકર, સ્માર્ટવોચ, બ્લ્યૂટૂથ હેડસેટ વગેરે બધા ગેઝેટ્સ સ્માર્ટફોન કરતા સાઇઝમાં ખાસ્સા નાના હોવાને કારણે તેમાં બેટરી પણ નાની આવે છે. પરિણામે તેમાં બેટરીનો પાવરફૂલ ઉપયોગ સંશોધકો માટે હજી પણ મોટો પડકાર છે.

આ પડકારનો સામનો કરવા માટે સંશોધકો નીત નવા ઉપાય શોધી રહ્યા છે. કેટલાક સંશોધકો ‘નિયર ફિલ્ડ કમ્યુનિકેશન’ (એનએફસી) ટેકનોલોજીની મદદથી પાવરના અન્ય કોઈ સ્રોતમાંથી વેરેબલ ડિવાઇસને પાવર મળે એવા ઉપાય અજમાવી રહ્યા છે. પરંતુ તેમાં જો મોબાઇલ ફોનનો એક્સટર્નલ પાવરસોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેને વેરેબલ ડિવાઇસની ખાસ્સો નજીક રાખવો પડે છે. જો બંને વચ્ચેનું અંતર વધે તો વેરેબલને મળતો પાવર સપ્લાય ખૂટી જાય.

કેટલાક સંશોધકો વેરેબલ ડિવાઇસ માટે સૂર્યઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા પર ફોકસ કરી રહ્યા છે તો બીજી તરફ સૂર્યઊર્જાની આડપેદાશ જેવા આપણા પોતાના પરસેવા પર પણ નિષ્ણાતો ખાસ્સું ધ્યાન આપી રહ્યા છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સેન્ટર ફોર વેરેબલ્સ સેન્સર્સમાંનું એક સંશોધન કેન્દ્ર કાર્યરત છે. તેના સંશોધકો વેરેબલ ડિવાઇસ પહેરનાર વ્યક્તિમાંથી જ જોઇતી ઊર્જા મેળવી લેવાનો ઉપાય અજમાવી રહ્યા છે. આ માટે તેઓ આપણા પરસેવાનો બાયોફ્યુઅલ તરીકે ઉપયોગ તપાસી રહ્યા છે. આ નિષ્ણાતોના મતે માનવ પરસેવામાં રહેલા અમુક ચોક્કસ પ્રકારના કેમિકલ વેરેબલ ડિવાઇસ માટે પૂરતો પાવર પેદા કરી શકાય છે. તેને આ માટેના પ્રોટો ટાઇપ પણ ડેવલપ કરી લીધા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!