(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેતાના કાન પકડવાની કસરત

વિધાનસભા કે સંસદનું સત્ર ચાલુ હોય, પ્રજાહિતના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી હોય ત્યારે જનતાના પ્રતિનિધિઓ સ્માર્ટફોનમાં કોઈ ગેમ કે મૂવી કે અન્ય કશુંક જોવામાં પરોવાયેલા ઝડપાય એ કોઈ નવી વાત નથી – પછી નેતાઓ ભારતના હોય કે પરદેશના! પરંતુ હમણાં એક નવી વાત બની.

જેમ આપણા દેશમાં લોકસભા અને રાજ્યસભાનાં સત્રોનું  ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે એવી વ્યવસ્થા ઘણા વિદેશોમાં પણ છે. બેલ્જિયમના ફ્લેમિશ પ્રોવિન્સમાં એક ડગલું આગળ વધીને આવી ચર્ચાઓનું યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે. ડ્રાઇસ ડીપૂર્ટર નામના એક ડિજિટલ નિષ્ણાતે આ સ્ટ્રીમિંગનો લાભ લીધો. તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એવું સોફ્ટવેર વિકસાવ્યું જે યુટ્યૂબ પરના લાઇવ સેશનનું સતત મોનિટરિંગ કરે છે.

એ દરમિયાન પ્રજાના કોઈ પ્રતિનિધિ પોતાના ફોનમાં પરોવાયેલા ઝડપાય, તો આ પ્રોગ્રામ એ વ્યક્તિને ઓળખીને, પબ્લિક ડેટાબેઝમાંથી તે ક્યા પક્ષના છે તે શોધી કાઢે છે અને પછી ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર તેમની પ્રવૃત્તિની ક્લિપ પોસ્ટ કરવામાં આવે છે! દેખીતું છે કે એ પોસ્ટ તેમને ટેગ કરવામં આવે છે અને સાથે તેમને નમ્રતાથી વિનંતી કરવામાં આવે છે કે ‘‘મહેરબાની કરીને તમારા કામ પર ધ્યાન આપો!’’ બે વર્ષ પહેલાં આ પ્રોવિન્સના એક અગ્રણી નેતા મહત્ત્વની ચર્ચા વખતે પોતાના સ્માર્ટફોનમાં એન્ગ્રીબર્ડઝ ગેમ રમતાં ઝડપાયા હતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!