(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ શું છે?

હવે ધીમે ધીમે આપણને સૌને સ્માર્ટફોનની મદદથી વાત કરવા ઉપરાંત સ્માર્ટફોન સાથે વાત કરવાની પણ આદત પડવા માંડી છે. આ બંને બાબતમાં ફેર છે! ફોનની મદદથી તો આપણા લાંબા સમયથી અન્યો સાથે વાત કરતા આવ્યા છીએ.

પરંતુ હવે સ્માર્ટફોન કે સ્માર્ટ ડિવાઇસમાં ‘હેય ગૂગલ, ઓપન માય મેઇલ્સ’ કે ‘એલેક્સા, પ્લે ધીસ સોંગ ફોર મી’ જેવા કમાન્ડ આપવાની અને જે તે ડિવાઇસ પાસે આપણું ધાર્યું કરાવવાની આપણને ટેવ પડવા લાગી છે. આવું ‘નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ’ નામની સતત વિકસી રહેલી ટેકનોલોજીને આભારી છે.

આપણે ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં કંઈક પણ ટાઇપ કરીને સર્ચ કરીએ ત્યારે સર્ચ એન્જિન પાસે આપણા લખેલા શબ્દો સાથે મેળ બેસતો હોય એવાં વેબપેજિસ શોધવા માટે લાખો કરોડો વેબપેેજિસ અને તેમાંનાં લખેલા શબ્દોનો સાથ હોય છે. પરંતુ આપણા બોલેલા શબ્દો સમજવાની અને એ મુજબ કામ કરવાની વાત આવે ત્યારે વાત ઘણી બદલાઈ જાય છે.

બાર ગાઉએ બોલી બદલાય, તેમ છતાં માણસે રોજિંદી શૈલીમાં બોલેલાં વાક્યો સમજવામાં મશીન ખાસ્સું સ્માર્ટ બન્યું છે.

આ માટે નિષ્ણાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક શાખા તરીકે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (ટૂંકમાં એનએલપી) વિકસાવી રહ્યા છે. એનએલપીનો આખરી હેતુ માણસે સાહજિક રીતે લખેલા કે બોલેલા શબ્દો કમ્પ્યૂટર સિસ્ટમ વાંચી શકે, સમજી શકે અને તેનો સ્પષ્ટ અર્થ તારવી શકે એવી સ્થિતિ સર્જવાનો છે. મોટા ભાગની એનએલપી ટેકનિક્સમાં અર્થો તારવવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે.

એનએલપીમાં મુખ્યત્વે આ પ્રકારે કામ થાય છે…

  • કોઈ વ્યક્તિ મશીન સાથે બોલે છે.
  • મશીન એ ઓડિયો કેપ્ચર કરે છે.
  • ઓડિયોમાંથી ટેકસ્ટમાં કન્વર્ઝન કરવામાં આવે છે.
  • ટેકસ્ટના ડેટાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.
  • એ ટેકસ્ટ ડેટાને વળી ઓડિયોમાં ફેરવવામાં આવે છે.
  • મશીન એ ઓડિયો ફાઇલ પ્લે કરીને  માણસને વળતો જવાબ આપે છે.

લખવાના માત્ર છ પગલાં થયાં પરંતુ વાસ્તવમાં આટલું કરવામાં મશીને અનેક જટિલ પ્રક્રિયાઓ કરવી પડે છે. આપણી ભાષાની બારીકીઓ આખી વાતને વધુ મુશ્કેલ બનાવે છે.

એક તો, બાર ગાઉએ બોલી બદલાય એમ આખી દુનિયામાં ભાષાઓ અને બોલીઓ પાર વગરની છે. દરેકમાં પાછા શબ્દો અનેક અને એક જ શબ્દોના અર્થ પણ અનેક. એમાં માણસ જ્યારે આ શબ્દો બોલે ત્યારે તેના આરોહ-અવરોહ મુજબ શબ્દના અર્થ બદલાઈ શકે. બે જીવતા-જાગતા માણસ આમનેસામને એક જ ભાષામાં વાત કરી રહ્યા હોય ત્યારે પણ ક્યારેક વાતનું વતેસર થઈ જતું હોય છે, તો આ તો માણસ અને મશીન વચ્ચેની વાતચીતની વાત છે – અર્થનો અનર્થ થતાં વાર લાગે નહીં!

બે ઘડી ગમ્મત કરવી હોય તો ગૂગલની ટ્રાન્સલેટ સર્વિસમાં કોઈ પણ ભાષાનાં થોડાં તળપદાં કે અવળચંડાં વાક્યો નાખીને બીજી ભાષામાં અનુવાદ કરી જોજો! પરંતુ આ જ સર્વિસને તમે વર્ષોથી તપાસી રહ્યા હો તો સમજાય કે તેની ‘સમજશક્તિ’ અને પરિણામે અનુવાદશક્તિ દિવસે દિવસે વધુ ને વધુ વિકસતી જાય છે!

આ ચમત્કાર એનએલપીમાં થઈ રહેલા વિકાસને આભારી છે. એનએલપીમાં મુખ્યત્વે ‘સિન્ટેક્ટિક’ અને ‘સીમેન્ટિક’ તરીકે ઓળખાતા બે પ્રકારના વિશ્લેષણથી મશીન આપણે લખેલા કે બોલેલા શબ્દોના અર્થ સમજવાનો પ્રયાસ કરે છે.

સિન્ટેક્ટિક એનાલિસિસમાં, આપણા શબ્દોને એ ભાષાના વ્યાકરણના નિયમો અને એ જ ભાષાના અન્ય શબ્દો સાથે સરખાવવામાં આવે છે. શરૂઆતમાં આપણે આપેલા શબ્દની ડેટાબેઝમાંના અલગ અલગ શબ્દ સાથે સરખામણી કરવામાં આવે છે. પછી આખા વાક્યના સંદર્ભમાં જે તે શબ્દોને તપાસવામાં આવે છે. સિન્ટેક્ટિક એનાલિસિસમાં મુખ્ય ભાર સંદર્ભ પર છે, શબ્દોને સરખાવવા પર છે, જ્યારે સિમેન્ટિક એનાલિસિસ તેનાથી વધુ મુશ્કેલ કામ છે કારણકે તેમાં શબ્દોના અર્થ સમજીને તેનું અર્થઘટન કરવા પર ભાર મૂકવામાં આવે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!